Western Times News

Gujarati News

ગોધરા-ઘોઘંબા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદઃ ઊભા પાકને મોટું નુક્‍સાન થવાની ખેડૂતોને ચિંતા

File Photo

  • વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ
  • મકાઈ અને તુવેરના પાકની લણણી ચાલી રહી હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા છે. ભેજ લાગવાથી દાણા બગડવાની ભીતિ છે.

અમદાવાદ,  હવામાન વિભાગે રાજ્‍યમાં ગરમીની આગાહી કરી છે ત્‍યારે હવે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. વાસ્‍તવમાં છોટાઉદેપુર જિલ્‍લામાં આજે વહેલી સવારે ધીમીધારે વરસાદ વરસ્‍યો હતો. શહેર સાથે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વાતાવરણ અચાનક બદલાયુ છે. વાલોઠી, બમરોલી, મુધિયારી અને ઊંચાપાન પાઠક જેવા વિસ્‍તારોમાં હળવા થી મધ્‍યમ ઝાપટાં પડતાં સવારની ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્‍યો હતો. અચાનક થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના જીવ અધ્‍ધર થઈ ગયા છે. વડોદરા જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ડભોઈ, શિનોર અને વાઘોડિયાના ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્‍યો હતો. કમોસમી વરસાદ ખેડૂતોમાં પાક નુકસાનીની ચિતા વધી છે. ઊભા પાકને મોટું નુક્‍સાન થવાની ખેડૂતોને ચિંતા છે.

  • છોટાઉદેપુર, ગોધરા, વડોદરા, દાહોદ, ભરૂચ, સુરત સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો.
  • કેરીના પાક પર પણ આ હવામાન ફેરફારની અસર થવાની શક્યતા વ્યક્ત થઈ છે.
  • ઈંટ ઉત્પાદકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે ખુલ્લી જગ્યામાં તૈયાર થતી કાચી ઈંટોને નુકસાન પહોંચે છે.
  • છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટ પછી અચાનક પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ ચિંતાનો વિષય બની રહ્યો છે.
  • ખેડૂતોને પાકની ગુણવત્તા અને ઉપજ પર સીધી અસર થવાની ભીતિ.
  • જનજીવન: તાપમાનમાં ઉતાર-ચઢાવ, અચાનક ઠંડી અને અસ્વસ્થતા.
  • ઉદ્યોગો: ઈંટ ઉત્પાદન અને અન્ય ખુલ્લા સ્થળે થતી પ્રવૃત્તિઓને નુકસાન.

તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. દાહોદ જિલ્‍લા સહિત આસપાસના વિસ્‍તારોમાં કમોસમી વરસાદ ત્રાટક્‍યો છે. દાહોદ, લીમડી, લીમખેડા, ઝાલોદ, ટાંડી, કારઠ, મીરાખેડી સહિત સિગવડ લીમખેડાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કમોસમી વરસાદ ખાબક્‍યો છે. કમોસમી વરસાદનું વીજળીના કડાકા સાથે આગમન થયું છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિતા સેવાઈ છે.

મોસમી વરસાદને લઈને ઠંડીમાં ચમકારો જોવા મળ્‍યો છે. ભરૂચના અંકલેશ્વરમાં ધીમીધારે કમોસમી વરસાદ વરસ્‍યો છે. બે દિવસથી થતા ઉકળાટ સામે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ છે. છોટાઉદેપુરના બોડેલીમાં વહેલી સવારે કમોસમી માવઠું ત્રાટક્‍યું છે. વહેલી સવારે વીજળીના ગરજ સાથે માવઠું પડ્‍યું છે. બોડેલી, ઢોકલીયા, અલીપુરા સહીત આસપાસના વિસ્‍તારોમાં કમોસમી માવઠું જોવા મળ્‍યું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.