મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા એક વિધર્મી યુવકને બજરંગ દળના કાર્યકરોએ રંગેહાથ ઝડપ્યો
મેટ્રિમોનિયલ એપ પર હિન્દુ નામ ધારણ કરીને ઠગાઈ આચરતો વિધર્મી ઝડપાયો-ઓળખ આપનાર વ્યક્તિ વાસ્તવમાં કરીમ સિપાઈ
(એજન્સી)અમદાવાદ, ગુજરાતના પાટનગર સમાન અમદાવાદ શહેરમાંથી મેટ્રિમોનિયલ એપ્લિકેશનના માધ્યમથી મહિલાઓ સાથે છેતરપિંડી આચરવાનું એક ચોંકાવનારું અને મોટું કૌભાંડ સામે આવ્યું છે. મેટ્રિમોનિયલ એપ પર હિન્દુ નામ ધારણ કરી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા એક વિધર્મી યુવકને બજરંગ દળના કાર્યકરોએ રંગેહાથ ઝડપી લીધો છે.
આરોપીની ઓળખ છુપાવીને મહિલાઓનું શોષણ કરવાના આ ખુલાસા બાદ અમદાવાદ શહેરમાં ભારે સળવળાટ મચી ગયો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી મેટ્રિમોનિયલ એપ પર પોતાની નકલી પ્રોફાઇલ બનાવીને હિંન્દુ મહિલાઓને છેતરતો હતો. તેણે પોતાનું નામ ‘આદિત્ય પટેલ’ રાખ્યું હતું અને પોતે એક મોટો બિઝનેસમેન હોવાની ખોટી ઓળખ આપી હતી. બજરંગ દળને આ અંગે આશંકા જતાં તેમણે તપાસ શરૂ કરી હતી.
બજરંગ દળની ગહન તપાસ બાદ આરોપીની અસલિયત સામે આવી હતી કે, ‘આદિત્ય પટેલ’ તરીકે ઓળખ આપનાર વ્યક્તિ વાસ્તવમાં કરીમ સિપાઈ છે. જ્યારે આરોપી એક હિન્દુ મહિલાને મળવા માટે પહોંચ્યો ત્યારે બજરંગ દળના કાર્યકરોએ તેને ઘેરી લીધો હતો અને રંગેહાથે ઝડપી લીધો હતો.
આરોપી કરીમ સિપાઈને ઝડપી લીધા બાદ જ્યારે તેનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો, ત્યારે બજરંગ દળના હોદ્દેદારો પણ ચોંકી ઉઠ્યા હતા. આરોપીના ફોનમાંથી નકલી ઓળખકાર્ડ સહિતના અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા, જેનો ઉપયોગ તે મહિલાઓનો વિશ્વાસ જીતવા માટે કરતો હતો.
એટલું જ નહીં, તેના ફોનમાંથી ૨૦થી વધુ મહિલાઓની પ્રોફાઇલ અને અંગત વિગતો મળી આવી છે. સૌથી ભયાનક બાબત એ છે કે, તેના મોબાઈલમાંથી ૮૦૦૦થી વધુ આપત્તિજનક અને અશ્લીલ ફોટા તથા વીડિયો મળી આવ્યા હોવાનો દાવો કરાયો છે.
આરોપી કરીમ સિપાઈ અત્યંત ક્રિમિનલ માઈન્ડેડ ધરાવે છે. તે મેટ્રિમોનિયલ એપ પર ખાસ કરીને ડિવોર્સી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો, જેથી તેઓ સરળતાથી તેની જાળમાં ફસાઈ જાય. પોતે વિધુર છે તેવું સાબિત કરવા માટે તેણે તેની જીવિત પત્નીનું એક નકલી ડેથ સર્ટિફિકેટ પણ તૈયાર કરી રાખ્યું હતું. વાસ્તવમાં આરોપી પોતે પરિણીત છે, અને ૨૦ વર્ષના એક સંતાનનો પિતા પણ છે.
