Western Times News

Gujarati News

PM મોદીના નેતૃત્વમાં ૨૦૧૪થી દેશમાં ‘વિકાસની રાજનીતિ’નો નવો ઈતિહાસ સર્જાયો છે: CM ભૂપેન્દ્ર પટેલ

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયા સંવાદ યોજાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પત્રકારો સાથે સંવાદ કરી છેલ્લા ૧૨ વર્ષમાં ‘મોદી સરકાર’ માં થયેલ સર્વસ્પર્શી, સર્વસમાવેશી અને રાષ્ટ્રહિતની કામગીરી અંગે સંવાદ કર્યો

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ ઐતિહાસિક અવસર પર ભારતીય જનતા પાર્ટીના ‘૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અંતર્ગત આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો હતો.

આ પૂર્વે ત્રણેય મહાનુભાવો એ પ્રદેશ ભાજપા કાર્યાલયના પરિસરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષની ઉપલબ્ધિઓ દર્શાવતી પ્રદર્શની તેમજ કેન્દ્ર સરકારના મુખ્ય કાર્યોને રજુ કરતી સુંદર રંગોળી નિહાળી હતી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મીડિયા સંવાદ અંતર્ગત પત્રકારશ્રીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કોઈપણ દેશના ઈતિહાસમાં એવો સમય જરૂર આવે છે, જ્યારે આખો દેશ નવી તાકાત અને નવા સંકલ્પો સાથે પ્રગતિના રસ્તે આગળ વધે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪થી દેશમાં ‘વિકાસની રાજનીતિ’નો નવો ઈતિહાસ સર્જાયો છે.

ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે સર્વસ્વીકૃત બન્યા છે. વિશ્વના આશરે ૩૨ જેટલા દેશોએ પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. સેચ્યુરેશન એપ્રોચ દ્વારા ગરીબ, મહિલા, આદિજાતિ, અનુસૂચિત જાતિ, યુવા અને મધ્યમ વર્ગના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. વંચિત, ગરીબ અને છેવાડાના માનવી તેમજ આદિજાતિઓને વિકાસની મુખ્યધારામાં લાવવાનો સેવાયજ્ઞ આદર્યો છે અને ‘ ભૂતકાળમાં જેમને કોઈ પૂછતું નહિં, તેમને શ્રી મોદીજીએ પૂજ્યા છે.’ જનતાના અપાર સમર્થન અને ભરોસાથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નો મંત્ર ચરિતાર્થ થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝીક’ના મંત્ર સાથે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન યોજનાથી ૧૮ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ‘જ્ઞાન’ શક્તિના મહત્વના પિલ્લર એવા અન્નદાતાના ઉત્થાન માટે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા રૂ. ૪ લાખ કરોડથી વધુની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ છે, કુદરતી આફતોમાં ઉદારત્તમ રાહત પેકેજ આપવામાં આવ્યા છે અને છેલ્લા ૧૨ વર્ષમાં સ્જીઁ અંતર્ગત રૂ. ૨૬ લાખ કરોડથી વધુના મૂલ્યના પાકોની ખરીદી કરીને સરકારે ધરતીપુત્રોના હિતને સદાય અગ્રતા આપી છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી વર્ષની દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ છે. કેન્દ્રીય આદિવાસી કલ્યાણ બજેટમાં ૨૪૩%નો માતબર વધારો કરાયો છે.

તેમણે કહ્યું કે, છેલ્લા ૧૨ વર્ષમાં દેશની ય્ડ્ઢઁ ૨.૦૨ ટ્રિલિયન ડોલરથી વધીને ૪.૧૫ ટ્રિલિયન ડોલર થઈ છે અને પર કેપિટા ઈન્કમ (માથાદીઠ આવક) રૂ. ૮૬,૬૭૮થી વધીને રૂ. ૨,૧૨,૯૮૧ થતાં મધ્યમ વર્ગનું સામાજિક-આર્થિક સશક્તિકરણ અને ઇઝ ઓફ લિવિંગ વધ્યું છે.

