દુનિયા જોતી રહી ગઈ! યુ્ધ્ધના સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ ૭.૮ ટકા
AI Image
આ આંકડા સાથે જ ભારતે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે
નવી દિલ્હી, તા.૫ જયારે આખી દુનિયા રશિયા-યુક્રેન કે મિડલ ઈસ્ટના તણાવ, કાચા તેલના ભડકે બળતા ભાવ અને આર્થિક મંદીના ડરથી ધ્રૂજી રહી છે, ત્યારે ભારતીય અર્થતંત્રે તમામ આશંકાઓને ફગાવીને એક એવી મજબૂતી બતાવી છે, જેણે મોટા-મોટા આર્થિક નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે.
સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૬) ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૭.૮% નોંધાયો છે. આ આંકડો એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે દેશ-વિદેશના મોટાભાગના અર્થશાસ્ત્રીઓ આ ક્વાર્ટરમાં આટલા મોટા ઉછાળાની આશા નહોતા રાખતા.
મોટા ભાગની રેટિંગ એજન્સીઓ તથા આર્થિક નિષ્ણાતોએ ૭થી ૭.૨ ટકા સુધી GDP વિકાસ દર રહેવાની આશા વ્યક્ત કરી હતી. જોકે આ તમામ અનુમાન ખોટા સાબિત થયા છે.
ભારતનું આખા નાણાકીય વર્ષ (FY26)નું પરિણામ પણ અદ્ભુત રહ્યું છે. જો સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની વાત કરીએ તો ભારતનો રિયલ જીડીપી ગ્રોથ રેટ ૭.७% રહ્યો છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ (FY25)માં આ ગ્રોથ રેટ ૭.૧% હતો, જે દર્શાવે છે કે ભારતની સ્પીડ ઘટી નથી પરંતુ સતત વધી રહી છે. આ આંકડા સાથે જ ભારતે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે.
મુખ્ય ચાલક બળો:
-
સરકારી મૂડી ખર્ચ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ரோડ અને રેલવે જેવા ક્ષેત્રોમાં સરકાર દ્વારા મોટા પાયે થઈ રહેલું રોકાણ.
-
વધતો વપરાશ: સ્થાનિક બજારમાં લોકોની ખરીદી કરવાની ક્ષમતા અને ટ્રેન્ડમાં જોવા મળેલો સુધારો.
-
મજબૂત સર્વિસ સેક્ટર: ભારતનું આઈટી અને સર્વિસ સેક્ટર ગ્લોબલ પ્રેશર વચ્ચે પણ અડીખમ ઊભું છે.
એક તરફ જ્યાં અત્યારના આંકડા ઉત્સાહ વધારે તેવા છે, ત્યાં જ અર્થશાસ્ત્રીઓએ આવનારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ (FY27) માટે કેટલીક ચેતવણીઓ પણ આપી છે. ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતા અને નબળી વૈશ્વિક માંગ આગામી સમયમાં ભારતની ગતિ ધીમી કરી શકે છે.
ભારત માટે સૌથી મોટો માઈનસ પોઈન્ટ એ છે કે દેશ પોતાની જરૂરિયાતનું ૮૦% કરતા વધુ કાચું તેલ વિદેશથી આયાત કરે છે. મિડલ ઈસ્ટમાં ચાલતો તણાવ જો વધે અને સપ્લાય ચેઈન ખોરવાય તો બ્રેન્ટ ક્રૂડના ભાવ આસમાને પહોંચી શકે છે. જો આવું થશે તો ભારતની મોંઘવારી, વેપાર ખાધ અને આર્થિક ગ્રોથ પર તેની સીધી અને નકારાત્મક અસર જોવા મળી શકે છે.
