Western Times News

Gujarati News

ગિરનારની ગોદમાં શિવભક્તિ અને સેવાનો સંગમ!

અમદાવાદ,  મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં આયોજિત ભવનાથ મહાદેવના મેળામાં સહભાગી થવાનું સૌભાગ્ય ભાજપના જગદીશભાઈ વિશ્વકર્માને પ્રાપ્ત થયું.

તેમણે જણાવ્યું હતું કે,  જૂનાગઢના ખૂણે ખૂણે ગુંજતો હર હર મહાદેવનો નાદ અને સાધુ-સંતોની દિવ્ય ઉપસ્થિતિથી અહીંનું વાતાવરણ ખરેખર અલૌકિક ઊર્જાથી સભર છે. આ પાવન અવસરે વિવિધ અખાડાના સંતો-મહંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.

તેમજ, શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નક્ષેત્રની મુલાકાત લઈ, સ્વયંસેવકો સાથે સેવામાં સહભાગી થઈ ભક્તોની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.