Western Times News

Gujarati News

વિશ્વ ડેન્ગ્યુ દિવસ અંતર્ગત માંડલના પ્રાથમિક આરોગ્ય ટ્રેંન્ટ ખાતે રેલી યોજાઈ

ટ્રેંન્ટ આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોથી બચવા અને સાવચેતી રાખવા ગ્રામજનોને અપીલ

૧૬ મે, વિશ્વ ડેન્ગ્યુ દિવસ અંતર્ગત માંડલના પ્રાથમિક આરોગ્ય ટ્રેંન્ટ ખાતે રેલી યોજાઈ, જેમાં, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ, આશા વર્કર્સ અને સ્થાનિક આગેવાનોએ જોડાઈને ડેન્ગ્યુ થી ફેલાનાર બીમારીઓ અને તેના નિવારક ઉપાયો થી ગ્રામજનોને જાગૃત કર્યા હતા.

રેલી દરમિયાન “મચ્છર મુક્ત ગુજરાત”, “ડેન્ગ્યુથી બચો-સાવચેતી રાખો” જેવા વિવિધ લોકજાગૃતિના સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગ્રામજનોને ડેન્ગ્યુના લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા બાબતે પત્રિકા વિતરણ કરી સમજણ આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડેન્ગ્યુનું મચ્છર ચોખ્ખા પાણીમાં જન્મે છે, તેથી અઠવાડિયામાં એકવાર ઘરના તમામ પાણીના પાત્રો સાફ કરી સુકવવા અને તથા સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો એ ડેન્ગ્યુ સામેનાં રક્ષણ માટે શ્રેષ્ઠ ઉપાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.