જેકલીન ફર્નાન્ડિઝ પહેલી વખત હોરર ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે
આ મહિનાના અંતમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા
હોરર ફિલ્મો હાલમાં ગ્લોબલી અને ખાસ કરીને ભારતમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે
મુંબઈ, હોરર ફિલ્મો હાલમાં ગ્લોબલી અને ખાસ કરીને ભારતમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હોલિવૂડની ‘ઓબ્સેશન’, ‘બેકરૂમ્સ’ અને ‘સિનર્સ’ જેવી ફિલ્મોથી લઈને ભારતીય ફિલ્મો ‘હોન્ટેડ’ ‘શૈતાન’ અને ‘બ્રહ્મયુગમ’ સુધી, હોરર જોનર દર્શકોને પસંદ આવી રહ્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘હોન્ટેડ ૩ડીઃ એકોઝ ઓફ ધ પાસ્ટ’ની સફળતાએ પણ આ ટ્રેન્ડને વધુ મજબૂત બનાવ્યો છે.આ દરમિયાન હવે જેકલીન ફર્નાન્ડિઝ પણ પહેલી વખત સંપૂર્ણ હોરર ફિલ્મમાં લીડ રોલ તૈયાર થઈ ગઈ છે. આ અંગેનાં અહેવાલો મુજબ, લાંબા સમયથી એક મજબુત હોરર સ્ક્રિપ્ટની શોધમાં રહેલી જેકલીનને આખરે પોતાની પસંદગીનો પ્રોજેક્ટ મળી ગયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, જેકલીન બીબાંઢાળ હોરર ફિલ્મ કરવા માંગતી નહોતી, પરંતુ એવી વાર્તાની શોધમાં હતી જેમાં હોરર સાથે ભાવનાત્મક તત્વો અને સંગીતનો પણ સમાવેશ હોય. આ નવી ફિલ્મમાં આ ત્રણેય બાબતોનું અનોખું સંયોજન જોવા મળશે.હાલમાં ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ફિલ્મમાં જેકલીન સાથે બે હિરોની પસંદગી થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી કલાકારો તેમજ ડિરેક્ટરના જાહેર થયાં નથી. સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મ માટે એક ગીત અને ટીઝરનું શૂટિંગ પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલમાં કલાકારો વર્કશોપમાં વ્યસ્ત છે, જ્યારે ફિલ્મનું મહત્વનું શૂટિંગ આ મહિનાના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે.SS1
