Western Times News

Gujarati News

GST કલેક્શન ફેબ્રુ.માં ૮.૧% વધીને રૂ.૧.૮૩ લાખ કરોડ થયું

જીએસટી પેટે કુલ આવક રૂ. ૧.૩૬ લાખ કરોડ રહી

રૂ.૧૦,૨૮૬ કરોડ સાથે GST‌ ભંડોળમાં મહારાષ્ટ્રનો સર્વાેચ્ચ ફાળો પછીના રાજ્યોમાં કર્ણાટક અને ગુજરાત મોખરે

નવી દિલ્હી,ફેબ્›આરી મહિનામાં કેન્દ્ર સરકારની ગુડ્‌સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST‌) પેટે થતી વસુલાત વધીને રૂ. ૧.૮૩ લાખ કરોડ પહોંચી છે, જે અગાઉના મહિના કરતાં ૮.૧ ટકાનો વધારો દર્શાવે છે. રવિવારે જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ આ માહિતી આપવામાં આવી હતી.આ સાથે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૨૮ ફેબ્›આરી સુધીની કુલ ગ્રોસ GST‌ આવક રૂ. ૨૦.૨૭ લાખ કરોડ રહી છે, જે ગયા વર્ષની સરખામણીએ ૮.૩ ટકાનો વર્ષ-દર-વર્ષ વધારો નોંધાવે છે.

ફેબ્›આરી દરમિયાન કુલ રિફંડ રૂ. ૨૨,૫૯૫ કરોડ રહ્યા, જે ગયાવર્ષની સમાન મહિના કરતાં ૧૦.૨ ટકા વધુ છે. રિફંડની રકમ સમાયોજિત કર્યા બાદ, આ મહિનાની નેટ GST‌ આવક રૂ. ૧.૬૧ લાખ કરોડ રહી હોવાનું આંકડાઓમાં જણાવાયું છે.જીએસટી પેટે કુલ આવક રૂ. ૧.૩૬ લાખ કરોડ રહી છે, જેમાં ૫.૩ ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ, આયાતમાંથી આવક વધુ ઝડપથી વધી, જેમાં વસુલાત રૂ. ૪૭,૮૩૭ કરોડ સુધી પહોંચી, જે ૧૭.૨ ટકાનો વધારો દર્શાવે છે.

જો કે, નેટ સેસ આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. તે ગયા વર્ષે ફેબ્›આરીમાં રૂ. ૧૩,૪૮૧ કરોડ હતી, જ્યારે આ વર્ષે તે ઘટીને રૂ. ૫,૦૬૩ કરોડ રહી હોવાનું આંકડાઓ દર્શાવે છે.રાજ્યવાર પોસ્ટ-સેટલમેન્ટ GST‌ આવકમાં મિશ્ર પ્રવૃત્તિ જોવા મળી. ઔદ્યોગિક રાજ્યોમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ, જ્યારે કેટલાક નાના અને કુદરતી સંસાધનો પર આધારિત રાજ્યોમાં વસુલાતમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રે પ્રી-સેટલમેન્ટ આવકમાં રૂ. ૧૦,૨૮૬ કરોડ સાથે GST‌ ભંડોળમાં સર્વાેચ્ચ ફાળો આપ્યો. ત્યારબાદ વધુ યોગદાન આપનારા રાજ્યોમાં કર્ણાટક અને ગુજરાત મોખરે રહ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.