AMAની ૨૪મી વાર્ષિક એચઆર કોન્ફરન્સ “હ્યુમન એન્ડ AI – ઈન્ટેલિજન્સ ઈન ટ્રાન્ઝિશન: સ્ટ્રક્ચરિંગ ધ ફ્યુચર ઓફ વર્ક” વિષય પર યોજાઈ
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા તેની ૨૪મી વાર્ષિક એચઆર કોન્ફરન્સનું “હ્યુમન એન્ડ એઆઈ – ઈન્ટેલિજન્સ ઈન ટ્રાન્ઝિશન: સ્ટ્રક્ચરિંગ ધ ફ્યુચર ઓફ વર્ક” થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત એચઆર પ્રોફેશનલ્સ, વૈશ્વિક વિચારકો, અનુભવી એચઆર એક્ઝિક્યુટિવ્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ જોડાયા હતા, જેમણે માનવ મૂડી (હ્યુમન કેપિટલ) અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના બદલાતા પ્રવાહો પર અમૂલ્ય વિચારો રજૂ કર્યા હતા.
કોન્ફરન્સની શરૂઆત એએમએના વાઇસ પ્રેસિડેન્ટ અને અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડના સીઈઓ શ્રી મોહલ સારાભાઈ દ્રારા પ્રેરણાદાયી સ્વાગત પ્રવચનથી થઈ હતી. મુખ્ય અતિથિ ઝાયડેક્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અજય રાન્કાએ “એઆઈ અને રોબોટિક્સના યુગમાં વૈશ્વિક સ્તરે પ્રાસંગિક સંસ્થાઓની રચના” વિષય પર ઉદ્બોધન પ્રવચન આપ્યું હતું. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની ધ વ્હોર્ટન સ્કૂલ ખાતે મેક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇનોવેશન મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. વેલેરી યાકુબોવિચે મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.
આ કોન્ફરન્સમાં આધુનિક માનવ સંસાધન (હ્યુમન રિસોર્સિસ) સમક્ષ રહેલા સૌથી તાકીદના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે ત્રણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. “આજે કાર્યની રચના કોણ કરે છે: એચઆર ફ્રેમવર્ક કે એલ્ગોરિધમ્સ?” વિષય પરની પ્રથમ પેનલમાં ડૉ. રીમા ઘોષ ચૌધરી (પ્રેસિડેન્ટ અને ગ્લોબલ સીએચઆરઓ, ડેટામેટિક્સ);
શ્રી ભરત પટેલ (ચેરમેન અને ડિરેક્ટર, યુડિઝ સોલ્યુશન્સ લિમિટેડ); અને શ્રી નીતુ વાધવન (ડેપ્યુટી સીએચઆરઓ, વીએફએસ ગ્લોબલ) દ્રારા ઓટોમેટેડ કાર્યક્ષમતા અને માનવ-કેન્દ્રીય અભિગમ વચ્ચે સંતુલન જાળવવા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ સત્રનું સંચાલન શ્રી પ્રિયંકા વર્મા (ડેપ્યુટી સેક્રેટરી જનરલ, ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ – એફજીઆઈ) દ્રારા કરવામાં આવ્યું હતું.
