Western Times News

Gujarati News

‘અક્ષય ખન્ના રણવીર સિંહથી મોટો સ્ટાર છે ? ‘ : શોભા ડે

શોભા ડેએ ‘ધુરંધર’ના પ્રમોશન પર પ્રશ્નો ઉઠાવ્યા

અક્ષય ખન્નાના રોલ અને ડાન્સ મૂવ્સને ખૂબ જ વધારી-ચઢાવીને બતાવવામાં આવ્યા છે ઃ શોભા ડે

મુંબઈ,લેખિકા-કાલમિસ્ટ શોભા ડે એ ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાના રોલને લઈને થઈ રહેલી હાઈપ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. એક પોડકાસ્ટમાં તેમણે કહ્યું કે, અક્ષય ખન્નાના રોલ અને ડાન્સ મૂવ્સને ખૂબ જ વધારી-ચઢાવીને બતાવવામાં આવ્યા છે.શોભા ડે એ ‘રેડિફ ઓરિજિનલ્સ પોડકાસ્ટ’માં ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય શેર કરતા કહ્યું, ‘મને લાગ્યું કે જે પ્રકારનું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું, તે થોડું મેનિપ્યુલેટિવ હતું. એવું બતાવવામાં આવ્યું જાણે અક્ષય ખન્ના રણવીર કરતાં મોટા સ્ટાર હોય અને તેમણે આખી ફિલ્મને પોતાના દમ પર સંભાળી લીધી હોય.

તેમના ડાન્સને પણ ખાસ રીતે રજૂ કરવામાં આવ્યો. જોકે ડાન્સ ખરેખર શાનદાર હતો અને વાયરલ પણ થયો, પરંતુ તેને જે રીતે પ્રમોટ કરવામાં આવ્યો, તે સમજી-વિચારીને બનાવેલી રણનીતિ જેવું લાગ્યું.’ત્યાં જ, જ્યારે પોડકાસ્ટમાં ફિલ્મ ‘ધુરંધર’ને લઈને જ્યારે હૃતિક રોશનના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમાં તેણે કહ્યું હતું કે, તેને ફિલ્મ પસંદ આવી, પરંતુ તે તેની રાજનીતિથી સહમત નથી. શોભા ડે એ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી.તેમણે કહ્યું કે, ‘કોઈએ હૃતિકને પૂછ્યું ન હતું કે તે ફિલ્મના રાજકારણ સાથે સહમત છે કે નહીં. તેમના મતે, આ તેમની પોતાની પસંદગી હતી કે તેમણે આ પાસા પર ટિપ્પણી કરી.’

શોભા ડેએ હળવા અંદાજમાં કહ્યું કે, ‘જો તેઓ ઇચ્છતા, તો ફક્ત એટલું જ કહી શકતા હતા કે તેમને ફિલ્મ ગમી. રાજકારણ પર અભિપ્રાય આપવો જરૂરી નહોતો.’નોંધનીય છે કે, હૃતિકે ફિલ્મ જોયા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, તેને ફિલ્મની સ્ટોરીટેલિંગ ગમી. તેમણે કહ્યું હતું કે, તે ફિલ્મના રાજકારણ સાથે સહમત નથી, પરંતુ સિનેમાના વિદ્યાર્થી તરીકે તેણે તેમાંથી ઘણું શીખ્યું.હૃતિકે લખ્યું હતું કે, ‘મને સિનેમા ગમે છે. મને એવા લોકો ગમે છે, જે વાર્તામાં સંપૂર્ણપણે ડૂબી જાય છે. ‘ધુરંધર’ તેનું ઉદાહરણ છે. મને તેની વાર્તા કહેવાની રીત ગમી.

હું તેની રાજનીતિ સાથે સહમત નથી. તેમ છતાં તેને અવગણી શકાય નહીં.’જોકે, થોડા કલાકો પછી તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટિ્‌વટર) અને ઇન્સ્ટાગ્રામ પર ફરીથી પોસ્ટ કર્યું. તેણે ડિરેક્ટર આદિત્ય ધર અને એક્ટર રણવીર સિંહના વખાણ કર્યા. તેણે લખ્યું કે, ફિલ્મ હજુ પણ તેના મગજમાં ચાલી રહી છે.ફિલ્મ ‘ધુરંધર’ ૫ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. તેમાં રણવીર સિંહ એક ભારતીય જાસૂસ બન્યો હતો. રણવીર ઉપરાંત ફિલ્મમાં અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ અને આર માધવન પણ હતા. ફિલ્મે વિશ્વભરમાં ૧૩૦૦ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યાે હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.