Western Times News

Gujarati News

મનોરંજન ઉદ્યોગમાં સસ્ટેનેબિલિટી બાબતે ખરી જવાબદારીનો અભાવ છે: ભૂમિ

મુંબઈ, એક તરફ દેશ અને દુનિયા પર્યાવરણ, પુનઃપ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો અને તેમાં લાંબા ગાળાના તેમજ ટકાઉ પરિવર્તનો પર સતત કામ કરે છે, બીજી તરફ ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગમાં આજે પણ ઘણી બાબતોમાં આજે પણ પરંપરાગત અભિગમ સાથે જ કામ થાય છે.

તાજેતરમાં એક મેગેઝિન સાથેના ઇન્ટરવ્યુમાં ભૂમિ પેડનેકરે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભૂમિએ મનોરંજન ઉદ્યોગમાં સસ્ટેનેબિલિટી અંગે વધુ જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેણે જણાવ્યું કે લાંબા ગાળાના પરિવર્તન માટે વ્યવસ્થિત અને જવાબદાર પગલાં લેવા અત્યંત જરૂરી છે.

તેણે ચોક્કસ ધારા ધોરણો અને પારદર્શકતાના અભાવ વિશે પણ વાત કરી હતી.ભૂમિએ કહ્યું,“મને લાગે છે કે પહેલું પગલું જવાબદારી છે. હાલમાં ખાસ કરીને વિવિધ ઉદ્યોગોના સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ બાબતે ખરેખર અભાવ છે, જે મારા મતે અત્યંત મહત્વનું છે. હકીકત તો એ છે કે આપણી ઇન્ડસ્ટ્રી ઘણી હદ સુધી ઘણી બેજવાબદાર છે, પ્લાસ્ટિક અને અન્ય પર્યાવરણને નુકસાન કરે એવી સામગ્રીનો વ્યાપક ઉપયોગ થાય છે.

પરંતુ જો આપણે અસરકારક રીતે રિસાયક્લિંગ શરૂ કરીએ અને કાર્બન ફૂટપ્રિન્ટ, રિસાયક્લેબિલિટી અને રિયૂઝેબિલિટી જેવી બાબતો પર યોગ્ય ડેટા જાળવીએ, તો લોકો તેની અસરો અંગે વધુ સ્પષ્ટ સમજ મેળવી શકશે. આવી જાગૃતિ એક ઉત્તમ શરૂઆત બની શકે.”હાલ ફિલ્મ નિર્માણમાં પર્યાવરણની દૃષ્ટિએ જવાબદારીભર્યા પગલાં અંગે ચાલી રહેલી ચર્ચાઓ છે, જેમાં સેટ પર કચરાના સંચાલન અને સંસાધનોના ઉપયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

ભૂમિએ કહ્યું, હવે હિન્દી સિનેમા પરફેક્શન કરતાં ઓથેન્ટિસિટીને વધુ મહત્વ આપે છે સ્ક્રીન પર અને બહાર બંને રીતે. બિલકુલ! મને લાગે છે કે આજનું બોલિવૂડ ખરેખર ઓથેન્ટિસિટીની ઉજવણી કરે છે કારણ કે દર્શકો એ જ ઇચ્છે છે. મેં આ વાત પોતે જ અનુભવી છે; હું શીખી છું અને તેમાંથી સમજ્યું છે કે પોતાના સાચા સ્વરૂપમાં રહેવાથી વધુ મહત્વનું કંઈ નથી.

સામાન્ય રીતે કલાકારોને કન્વેયર બેલ્ટ પરથી નીકળતા પ્રોડક્ટ્‌સ જેવી રીતે ટ્રીટ કરવામાં આવતાં હતાં. પરંતુ મને લાગે છે કે હવે હું અને મારા સાથી કલાકારો આ માળખું તોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હા, મારી પોતાની વ્યક્તિગત સફર રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.