Western Times News

Gujarati News

સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા યુવકો સાથે સંબંધ રાખતી યુવતીઓ માટે “સાવધાન દીકરી” કાર્યક્રમ

કેશોદમાં લેઉવા પટેલ કર્મચારી સેવા મંડળ દ્વારા સાવધાન દીકરી અનોખો કાર્યક્રમ યોજાયો

કશોદ, કેશોદમાં લેઉઆ પાટીદાર કર્મચારી સેવા મંડળ દ્વારા સામાજિક પારિવારિક સમસ્યાઓને ધ્યાનમાં લઈને વિદ્યાર્થિનીઓને સહજતાથી સરળ શૈલીમાં માર્ગદર્શન આપવા સાવધાન દીકરીઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય દેવાભાઈ મામલ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ઉપરાંત વકતા માર્ગદર્શક તરીકે કનુભાઈ કરકર નિવૃત્ત અધિકારીએ સમાજમાં આધુનિકતાના નામે શોષણ શોષિત થવાના કિસ્સાઓમાં પરિવાર પર આવતી આફતમાં વિખરાઈ જતા પરિવારોની સત્ય ઘટનાઓની વિસ્તૃત માહિતી આપી દીકરીઓને સાવચેત રહેવા સાવધાન રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

આજના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા યુવકો સાથે સંબંધ થયા બાદ ઉદ્દભવતી વિકટ સમસ્યાઓ અને બ્લેકમેલ કે ધાકધમકીનો ભોગ બનતા પહેલાં દીકરીઓને જાગૃત કરવામાં આવી હતી

આજના સમયમાં ઉચ્ચ અભ્યાસ માટે મોટા શહેરમાં હોસ્ટેલમાં કે પીજી હાઉસમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરવા જવાનું થાય તે પહેલાં સાવધાન દીકરી કાર્યક્રમ હેઠળ પરિવાર અને સંસ્કૃતિને જાળવવા સમજ આપવામાં આવી હતી. કેશોદના વાલીઓ દ્વારા આવા કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવે તો સમસ્યા હળવી થઈ શકે એમ જણાવી આયોજકોને બિરદાવ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.