વર્ષ ૨૦૧૪માં દેશમાં ૯૧,૨૮૭ કિમી નેશનલ હાઈવે હતા, જે આજે વધીને ૧.૪૬ લાખ કિમીથી વધુ થયા છે અને હાઈવે નિર્માણની ગતિ રોજની ૧૧.૬ કિમીથી વધીને ૩૪ કિમીથી વધુ થઈ છે. મેટ્રો નેટવર્ક પણ ૫ શહેરોથી વધીને આજે ૨૬ શહેરોમાં ૧,૧૫૫ કિલોમીટર સુધી કાર્યરત થયું છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ પ્લેટફોર્મની પારદર્શિતાને કારણે, ભારત આજે રોજના ૬૬ કરોડથી વધુ ેંઁં ટ્રાન્ઝેક્શન સાથે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટ કરનારો દેશ બન્યો છે.

મુખ્યમંત્રીશ્રી પટેલે કહ્યું કે, મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ગઈકાલે જ પ્રથમ ઉડાન ભરનાર ઝ્ર-૨૯૫ એરક્રાફ્‌ટ એ મોદી સાહેબની ગુજરાતને મળેલી અદ્ભુત ભેટ છે. આજે ‘ગિફ્‌ટ સિટી’ ૈંહ્લજીઝ્રછ અને દેશના પ્રથમ ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ’ સાથે વૈશ્વિક ફાઈનાન્સિયલ હબ બન્યું છે, પીએમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ૫ કરોડ દીકરીઓના ખાતા સુરક્ષિત થયા છે,

મુદ્રા યોજનાથી મહિલા ઉદ્યમીઓને ૧૬ લાખ કરોડથી વધુની લોન મળી છે અને ૯૧ લાખથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી ૧૦ કરોડથી વધુ મહિલાઓ જોડાતાં દેશની ૩ કરોડથી વધુ મહિલાઓ “લખપતિ દીદી” બની છે. ગુડ ગવર્નન્સના આ ૧૨ વર્ષના સફળ ટ્રેક રેકોર્ડને ૧૪૦ કરોડ દેશવાસીઓનું પ્રચંડ સમર્થન આગામી સમયમાં પણ મળતું રહેશે અને સૌ સાથે મળીને આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પત્રકારશ્રીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અવિરત ૧૨ વર્ષ પૂર્ણ કરી ૧૩મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગત ૧૦ જૂનના રોજ ગુજરાતના પનોતા પુત્ર મોદીજી સતત ૪૩૯૯ દિવસ પ્રધાનમંત્રી તરીકે કાર્યરત રહી દેશના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે; વર્ષ ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ની સતત હેટ્રિક જીતે સાબિત કર્યું છે કે દેશને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, ભાજપની વિચારધારા અને ‘પોલિટિક્સ ઓફ પર્ફોર્મન્સ’ પર જ ભરોસો છે. શ્રી મોદીજીએ દેશના દરેક નાગરિકમાં “હું પણ કરી શકું છું” એવો આત્મવિશ્વાસ જગાડ્‌યો છે અને સદાય ‘રાષ્ટ્ર પ્રથમ’ ના વિચાર સાથે કાર્યરત રહી કરોડો નાગરિકોના હદયમાં સ્થાન બનાવ્યું છે.

તેમણે કહ્યું કે, કોરોના મહામારી તેમજ વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારત ઇકોનોમીમાંથી વિશ્વની ચોથી સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી મેજર ઇકોનોમી બન્યું છે. મોદીજીની ગરીબો પ્રત્યેની સંવેદનાને કારણે ૨૫ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને લાખો પરિવારોને ઘર, ગેસ, કરોડો નાગરિકોને બેંક ખાતા તેમજ આયુષ્માન યોજના હેઠળ મફત આરોગ્ય કવચ જેવી પાયાની સુવિધાઓ મળી છે.

દેશમાં ૨૩ નવી AIIMS અને અનેક મેડિકલ કોલેજોના નિર્માણ સાથે સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટો સુધારો થયો છે,જ્યારે ડિજિટલ અને ૫ય્ ક્રાંતિ તેમજ ૨.૨ લાખથી વધુ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સના લીધે દેશનો યુવાન વિશ્વ સાથે સ્પર્ધા કરવા સજ્જ બન્યો છે. આ સાથે જ, સ્ટાર્ટઅપ્સમાં ૪૮% મહિલા ડિરેક્ટર્સની ભાગીદારી અને ૩ કરોડ ‘લખપતિ દીદી’ દ્વારા ગ્રામીણ મહિલાઓ સશક્ત બની છે, તેમજ ઁસ્ કિસાન સન્માન નિધિ હેઠળ ૪ લાખ કરોડની સહાય મળતા દેશના ખેડૂતો આર્થિક રીતે મજબૂત થયા છે.

