Western Times News

Gujarati News

મોબાઈલના આભાસી વિશ્વ વચ્ચે સ્કાઉટ્સ-ગાઈડ્સના યુવાનો રાષ્ટ્ર અને પ્રકૃતિની સેવામાં કાર્યરત: રાજ્યપાલ

સેવા, શિસ્ત અને સંસ્કાર જ યુવા જીવનનો સાચો શણગાર; સ્કાઉટ્સ-ગાઈડ્સ પ્રવૃત્તિ રાષ્ટ્રનિર્માણની પાઠશાળા: રાજ્યપાલ

નાની ઉંમરે રચાયેલો સ્વભાવ જ આજીવન વ્યક્તિત્વની ઓળખ બને છેભૂલો છુપાવવાને બદલે પારદર્શક બનવા યુવાનોને રાજ્યપાલશ્રીની શીખ

વૃક્ષારોપણ અને વ્યસનમુક્તિને જીવનનો હિસ્સો બનાવવા રાજ્યપાલશ્રીનું આહવાન

ગાંધીનગર,  લોકભવન ખાતે આયોજિત ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ‘ ના રાજ્ય સન્માન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્કાઉટ્સ-ગાઈડ્સ અને રોવર-રેન્જર્સને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.

      આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કેઆજની યુવા પેઢી જ્યારે મોબાઈલટીવી અને અન્ય વ્યસનોના પ્રભાવ હેઠળ છેત્યારે સ્કાઉટ્સ-ગાઈડ્સની આ શિસ્તબદ્ધ ટીમમાં જોડાયેલા બાળકો ખરેખર ભાગ્યશાળી છે. નાની ઉંમરે જ્યારે તમે વૃક્ષારોપણસ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા કાર્યો સાથે જોડાવ છોત્યારે તે તમારા જીવનનો હિસ્સો અને સ્વભાવ બની જાય છે. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે બાળપણમાં બનેલો સ્વભાવ અંતિમ શ્વાસ સુધી બદલાતો નથી.

      કિશોરાવસ્થામાં થતા શારીરિક અને માનસિક પરિવર્તનો વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપ્યું કેસાતમા ધોરણથી લઈને કોલેજ સુધીની આ ઉંમર અત્યંત સંવેદનશીલ હોય છે. આ ઉંમરે બાળકો હૃદયથી વધુ અને મગજથી ઓછું વિચારે છે. જે બાળક પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખી વિવેકબુદ્ધિથી નિર્ણય લે છેતે જ બધાથી અલગ તરી આવે છે અને સફળતાના શિખરો સર કરે છે.

      રાજ્યપાલશ્રીએ બાળકોને નિર્ભય અને પારદર્શક બનવાની શીખ આપતા કહ્યું કેમનુષ્ય હોવાને નાતે ભૂલ થવી સ્વાભાવિક છેપરંતુ ભૂલને છુપાવવી એ અપરાધના માર્ગે જવાનું પ્રથમ પગલું છે. જે ક્ષણે તમે ભૂલ છુપાવો છોતે ક્ષણે તમે અપરાધી બનવાનું બીજ વાવો છો. કોઈ પણ ભૂલ થાય તો તમારા માતા-પિતા કે ગુરુજનોને નિસંકોચ જણાવી દો. તેનાથી તમારા મનનો બોજ હળવો થશે અને તમે ખોટા માર્ગે જવાથી બચી જશો.

      કર્મ જ ધર્મ‘ ના સૂત્રને સમજાવતા રાજ્યપાલશ્રીએ કહ્યું કેઆળસ એ મનુષ્યના શરીરનો સૌથી મોટો શત્રુ છે. સૂતેલા સિંહના મોઢામાં હરણ પોતે આવીને પ્રવેશતું નથીતેને પણ શિકાર માટે પરિશ્રમ કરવો પડે છે. તેવી જ રીતેજીવનમાં શૈક્ષણિક કે સામાજિક ક્ષેત્રે સફળ થવા માટે તપસ્વી જીવન અને સખત મહેનત અનિવાર્ય છે.

      રાજ્યપાલશ્રીએ વ્યસનમુક્તિ અને શુદ્ધ આહાર પર ભાર મૂકતા જણાવ્યું કેઆજની યુવા પેઢી જંક ફૂડ અને વ્યસનો તરફ વળી રહી છેજે કેન્સર અને હાર્ટ એટેક જેવી બીમારીઓને આમંત્રણ આપે છે. માતાના હાથે બનેલું શુદ્ધ ભોજન જ સ્વાસ્થ્યનો સાચો આધાર છે. તેમણે ઉમેર્યું કેઆપણે માત્ર ૩ વર્ષ એક વૃક્ષને ઉછેરવાનું છેપછી તે વૃક્ષ આજીવન આપણને ઓક્સિજન આપે છે. પથ્થર મારનારને પણ ફળ આપનારા વૃક્ષો પાસેથી આપણે પરોપકારની ભાવના શીખવી જોઈએ.

      આ પ્રસંગે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કેરાજ્યપાલશ્રીએ માત્ર લોકભવનમાં રહીને જ નહીંપરંતુ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં જઈનેગરીબ-ખેડૂતોના ઘરે તેમની સાથે ભોજન લઈગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં રોકાઈને પ્રાકૃતિક ખેતીનો જે પ્રસાર કરી રહ્યા છે,  તે અભૂતપૂર્વ છે.

       તેમણે ઉમેર્યું કેઅમદાવાદ ખાતે સ્કાઉટ-ગાઈડનું વિશાળ કોમ્યુનિટી હોલનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કેસ્કાઉટ્સ ગાઈડ્સ પ્રવૃત્તિ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સૌનો સાથસૌનો વિકાસ‘ ના મંત્રને ચરિતાર્થ કરે છે.

       ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સના રાજ્ય આયુક્ત (સ્કાઉટ) શ્રી હસમુખભાઈ મોદીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કેરાજ્યમાં અંદાજે 40,000 સ્કાઉટ્સ-ગાઈડ્સ કાર્યરત છે. વર્ષ 2025-26 માટે કુલ 1,872 સ્કાઉટ-ગાઈડ્સે રાજ્ય પુરસ્કારની સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં 1,032 સ્કાઉટ્સ19 રોવર અને 799 ગાઈડ્સનો સમાવેશ થાય છે. આજના સમારોહમાં 17 જિલ્લાના કુલ 815 બાળકો પ્રત્યક્ષ રીતે સહભાગી થયા છે. તેમણે ઉમેર્યું કેઆ સંસ્થા બાળકોમાં શિસ્તસેવાકરુણાનેતૃત્વ અને રાષ્ટ્રભાવ જેવા ગુણોનું સિંચન કરે છે. આ અવસરે સ્કાઉટ્સ-ગાઈડ્સ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.

      આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના રાજ્યના મુખ્ય કમિશનર શ્રી સવિતાબેન પટેલવાઈસ પેટ્રન અને ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કલ્પેશભાઈ ઝવેરીરાજ્ય આયુક્ત (ગાઈડ) શ્રી અંજનાબેન ચૌધરીઉપાધ્યક્ષ શ્રી દિલીપભાઈ ચૌધરીઉપાધ્યક્ષ શ્રી ડાહ્યાભાઈ પટેલ તેમજ રાજ્ય કોષાધ્યક્ષ શ્રી છનાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.