Western Times News

Gujarati News

વિધવા મહિલા પેન્શનની રકમમાંથી ડાકોર જતા પદયાત્રીઓ માટે માનવસેવાનું કાર્ય કરે છે

(પ્રતિનિધિ,) અમદાવાદ, શહેર ના ખોખરા વિસ્તારના ગોરના  કુવા પાસે કૃષ્ણા એપાર્ટમેન્ટ ખાતે ડાકોર જતા પદયાત્રીઓ માટે પોતાના વિઘવા પેન્શનમા થી યથાવત યોગ્ય વ્યવસ્થા કરીને જે માનવસેવા નુ કામ કરી રહા છે

તે જોઈએ તો  આ ૭૭ વર્ષ ની નિરાધાર વિધવા મહિલા નિરૂબેન ત્રિવેદી ને સલામ કરવાનુ મન થાય આજ ના સમય મા જયારે કોઈ કોઈ નુ નથી તેવા સમય પૂર્વ શિક્ષક નિરૂબેને માનવ સેવા ને પોતાનુ ધર્મ અને કર્મ બનાવ્યુ છે

હાલમા ભાદરવી પૂનમ ને લઈ ને  હજારો ભાવિક ભક્તો પદયાત્રીઓ ડાકોર તરફ પ્રસ્થાન કરી રહા છે ત્યારે ગૌર ના કુવા થી પસાર થતા પદયાત્રીઓ આ સેવા ભાવી મહિલા ની પ્રસાદી લેવાની ચુકતા નથી

દર વખત પોતાના પેન્શનની રકમમા થી જમા પુંજીમાથી પાણી,લીલી વરીયાળી,ફળફળાદી,સુકો નાસ્તો જેવી ચીજ વસ્તુઓ આપીને ધન્યતા અનુભવે છે કોઈ ભલે લાખો રૂપીયા નો ખર્ચ કરીને કેમ્પ લગાવે તેની સામે એક વિઘવા નિરાધાર મહિલાની સેવા પ્રશંશાને પાત્ર છે

તે નજીકના ગામડાંઓમાંથી લીલી વરીયાળી મોટા પ્રમાણમા લાવી પદયાત્રીઓને આપે છે જન સેવા ને પ્રભુ સેવા એ મંત્ર આ વિધવા મહિલાએ પોતાના જીવનમા સ્વીકાર કર્યો છે

ધન્ય છે આવી નિસ્વાર્થ  મહિલા નિરૂબેન નુ શિક્ષણ વિભાગ ના જી.સી.આર.ટી.ના નાયબ નિયામક ડો.પંકજ મિસ્ત્રી અને પૂર્વ મ્યુનિ.કાઉન્સિલર જ્યોર્જ ડાયસ ના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા તે સમયે સામાજિક આગેવાનો સર્વ શ્રી રાજેશ વાળા, નરેન્દ્રભાઈ પાઠક, શેખર રાજપુત, દુરઇ સ્વામી ગ્રામીણ, દિશા સોનવણે, મહેશભાઈ ઝીલપે, રાજુ મિસ્ત્રી, ભીમરાવ સોનવણે, દેવા મરાઠી, સુંદર કૃષ્ણા સ્વામી, સુરેશ વાધેલા વગેરે મોટી સંખ્યા મા ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.