શ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૧૨ વર્ષમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા મજબૂત થઈ છે; દેશ નકસલવાદ મુક્ત બન્યો છે. ઓપરેશન સિંદૂર, સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક દ્વારા દુશ્મનોના ઘરમાં ઘૂસીને જવાબ આપી ભારતે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવી, ઝ્રછછની અમલવારી, અને ત્રિપલ તલાક નાબૂદી જેવા ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે; શ્રી મોદીજીના નેતૃત્વમાં દેશે “વિકાસ અને વારસો” બંને સાથે આગળ વધવાની નીતિ અપનાવી છે, ૫૫૦ વર્ષની આસ્થા સમાન ભવ્ય રામ મંદિરના નિર્માણનું કરોડો ભારતીયોનું સ્વપ્ન પૂર્ણ થયું છે. કાશી કોરિડોર અને મહાકાલ મંદિર તેમજ ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજી જેવા ધાર્મિક સ્થળોનું આધુનિકીકરણ થયું છે.

ગુજરાતને મળેલી ભેટો અને વિકાસકાર્યોનો ઉલ્લેખ કરતા શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે, છેલ્લા ૧૨ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રી તરફથી ગુજરાતને સરદાર સરોવર ડેમના દરવાજાની મંજૂરી, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન, વડોદરાની પ્રથમ રેલવે યુનિવર્સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવે કનેક્ટિવિટી, લોથલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ, રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને છૈંંસ્જી,

જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, તારંગા હિલ-અંબાજી રેલ્વે લાઈન, ગિફ્‌ટ સિટી, નવસારીમાં પીએમ મિત્ર પાર્ક, વડોદરામાં ટાટા એરક્રાફ્‌ટ ઉત્પાદન, કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રીન્યુબલ એનર્જી પાર્ક, અમદાવાદ મેટ્રો ટ્રેન ફેઝ ૧ અને ફેઝ ૨, ભાવનગરમાં વિશ્વનું પ્રથમ ઝ્રદ્ગય્ ટર્મિનલ, દ્વારકાનો સુદર્શન સેતુ અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ જેવા કાયાકલ્પ કરતા પ્રોજેક્ટ્‌સ મળ્યા છે.

આ ૧૨ વર્ષ માત્ર કોઈ સરકારના નથી, પરંતુ આ ૧૨ વર્ષ છે વિશ્વાસનાપ આ ૧૨ વર્ષ છે વિકાસનાપ આ ૧૨ વર્ષ છે સેવા, સમર્પણ, સંકલ્પ અને જનકલ્યાણનાપ અને સૌ સાથે મળીને પ્રધાનમંત્રીશ્રીના ‘વિકસિત ભારત જ્ર ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવા એક બની આગળ વધીએ તેવી અપીલ સાથે તેમણે મોદીજીને ઐતિહાસિક કાર્યકાળ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ૧૨ વર્ષનું શાસન માત્ર રેકોર્ડ અને આંકડાઓનો વિષય નથી, પરંતુ કરોડો દેશવાસીઓના જીવનમાં આવેલા પરિવર્તનનું પ્રતીક છે. તેમણે કહ્યું કે છેક કચ્છમાં નર્મદાનું પાણી મેળવતા ખેડૂત માટે, એકતા નગરમાં રોજીરોટી મેળવતા આદિવાસી માટે, વર્ષોથી રામ મંદિરની રાહ જોતા રામભક્તો માટે, ત્રિપલ તલાકની પીડા સહન કરતી મુસ્લિમ બહેનો માટે,

