અમેરિકન સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલા ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ અને રડારને ભારે નુકસાન પહોંચાડ્યું
ઈરાને કુવૈત, બહેરીન અને જોર્ડનને મિસાઈલોથી હચમચાવ્યા
નવી દિલ્હી, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે સીધી અને ખુલ્લી સૈન્ય અથડામણમાં ફેરવાઈ ગયો છે. અમેરિકન વાયુસેના અને નૌસેના દ્વારા કરવામાં આવેલા આક્રમક હુમલાના જવાબમાં હવે ઈરાને પણ ખાડી ક્ષેત્રમાં મોજુદ અમેરિકાના સૈન્ય મથકો પર જોરદાર જવાબી હુમલા શરૂ કરી દીધા છે. તેણે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને હચમચાવવાનું શરૂ કર્યું છે. બંને દેશોમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. આ દરમિયાન જોર્ડનમાં એફ ૩૫ના હેંગરને પણ નષ્ટ કર્યાની માહિતી સામે આવી છે. ઈરાની સૈન્ય કમાને દાવો કર્યાે છે કે દક્ષિણ ઈરાનમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી આક્રમકતાના જવાબમાં આ મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે.
બંને શક્તિશાળી દેશો વચ્ચે શરૂ થયેલા આ હુમલા અને વળતા હુમલાના કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.ઈરાનની સર્વાેચ્ચ સૈન્ય કમાન ‘ખાતમ અલ-અંબિયા’ એ સત્તાવાર રીતે દાવો કર્યાે છે કે દક્ષિણ ઈરાનમાં અમેરિકાના “આક્રમક પગલાં” ના જવાબમાં કુવૈત અને બહેરીનમાં આવેલા કેટલાક અમેરિકન સૈન્ય મથકોને સીધા નિશાન બનાવીને તોડી પાડવામાં આવ્યા છે. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકન વિમાનોના હુમલા બાદ તરત જ ઈરાની સેનાએ આ જવાબી કાર્યવાહીને અંજામ આપ્યો હતો. જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ નું કહેવું છે કે તેમણે અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાની ઘટના સામે ‘સેલ્ફ ડિફેન્સ’ (આત્મરક્ષણ) માં આ ઓપરેશન હાથ ધર્યું હોવાનો દાવો કર્યાે.
જ્યારે ઈરાનનો દાવો છે કે અમેરિકાએ પહેલા હુમલા કર્યા અને ઈરાને માત્ર તેનો જવાબ આપ્યો છે.ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીઓ ‘મેહર’ અને ‘ફારસ’ ના અહેવાલો મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ ની આસપાસના અનેક વિસ્તારો પ્રચંડ ધડાકાઓથી ગુંજી ઉઠ્યા છે. દક્ષિણ ઈરાનના અતિ મહત્વના ગણાતા કેશમ દ્વીપ અને બંદર અબ્બાસ બંદરગાહની આસપાસ પણ શ્રેણીબદ્ધ વિસ્ફોટો થવાના સમાચાર સામે આવ્યા છે. આ પરિસ્થિતિને કારણે હોર્માેઝગાન પ્રાંતના અનેક હિસ્સાઓમાં કટોકટી જેવી સ્થિતિ (ઈમરજન્સી) જાહેર કરવામાં આવી છે અને સીરિક શહેરમાં એક સૈન્ય પ્રોજેક્ટાઈલ પડવાની પણ પુષ્ટિ થઈ છે.
અમેરિકન મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલા ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ તરફ તેહરાનનું સૈન્ય નેતૃત્વ પણ અમેરિકન સૈન્ય હાજરીને તોડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તે પોતાની સંપ્રભુતા અને સુરક્ષા સામે કોઈ પણ સમજૂતી નહીં કરે અને જો અમેરિકાના હુમલા ચાલુ રહેશે, તો ઈરાન પોતાના જવાબી હુમલાનું દાયરો (વિસ્તાર) વધુ વ્યાપક અને વિનાશક બનાવશે.ss1
