Western Times News

Gujarati News

PM નરેન્દ્ર મોદીએ ઇતિહાસ રચ્યો: ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોઅરનો આંકડો પાર કર્યો

File Photo

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇતિહાસ રચ્યો છે. તેમણે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર ૧૦ કરોડ (૧૦૦ મિલિયન) ફોલોઅરનો આંકડો પાર કર્યો અને આવું કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા બન્યા છે. પીએમ મોદી ૨૦૧૪થી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને છેલ્લા ૧૦ વર્ષમાં તેમનું એકાઉન્ટ વિશ્વના નેતાઓમાં સૌથી વધુ આકર્ષક પ્લેટફોર્મ બની ગયું છે.

૨૦૧૪માં ઇન્સ્ટાગ્રામમાં જોડાનારા વડાપ્રધાન મોદીના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા વધુ ફોલોઅર્સ છે. તેમના ફોલોઅર્સની સંખ્યા ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણી છે, જેમના હાલમાં ૪૩.૨ મિલિયન ફોલોઅર્સ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ટોપ-૫ નેતાઓના સંયુક્ત ફોલોઅર્સની સંખ્યા પીએમ મોદીની વ્યક્તિગત સંખ્યા કરતા ઓછી છે.

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના ૧૫ મિલિયન ફોલોઅર્સ છે, બ્રાઝિલના રાષ્ટ્રપતિના ૧૪.૪ મિલિયન ફોલોઅર્સ છે, તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગનના ૧૧.૬ મિલિયન ફોલોઅર્સ છે અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર મેલાનિયાના ૬.૪ મિલિયન ફોલોઅર્સ છે.

આ આંકડા દર્શાવે છે કે પીએમ મોદીની વિશ્વમાં કેટલી લોકપ્રિયતા છે. ભારતમાં પીએમ મોદીનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાય છે. તેમના ફોલોઅર્સ અને અન્ય નેતાઓના ફોલોઅર્સ વચ્ચે મોટો તફાવત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.