કાશ્મીરમાં અલગાવવાદની આગમાંથી મુક્તિ મેળવનારા નાગરિકો માટે, સરહદો સુધી ટનલ અને ઓલ-વેધર રોડની સુવિધા મેળવનારા સૈનિકો માટે, સારવાર અને ઓપરેશન માટે આર્થિક સંકટનો સામનો કરતા ગરીબો માટે, પોતાનું પાકું ઘર મેળવતા પરિવારો માટે, પાણી માટે માઈલો સુધી ચાલતી માતાઓ માટે, ખાતર-બિયારણ માટે વ્યાજખોરો પર નિર્ભર નાના ખેડૂતો માટે, સરકારી સહાય મેળવવામાં ધક્કા ખાતા સામાન્ય નાગરિકો માટે તેમજ ગેરંટી વિના પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા યુવાનો માટે આ ૧૨ વર્ષ સાચા અર્થમાં વરદાન સાબિત થયા છે.

તેમણે ઉમેર્યું હતું કે આજે દુનિયાના કોઈ પણ ખૂણે દરેક ભારતીય ગર્વથી કહી શકે છે કે, “હું ભારતીય છું”. તેમણે જણાવ્યું કે છેલ્લા અઢી દાયકાથી ગુજરાત
અને દેશના જાહેર જીવનમાં કાર્યરત નરેન્દ્રભાઈ મોદીનું નામ ઇતિહાસના પુસ્તકોમાં માત્ર એક નામ નહીં, પરંતુ એક સફળ અધ્યાય બની રહેશે અને ૨૧મી સદીના અઢી દાયકાથી સમગ્ર દેશ “મોદી યુગ”નો સાક્ષી બની રહ્યો છે.

તેમણે કહ્યું કે પંડિત નેહરુ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સામે કોઈ મજબૂત રાજકીય વિકલ્પ કે સ્પર્ધા નહોતી, જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ અનેક રાષ્ટ્રીય પક્ષો, મજબૂત પ્રાદેશિક પક્ષો, રાજકીય સ્પર્ધા અને સતત ચાલતા ભ્રામક અપપ્રચાર વચ્ચે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સતત ત્રણ વખત સરકાર બનાવી છે. એક સામાન્ય અને ગરીબ પરિવારમાંથી સંઘર્ષ કરીને, સફળતાના એક-એક ડગલા સર કરીને તેમણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે; સત્તા તેમને વારસામાં મળી નથી.

શ્રી સંઘવીએ જણાવ્યું કે, ૨૦૧૪ પહેલાં દેશ ભ્રષ્ટાચારના કૌભાંડો, મોંઘવારી, નબળી આર્થિક સ્થિતિ અને નબળી સુરક્ષા વ્યવસ્થાથી પીડાતો હતો, ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ માટે આશાનું નવું કિરણ બનીને આવ્યા હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર જીવન ૧૪૦ કરોડ દેશવાસીઓના કલ્યાણ માટે સમર્પિત રહ્યું છે અને દેશસેવા તથા રાષ્ટ્રપ્રેમની તેમની તપસ્યા વિશ્વમાં દુર્લભ ઉદાહરણ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના ભવ્ય ભવિષ્યનો મજબૂત પાયો નાખ્યો છે અને હવે તેને ૨૦૪૭ના વિકસિત ભારતના લક્ષ્ય સુધી પહોંચાડવાની જવાબદારી ભાજપા કાર્યકર્તાઓએ અને નાગરિકોએ પોતાના શિરે લીધી છે. તેમણે જણાવ્યું કે ભાજપા કાર્યકર્તાઓ સરકાર અને સામાન્ય માનવી વચ્ચે જીવંત સેતુ બનીને છેવાડાના લાભાર્થી સુધી આયુષ્માન ભારત, મુદ્રા લોન સહિતની યોજનાઓ પહોંચાડવા માટે કાર્યરત છે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ‘અંત્યોદય’ના વિચારને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

વિપક્ષ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી ચલાવવામાં આવતા જૂઠા નેરેટિવ અને ભ્રામક પ્રચારનો તથ્યો અને હકીકતોના આધારે જડબાતોડ જવાબ આપવા ભાજપા કાર્યકર્તાઓ પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે ભાજપાના વરિષ્ઠ નેતા વડીલ મુરબ્બીશ્રી સુરેન્દ્રકાકા ઉપસ્થિત રહ્યા હતા.
– પ્રશાંત વાળા,  પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ, ભાજપા ગુજરાત

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.