હોર્મુઝની ખાડીમાં યુદ્ધના કારણે જો આ દરિયાઈ માર્ગ બંધ થયો તો દુનિયાભરમાં મોંઘવારીનો વિસ્ફોટ થશે!
દુબઈ/નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ગણાતી ‘હોર્મુઝની સામુદ્રધુની’ બંધ થવાની આશંકા સેવાઈ રહી છે. માત્ર 33 કિલોમીટર પહોળો આ માર્ગ સમગ્ર વિશ્વની આર્થિક નસ સમાન છે. ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે જો આ માર્ગ પર અવરોધ ઉભો થાય, તો વૈશ્વિક સ્તરે આર્થિક સુનામી આવી શકે છે.
Good informational video on what happens when the straight of Hormuz closes.
It closed yesterday. pic.twitter.com/9fseSH6AdX
— Syrian Girl (@Partisangirl) March 1, 2026
ભારત માટે ચિંતાનો વિષય: નિષ્ણાતોના મતે, ભારત તેના ક્રૂડ ઓઈલનો મોટો હિસ્સો ઈરાક, સાઉદી અરેબિયા અને કુવૈત પાસેથી આ માર્ગે મંગાવે છે. જો હોર્મુઝની ખાડી બંધ થાય, તો ભારતના ઈમ્પોર્ટ બિલમાં અબજો ડોલરનો વધારો થશે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. શેરબજારના વિશ્લેષકો આ સ્થિતિને ‘બ્લડી મન્ડે’ (લોહિયાળ સોમવાર) તરીકે જોઈ રહ્યા છે, જેમાં રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ જવાની ભીતિ છે.
વિકલ્પ શું છે? સાઉદી અરેબિયા અને યુએઈ પાસે કેટલીક પાઈપલાઈન છે જે આ માર્ગને બાયપાસ કરી શકે છે, પરંતુ તે હોર્મુઝ જેટલી ક્ષમતા ધરાવતી નથી. હાલમાં ઓપેક (OPEC+) દેશો તેલનું ઉત્પાદન વધારવા પર વિચાર કરી રહ્યા છે, પરંતુ ટ્રાન્સપોર્ટ માર્ગ બંધ હોવાની સ્થિતિમાં પુરવઠો પહોંચાડવો મુશ્કેલ બનશે.
