Western Times News

Gujarati News

વેનેઝુએલા ખાણોમાંથી ૧,૦૦૦ કિલો સોનું યુએસ બજારમાં ઠાલવવા તૈયાર

કરાકાસ, આખી દુનિયાની નજર અત્યારે મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ પર છે. આ યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. આ વાતાવરણમાં ક્‰ડ ઓઈલ અને સોનાના ભાવમાં તિવ્ર ઊછાળો જોવા મળે છે.

આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાએ વેનેઝુએલામાં ક્‰ડ ઓઈલ પછી હવે સોના પર કબજો કરવાનો તખ્તો ઘડી લીધો છે. અમેરિકાએ વેનેઝુએલા સાથે એક મોટો સોદા પર હસ્તાક્ષર કર્યાે છે, જેના ભાગરૂપે વેનેઝુએલા અમેરિકાને ૧,૦૦૦ કિલો સોનું વેચવા તૈયાર થઈ ગયું છે.વેનેઝુએલાની સરકારી ખાણ કંપની મિનર્વેને અમેરિકા માટે સોનાના મોટા સોદા પર હસ્તાક્ષર કર્યા છે.

એક રિપોર્ટ મુજબ આ કરાર હેઠળ વેનેઝુએલા ૬૫૦થી ૧,૦૦૦ કિલો સુધીનું ગોલ્ડ ડોર અમેરિકન બજારમાં વેચવા તૈયાર થઈ ગયું છે. રિપોર્ટ મુજબ આ સોનું દુનિયાની મોટી કોમોડિટી ટ્રેડિંગ કંપની ટ્રાફિગોરાને અપાશે. ટ્રાફિગોરા આ સોનાને અમેરિકન રિફાઈનરીઓ સુધી પહોંચાડશે, જેના માટે અમેરિકન સરકાર સાથે અલગથી વ્યવસ્થા કરાઈ છે.

અમેરિકા વેનેઝુએલા પાસેથી આ સોનું ખરીદશે અને તેને ડોલર આપશે. હાલમાં અમેરિકન બજારમાં એક કિલો શુદ્ધ સોનાની કિંમત અંદાજે ૧,૬૬,૦૦૦ ડોલર છે. આ ડીલમાં અમેરિકાના ગૃહમંત્રી ડગ બર્ગમે મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ તાજેતરમાં જ રાજધાની કારાકાસ પહોંચ્યા હતા અને વેનેઝુએલા સાથે ક્‰ડ ઓઈલ તથા ખનીજ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વાતચીત કરી હતી.

અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીનું અપહરણ કરી અમેરિકા લઈ ગયા પછી વેનેઝુએલામાં ડેલ્સી રોડ્રિગ્સે પ્રમુખપદ સંભાળ્યું છે.

પ્રમુખ ડેલ્સીએ બદલાયેલા ભૂ-રાજકીય અને આર્થિક વાતાવરણમાં અમેરિકા સાથે સંબંધો સુધારવા પર ભાર મૂક્યો છે. બીજીબાજુ ટ્રમ્પે પણ વેનેઝુએલાના ક્‰ડ ઓઈલ પર નિયંત્રણ મેળવ્યા પછી હવે તેના સોના પર નજર દોડાવી છે. સોનાની વર્તમાન બજાર કિંમત પર નજર કરીએ તો એક કિલો સોનાની કિંમત અંદાજે ૧.૬૬ લાખ ડોલર (અંદાજે રૂ. ૧.૩ કરોડ) છે.

આ દૃષ્ટિએ ૧,૦૦૦ કિલો સોનાની આ ડીલ કરોડો ડોલરની હોઈ શકે છે. આ સોદો એવા સમયે થયો છે જ્યારે દુનિયામાં આર્થિક અનિશ્ચિતતા અને યુદ્ધ જેવી સ્થિતિના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે.સૂત્રો મુજબ ટ્રમ્પ સરકારના નિરીક્ષણમાં વેનેઝુએલાના સંશાધનો અંગે આ ત્રીજો સૌથી મોટો એક્સટ્રેક્શન કોન્ટ્રાક્ટ કરાયો છે. આ પહેલાં ટ્રમ્પ સરકારે ક્‰ડ ઓઈલ સંબંધિત અબજો ડોલરની સમજૂતી કરી છે.

જોકે, ટ્રમ્પ સરકાર અને વેનેઝુએલા વચ્ચે થયેલા સોનાના સોદા અંગે અમેરિકામાં વિવાદ શરૂ થઈ ગયો છે. અમેરિકાના કેટલાક સાંસદો અને વિપક્ષના નેતાઓએ પ્રમુખ ટ્રમ્પ પર વેનેઝુએલાના પ્રાકૃતિક સંશાધનો પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવાનો આક્ષેપ કર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.