JBM કંપનીને ૨૫ હજાર રૂપિયાનો દંડ: AMTS ઈલેક્ટ્રિક બસ દુર્દશા મામલે કાર્યવાહી
એએમટીએસ પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. લાલ દરવાજા ખાતે આવેલો રૂપાલી કન્સેસન પાસ ડેપો જ્યાં એક સમય બસોની અવરજવર રહેતી હતી ત્યાં હવે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ઈલેક્ટ્રીક બસો પાર્કિંગમા પડી હોવાના કારણે ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં.
એએમટીએસ પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. એએમટીએસ ઈલેક્ટિÙક બસ દુર્દશા મામલે કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઈલેક્ટ્રીક બસોની દુર્દશા અને દારૂનો અડ્ડો બની ગયેલી કોર્પોરેશનની જગ્યાની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને રોજ ત્યાં રાઉન્ડ લેવાની સૂચના આપી છે. શહેરમાં લોકોની સુવિધા માટે ૩૨૫ જેટલી નવી એસી બસનો ઓર્ડર અપાયો હતો. એસીની ખામીના કારણે ૫ મહિનાથી બસો ધૂળ ખાઈ રહી છે.
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઈલેક્ટ્રીક બસ આપનાર જેબીએમ કંપનીને ૨૫૦૦૦ રૂપિયાનો દંડ કરાયો છે. જ્યારે ડોક્શન સિક્્યુરિટી કંપનીને ૧૦૦૦૦ રૂપિયાનો દંડ ફટાકારાયો છે. અમદાવાદમાં એએમટીએસ પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.
જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવી ઇલેક્ટિÙક બસો હાલ ડેપોના મેદાનમાં ઉભી રહી ધૂળ ખાઈ રહી છે. બીજી તરફ સુરક્ષાના અભાવે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના પણ બનાવો સામે આવ્યા છે.ડેપોના મેદાનમાં ચારે તરફ દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો જોવા મળ્યો હતો.એટલું જ નહીં, અહીં પાર્ક કરાયેલી નવી ઇલેક્ટિÙક બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
