Western Times News

Gujarati News

દહેજ PCPIR ખાતે પ્રદૂષિત પાણીના અસરકારક નિકાલ માટે 475 કરોડના એફ્લુઅન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે

જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ખર્ચે રોડસ્ટોર્મ વોટર ડ્રેન નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેનની સુવિધાઓથી ફાર્મા ક્લસ્ટરના વિકાસને મળશે નવી ગતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 5 જૂન, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

દક્ષિણ ગુજરાત પ્રદેશના વિકાસને વેગ આપતાં આ વિકાસકાર્યોમાં GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) હેઠળ ₹1063.43 કરોડના ખર્ચે 8 પ્રોજેક્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ અંતર્ગત ભરૂચને ₹894 કરોડથી વધુના અને વલસાડને ₹169.3 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ મળવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરપ્રદૂષિત પાણીના નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.

વડાપ્રધાન ભરૂચમાં ₹894 કરોડથી વધુના 6 GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત હંમેશા મોખરે રહ્યું છેજેમાં ભરૂચ જિલ્લો કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ માટેના મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરી આવ્યો છે. ભરૂચની ઔદ્યોગિક ક્ષમતાને વધુ સશક્ત બનાવવા માટેના પ્રયાસોના ભાગરૂપેવડાપ્રધાનશ્રી ₹894 કરોડથી વધુના 6 જીઆઈડીસી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

દહેજ PCPIR ઔદ્યોગિક ક્લસ્ટરમાં સાયખા પમ્પિંગ સ્ટેશનથી દહેજ ના લેન્ડ ફોલ પોઇન્ટ સુધી 90 MLD ક્ષમતાની ઑફશોર અને ઑનશોર એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તેમાં 5 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) સાથે સિવિલ સ્ટ્રક્ચર્સઇલેક્ટ્રો-મિકેનિકલ કમ્પોનન્ટ્સ અને પીએલસી સ્કાડા (PLC SCADA) સિસ્ટમ્સની ડિઝાઇનઇરેક્શનટેસ્ટિંગ અને કમિશનિંગનો સમાવેશ થાય છે. ₹474.61 કરોડના આ પ્રોજેક્ટથી દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના નિકાલ અને વ્યવસ્થાપનને વધુ મજબૂતી મળશે.

 ઉલ્લેખનીય છે કેદહેજ પીસીપીઆઈઆર વિસ્તારમાં મુખ્યત્વે રાસાયણિકટેક્સટાઈલફાર્માડાઈઝ અને ઈન્ટરમીડીયેટઈજનેરી ઉદ્યોગોના વિકાસ માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. હાલમાં આ વિસ્તારમાં 1,000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.

આ ઉપરાંતભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડસ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી મહત્વપૂર્ણ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ₹274.96 કરોડના ખર્ચે હાથ ધરાયેલ આ પ્રોજેક્ટથી બલ્ક ડ્રગ પાર્કના માળખાકીય વિકાસને વેગ મળશે.

વડાપ્રધાનશ્રી દહેજ-2 ઔદ્યોગિક વસાહત માટે ૩૦ એમએલડી (MLD) ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કેદહેજ-2 ઔદ્યોગિક વસાહતમાં સુવા પમ્પિંગ સ્ટેશનથી અંતિમ પમ્પિંગ સ્ટેશન Z-93 સુધી રાઇઝિંગ મેઇન સાથે 30 MLD ક્ષમતાનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી ઔદ્યોગિક ડ્રેનેજ વ્યવસ્થાપન વધુ કાર્યક્ષમ બનશે તેમજ સંકલિત એફ્લુઅન્ટ વહન નેટવર્કને મજબૂતી મળશે.

આ ઉપરાંતપાનોલી વિસ્તરણ ઔદ્યોગિક વસાહતમાં ફ્લેક્સિબલ રોડ પેવમેન્ટક્રોસ ડ્રેનેજ વર્કપાણી પુરવઠા નેટવર્કકમ્પાઉન્ડ વૉલપેવર બ્લોકવૃક્ષારોપણ અને સ્ટ્રીટ લાઇટ સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. આ વિકાસકાર્યોથી ઔદ્યોગિક વસાહતમાં વધુ સારી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે.

અન્ય પ્રોજેક્ટ્સમાં અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન પર ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી પ્રદૂષિત પાણીનું કાર્યક્ષમ વહન તો થશેસાથે જ પર્યાવરણીય ધોરણોનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થશે.

આ ઉપરાંતદહેજ-1 ઔદ્યોગિક વસાહતની વરસાદી પાણી વહનની ક્ષમતા સુધારવાપાણી ભરાવાના જોખમો ઘટાડવા અને વસાહતના સમગ્ર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના માળખાને મજબૂત કરવા માટે નેચરલ ડ્રેઇન-2નું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.

*વલસાડમાં ₹169 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ*

વલસાડ જિલ્લાના સરીગામ ખાતે વડાપ્રધાનશ્રી GIDCના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ અંતર્ગત સરીગામ સ્થિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની ક્ષમતા 15 MLDથી વધારીને 25 MLD કરવામાં આવી છેજેનાથી પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં વધારો થશે અને પર્યાવરણ ધોરણોનું અસરકારક પાલન સુનિશ્ચિત થશે. આ પ્રોજેક્ટમાં ડિઝાઇનએન્જિનિયરિંગપ્રોક્યોરમેન્ટકન્સ્ટ્રક્શનકમિશનિંગટેસ્ટિંગટ્રાયલ રન અને ઓપરેશનમેન્ટેનન્સ અને રિપેરિંગની કામગીરીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંતસરીગામ ઔદ્યોગિક વસાહતમાં સમ્પ અને પમ્પિંગ સ્ટેશન સાથે એચડીપીઈ (HDPE) ઑનશોર અને ઑફશોર આઉટફૉલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ પમ્પિંગ સ્ટેશનથી લેન્ડફોલ ચેમ્બર અને ઊંડા સમુદ્રમાં નિકાલના સ્થળ સુધી એચડીપીઈ ઑનશોર અને ઑફશોર પાઇપલાઇન નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.