લંકા પ્રીમિયર લીગનાં પ્રમોટર્સ IPG ગ્રૂપે નાસ્ડેક-લિસ્ટેડ પાર્ટનર પાસેથી મલ્ટિમિલિયન-ડૉલરનાં વ્યૂહાત્મક ફંડિંગની જાહેરાત કરી
લીગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ, શ્રેષ્ઠ મોનોટાઇઝેશન અને ડિજિટલ ઇનોવેશનને આગળ વધારવા ફંડિંગ મેળવ્યું અને જોડાણ કર્યું
કોલંબો, શ્રીલંકા – 15 જૂન, 2026 : લંકા પ્રીમિયર લીગ (LPL) ની છઠ્ઠી સીઝન 10 જુલાઈથી શરૂ થશે અને એની બરોબર અગાઉ લીગને મોટું નાણાકીય પ્રોત્સાહન મળ્યું છે. LPLનાં પ્રમોટર ઇનોવેટિવ પ્રોડક્શન ગ્રૂપ FZ, LLC (“IPG”)ને અમેરિકાની એક લિસ્ટેડ કંપની પાસેથી અનેક મિલિયન ડૉલરનું ફંડ મળ્યું છે.
IPGએ ફ્લેશ સ્પોર્ટ્સ એન્ડ મીડિયા, ઇન્ક (“ફ્લેશ”)ની સાથે પોતાનું વ્યૂહાત્મક ઑલ-સ્ટોક મર્જર પૂર્ણ કર્યું છે, જેથી LPL સહિત T20 લીગના વાણિજ્યિક અધિકારોનો તેનો પોર્ટફોલિયો નાસ્ડેક-લિસ્ટેડ પ્લેટફોર્મ UGRO (NASDAQ: UGRO)ને મળી ગયો છે.
આ પગલું IPG અને તેનું મેનેજમેન્ટ કરતી લીગ માટે એક મહત્વૂપર્ણ વળાંક સમાન છે, જે તેને મોટા પાયે કામ કરવા બનેલા એક સરકારી વહીવટી માળખામાં લઈ આવે છે. આ નવા સંસ્થાગત માળખાના ટેકા સાથે IPG આગામી બે વર્ષમાં LPLનું મોટું અને શ્રેષ્ઠ વર્ઝન બનાવવા 20 મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરશે.
LPL માટે આ પરિવર્તન વધારે વ્યવસ્થિત અને વૃદ્ધિલક્ષી તબક્કાની શરૂઆતનો સંકેત છે. LPLના બૌદ્ધિક અધિકારો શ્રીલંકા ક્રિકેટ પાસે જ રહેશે, પરંતુ IPG પાસે તેના એક્સક્લૂઝિવ વાણિજ્યિક અને મીડિયા અધિકાર જળવાઈ રહેશે – જેને હવે સંસ્થાગત મૂડી, શ્રેષ્ઠ વહીવટી ધારાધોરણો અને લાંબા સમયથી વિસ્તરણ યોજનાનું પીઠબળ પ્રાપ્ત છે.
IPG ગ્લોબલના સ્થાપક અને ચેરમેન અનિલ મોહને કહ્યું હતું : “LPLને આ નવા પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે. સરકારી વહીવટી માળખામાં શામેલ થવાથી લીગની જવાબદારી વધવાની સાથે અમારી ક્ષમતા પણ વધશે. પારદર્શકતા, મૂડીની સુલભતા અને વહીવટી ધારાધોરણોમાં વધારા સાથે અમે લાંબા સમય સુધી વાણિજ્યિક શિસ્ત જાળવવાની સાથે ફ્રેન્ચાઇઝ મૂલ્ય વધારવાની સારી સ્થિતિમાં છીએ.”
LPL સિવાય IPG ગ્રૂપ પાસે મલેશિયા અને ઝિમ્બાબ્વેમાં T20 લીગ વિકસાવવા લાંબા સમયની એક્સક્લૂઝિવ સમજૂતી છે. IPG અને રોકાણકારોએ આ નવી લીગોમાં વિસ્તરણની યોજનાઓ પણ બનાવી છે, જેથી ઝડપથી વધતા ક્રિકેટના બજારોમાં પોતાની હાજરી કે કામગીરી વધારી શકે.
એનો ઉદ્દેશ અલગ-અલગ ટૂર્નામેન્ટને એક સંકલિત, મલ્ટિ-માર્કેટ ક્રિકેટ ઉદ્યોગસાહસમાં બદલવાનો છે, જે દક્ષિણ એશિયા અને અન્ય વિકસતાં વિસ્તારોમાં ફેલાયેલું છે.
ફ્લેશ સ્પોર્ટ્સ એન્ડ મીડિયાના ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર બ્રેડલી નટટ્રાસે કહ્યું હતું : “અમારું માનવું છે કે, આ કૉમ્બિનેશનથી અમારી ક્ષમતા વધશે, જેથી અમે એકસાથે અનેક ક્રિકેટ બજારોમાં અને તેનાં અર્થતંત્રમાં કામ કરી શકીશું. સેન્ટ્રલાઇઝ કમર્શિયલ કન્ટ્રોલ અને એકસમાન ફ્રેન્ચાઇઝી ઇન્સેન્ટિવ સાથે અમારો ઉદ્દેશ અલગ-અલગ બજારોમાં સ્પૉન્સર સાથે શ્રેષ્ઠ તાલમેળ સ્થાપિત કરવાનો, મજબૂત બ્રૉડકાસ્ટ પાર્ટનરશિપ કરવાનો અને પ્રશંસકો સાથે જોડાણ ઊભું કરવાનો છે. હવે અમારું ધ્યાન કામગીરી પૂર્ણ કરીને ઝડપથી અને સટિકતા સાથે પ્લેટફોર્મને મોટું કરવા અને લાંબા ગાળે શેરધારકો માટે મૂલ્યનું સર્જન કરવાનો છે.”
ફ્લેશ સ્પોર્ટ્સ એન્ડ મીડિયાના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર એરિક શ્રબે ઉમેર્યું હતું : “પબ્લિક-માર્કેટ માળખું ROI (રોકાણ પર વળતર)ની શિસ્ત જાળવીને લીગના માળખામાં તબક્કાવાર રીતે મૂડીરોકાણ કરવાની સુવિધા આપે છે. અમારું ધ્યાન લાંબા સમયથી વાણિજ્યિક વિકાસને મજબૂત કરવાનો અને સંપૂર્ણ પોર્ટફોલિયોમાં સતત આવકના સ્રોત બનાવવા પર હશે.”
તેનો ઉદ્દેશ વાણિજ્યિક મુદ્રીકરણ માટે એક સહિયારું પ્લેટફોર્મ ઊભું કરવાનો છે. IPGએ જાહેરાત કરી છે કે, તેનું ધ્યાન લાંબા સમયમાં એસેટનું મૂલ્ય વધારવાનું, તમામ લીગ પાસેથી પ્રાપ્ત સ્પૉન્સરશિપ આવકને એક જગ્યાએ લાવવાનું, બ્રૉડકાસ્ટ પ્રોડક્શનને 4K ધારાધોરણો સુધી અપગ્રેડ કરવાનું અને સતત કમાણીને વિશ્વસનિય માધ્યમ બનાવવા પર હશે.
