Western Times News

Gujarati News

નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ સુખદ નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ કટિબદ્ધ: રાજ્યના પોલીસ વડા 

રાજ્ય જનસંપર્ક કેન્દ્ર-ગૃહ વિભાગ અને જનસંપર્ક કાર્યાલય-પોલીસભવનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરતા ડીજીપી શ્રી જી. એસ. મલિક

જિલ્લા કક્ષાએ જ પ્રશ્નો ઉકેલાય અને લોકોને ગાંધીનગર સુધી આવવું ન પડે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવાશે-રજૂઆત લઈને આવેલા નાગરિકો સાથે રાજ્યના પોલીસ વડાએ રૂબરૂ સંવાદ કર્યો

Ahmedabad, રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોની રજૂઆતોની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે રૂબરૂ આવેલા અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો.

મુલાકાત દરમિયાન શ્રી જી. એસ. મલિકે જણાવ્યું હતું કેગાંધીનગર ખાતેના આ કેન્દ્રમાં નાગરિકો કેવા પ્રકારના પ્રશ્નો લઈને આવે છેતેમની મુખ્ય સમસ્યાઓ શું છે અને કયા જિલ્લાઓમાંથી અરજદારોની સંખ્યા વધુ રહે છેતેની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી છે. આ સમીક્ષાનો મુખ્ય હેતુ એ છે કેજે જિલ્લાઓમાંથી વધુ નાગરિકોને ગાંધીનગર સુધી આવવું પડે છેત્યાં સ્થાનિક સ્તરે જ ન્યાય મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી.

તેમણે ઉમેર્યું હતું કેસામાન્ય નાગરિકોને પોતાના નાના-મોટા પ્રશ્નોના નિવારણ માટે ગાંધીનગર સુધી લાંબા ન થવું પડે અને સ્થાનિક (જિલ્લા) સ્તરે જ તેમની ફરિયાદોનો સંતોષકારક નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં વધુ સક્ષમ અને અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

હાલના તબક્કે ગાંધીનગર ખાતે જે પણ રજૂઆતો આવે છેતેને તાત્કાલિક સંબંધિત જિલ્લા કે જે-તે યુનિટમાં મોકલી આપીને અરજદારોને ઝડપીપારદર્શી અને ન્યાયિક નિકાલ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા પોલીસ પ્રશાસન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

જનસંપર્ક કાર્યાલય એ માત્ર અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથીપરંતુ તે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ છે. આ નાગરિક કેન્દ્રિત અભિગમ આગામી દિવસોમાં જિલ્લા સ્તરે પણ એટલો જ મજબૂત કરાશેજેથી સમગ્ર પોલીસ તંત્ર વધુ લોકભોગ્યલોકોપયોગી અને જવાબદાર બને.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.