કોણ છે અદિતિ હુંડિયા? જે T20 વર્લ્ડ કપ સેલિબ્રેશનમાં ઈશાન કિશન સાથે જોવા મળી
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ જ્યારે આખી ટીમ ઇન્ડિયા ઉજવણી કરી રહી હતી, ત્યારે ઈશાન કિશન તેની ખાસ મહિલા મિત્ર અદિતિ હુંડિયા સાથે જોવા મળ્યો હતો. બંનેના વીડિયો અને ફોટા વાયરલ થતા જ ચાહકોમાં ‘ભાભી’ તરીકે ઓળખાતી અદિતિ વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે.
પ્રોફેશનલ મોડલ અને બ્યુટી ક્વીન
અદિતિ હુંડિયા મૂળ રાજસ્થાનના જયપુરની રહેવાસી છે. તે ગ્લેમર વર્લ્ડનું જાણીતું નામ છે:
-
બ્યુટી પેજન્ટ: અદિતિ ૨૦૧૭માં ફેમિના મિસ ઇન્ડિયાની ફાઈનાલિસ્ટ રહી ચુકી છે.
-
View this post on Instagram
-
મિસ દિવા સુપ્રાનેશનલ: ૨૦૧૮માં તેણે ‘મિસ દિવા સુપ્રાનેશનલ’નો ખિતાબ જીત્યો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
-
સોશિયલ મીડિયા સ્ટાર: ઇન્સ્ટાગ્રામ પર તેના ૩.૫ લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે તેની સ્ટાઈલિશ તસવીરો શેર કરતી રહે છે.
સફળ ઉદ્યોગસાહસિક (Entrepreneur)
માત્ર મોડલિંગ જ નહીં, અદિતિ એક બિઝનેસવુમન પણ છે. તેણે ૨૦૨૧માં પોતાની ફેશન બ્રાન્ડ ‘Label Aditi Hundia’ શરૂ કરી હતી, જે કપડાંના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
View this post on Instagram
ઈશાન અને અદિતિની મુલાકાત ક્યારે થઈ?
બંને વચ્ચેના સંબંધોની ચર્ચા વર્ષ ૨૦૧૯થી ચાલી રહી છે. આઈપીએલ (IPL) મેચો દરમિયાન અદિતિ ઘણીવાર મુંબઈ ઇન્ડિયન્સ અને ઈશાન કિશનને ચીયર કરતી જોવા મળતી હતી. ત્યારે તેને ‘મિસ્ટ્રી ગર્લ’ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. જોકે, ફેબ્રુઆરી ૨૦૨૬માં ઈશાનના દાદા અનુરાગ પાંડેએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે અદિતિ ઈશાનની ગર્લફ્રેન્ડ છે અને પરિવારને આ સંબંધ મંજૂર છે.
તાજેતરમાં જ ઈશાનની માતા સુચિત્રા દેવીએ જણાવ્યું હતું કે, હાલમાં ઈશાનનું સંપૂર્ણ ધ્યાન તેની ક્રિકેટ કારકિર્દી પર છે. લગ્નને લઈને અત્યારે કોઈ ઉતાવળ નથી, પરંતુ અદિતિ પરિવારનો એક હિસ્સો બની ચુકી હોય તેમ વર્લ્ડ કપની ઉજવણીમાં સાથે જોવા મળી હતી.