“વારસો અને તર્કનું મિલન: શું બિઝનેસ ટ્રાન્ઝિશનમાં એઆઈ માનવ સૂઝબૂઝનું સ્થાન લઈ શકે?” વિષય પરની બીજી પેનલને ડૉ. રાહુલ દે (ફાઉન્ડર અને સીઈઓ, મેમોરિક એઆઈ, આઈઆઈએમ બેંગલોરના ઇન્ફોર્મેશન સિસ્ટમ્સના નિવૃત્ત પ્રોફેસર અને ભૂતપૂર્વ ડીન ઓફ પ્રોગ્રામ્સ); શ્રી સંદીપ મુદલિયાર (સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ ઓફ હ્યુમન રિસોર્સિસ, એનાલિટિક્સ સોલ્યુશન્સ); અને ડૉ. સાગરિકા ઘોષાલ (મેનેજિંગ ડિરેક્ટર, મેચબોર્ડ એલએલપી) એ સંબોધિત કરી હતી, જેમણે કોર્પોરેટ ઉત્ક્રાંતિમાં માનવીય સહાનુભૂતિ અને અંતઃપ્રેરણા (ગટ ઇન્સ્ટિંક્ટ)ના અનિવાર્ય મૂલ્ય વિશે ચર્ચા કરી હતી. આ સત્રનું સંચાલન શ્રી જીગર કંસારા (હેડ ઓફ હ્યુમન રિસોર્સિસ, બોશ હોમ કમ્ફર્ટ ઇન્ડિયા લિમિટેડ) દ્રારા કરવામાં આવ્યું હતું.
“લર્નિંગ વિરુધ્ધ પ્રોમ્પ્ટિંગ: શું એઆઈ જનરેશન ઝેડ (જેન ઝી)ની વિચારસરણી અને વિકાસને બદલી રહ્યું છે?” વિષય પરની ત્રીજી પેનલમાં શ્રી સાહિલ સોનવાડિયા (રિક્રુટમેન્ટ એક્ઝિક્યુટિવ, સોનાની ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ); શ્રી શ્રુતિ પંચોલી (એચઆર એક્ઝિક્યુટિવ, ઇન્ટિગ્રિટી હેલ્થકેર સોલ્યુશન્સ); અને શ્રી શિવ રાવત (સીએચઆરઓ અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર, વી-ટ્રાન્સ ગ્રુપ) જોડાયા હતાં. આ ચર્ચામાં વર્કફોર્સ અપસ્કિલિંગ (કર્મચારીઓની કુશળતા વધારવા) અને યુવા પેઢીમાં આવી રહેલા મનોવૈજ્ઞાનિક બદલાવો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ડૉ. શ્રેષ્ઠા ડાબરાલ (ડિરેક્ટર, એકેડેમી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ – એએચઆરડી) દ્રારા આ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું હતું.
પ્રોફેસર રાજેશ ચંદવાની (ચેરપર્સન, એકેડેમી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ – એએચઆરડી અને ફેકલ્ટી ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ) દ્રારા એક વિશેષ સત્રને સંબોધિત કરવામાં આવ્યું હતું. શ્રી કુમાર મનીષ (સ્ટેટ એન્ડ કોમ્યુનિકેશન્સ લીડ-ગુજરાત, આઈપીઈ ગ્લોબલ) દ્રારા “એઆઈ-આધારિત એન્ટ્રી-લેવલની ભરતીમાં જાતિગત પૂર્વગ્રહ (જેન્ડર બાયસ)” વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
શ્રી નિશાદ જોશી (એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ, ઈવાય–પાર્થેનોન) અને શ્રી ભાવના ફુલવાણી (આસિસ્ટન્ટ મેનેજર, એચઆર, ટેકઇરુડાઇટ) દ્રારા સંચાલિત એક ઇન્ટરેક્ટિવ કેસ સ્ટડી અને એન્ગેજમેન્ટ એક્ટિવિટીએ ઉપસ્થિત લોકોને પોતપોતાની સંસ્થાઓમાં લાગુ કરી શકાય તેવા વ્યવહારુ સૂચનો પૂરા પાડ્યા હતા.
શ્રી કમલકુમાર ડબાવાલા (ચેરમેન અને એમડી, કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ) દ્રારા આ કોન્ફરન્સનું સંકલન કરવામાં આવ્યું હતું. શ્રી ઉન્મેષ દીક્ષિત (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એએમએ) દ્રારા આભારવિધિ કરી હતી અને તમામ સહભાગીઓ તેમજ આઉટરીચ પાર્ટનર્સ: એકેડેમી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ (એએચઆરડી), એચઆર સર્કલ અને એચઆર માઇલસ્ટોનનો આભાર વ્યક્ત કર્યો હતો.
