Western Times News

Gujarati News

ભારત અને ઈઝરાયેલ બંને દેશોએ કઈ કઈ સમજૂતીઓ કરી?

PM મોદી અને નેતન્યાહૂની બેઠકમાં એમઓયુ પર હસ્તાક્ષર -રક્ષા, વેપાર, કૃષિ સહિતના ક્ષેત્રોમાં ભાગીદારી વધશે

૧… સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો ઃ બંને દેશોએ પોતાની ભાગીદારીને ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ (વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી) તરીકે જાહેર કરવાની સમજૂતી કરી લીધી છે. વડાપ્રધાને આ સેન્ટરની સંખ્યા ૧૦૦ સુધી પહોંચાડવાની જાહેરાત કરી છે.

૨… ક્રિટિકલ એન્ડ ઇર્મજિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ ઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે.

૩… સેન્ટર ઓફ એક્સેલન્સ અને વિલેજ ઓફ એક્સેલન્સ ઃ ભારતમાં ઇઝરાયેલના સહયોગથી ચાલતા સેન્ટર ઓફ એક્સેલન્સની સંખ્યા વધારીને ૧૦૦ સુધી લઈ જવાનો અને વિલેજ ઓફ એક્સેલન્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

૪… ઇન્ડિયા ઇઝરાયેલ એકેડેમિક ફોરમ ઃ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બંને દેશોના જોડાણ માટે આ ફોરમની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે.

૫… વિવિધ ક્ષેત્રોમાં એમઓયુ ઃ રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અનેક એમઓયુ (સમજૂતી પત્રો) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

૬… આતંકવાદ વિરુદ્ધ સહયોગ ઃ આતંકવાદનો સામનો કરવા માટે ખભેખભા મિલાવીને કામ કરવાની અને આંતરરાષ્ટ્રીય મંચ પર એકબીજાને સહકાર આપવાની સમજૂતી થઈ છે.

(એજન્સી)જેરુસલેમ, ઈઝરાયેલ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે બેઠક યોજાઈને અનેક મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને નેતાઓ વચ્ચે આજે (૨૬ ફેબ્રુઆરી) મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ સહિત અનેક સેક્ટરોમાં સહયોગ વધારવા મુદ્દે વાતચીત કરવામાં આવી છે. ત્યારબાદ બંને નેતાઓએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે.

બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ નેતન્યાહૂને પોતાના મિત્ર કહીને સંબોધનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે, તેમણે અને ભારતીય ડેલિગેશને ઈઝરાયલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવા હૃદયપૂર્વક આભાર વ્યક્ત વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું કે, ‘મને ૯ વર્ષ પહેલા વડાપ્રધાન તરીકે ઈઝરાયલ આવવાની તક મળી હતી, ત્યારે આ મારો બીજો ભાવુકતાભર્યો પ્રવાસ છે. ગઈકાલે મને સંસદમાં સંબોધન કરવાની તક મળી, મને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ આપીને મારું સન્માન કરવામાં આવ્યું. આ બદલ હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. હું ઈઝરાયેલ દ્વારા કરાયેલા સન્માનને ૧૪૦ કરોડ ભારતીયો અને ભારત-ઈઝરાયલ મિત્રતાને સમર્પિત કરું છું.’

વડાપ્રધાને સંબોધમાં અનેક સમજૂતીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે, બંને દેશોના સંબંધો તમામ કસોટીઓમાં સફળ થયા છે. તેમણે ભવિષ્યમાં બંને દેશો વચ્ચે થનારી સમજૂતીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં ‘ટેકનોલોજી’ને વધુમાં વધુ મહત્ત્વ આપીને તેમાં ભાગીદારી વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

બેઠકમાં બંને નેતાઓ વચ્ચે (૧) સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો, (૨) ક્રિટિકલ એન્ડ ઇર્મજિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ, (૩) સેન્ટર ઓફ એક્સેલન્સ અને વિલેજ ઓફ એક્સેલન્સ, (૪) ઇન્ડિયા ઇઝરાયેલ એકેડેમિક ફોરમ, (૫) વિવિધ ક્ષેત્રોમાં ર્સ્ેં – રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ, (૬) આતંકવાદ વિરુદ્ધ સહયોગ વધારવા મુદ્દે સમજૂતી થઈ છે.

વડાપ્રધાને એવું પણ કહ્યું છે કે, બંને દેશો વચ્ચે ભવિષ્યમાં પણ અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર થશે, જેમાં ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત કેર ગિવર્સ સહયોગનો વિસ્તાર વધારાશે, ફ્યુચર રેડી ર્ફામિંગ અને ૈંસ્ઈઝ્ર કોરિડોર અને ૈં૨ેં૨ પ્રોજેક્ટ્‌સની પણ સમજૂતી કરવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું છે કે, ભારતમાં ઈઝરાયેલના સહયોગથી સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે, જેની સંખ્યા ૧૦૦ સુધી લઈ જવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ‘વિલેજ ઓફ એક્સેલન્સ’ પણ બનાવવામાં આવશે અને તેનાથી ઈઝરાયલની ટેકનલોજી ભારતના ગામડાઓ સુધી પહોંચશે, જેનાથી ભારતના લોકોને લાભ થશે. અમે ફ્યુચર રેડી ર્ફામિંગની દિશામાં આગળ વધીશું. આનાથી ખેતી પદ્ધતિને અનેકઘણો ફાયદો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.