પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના પેરેન્ટિંગનાં વખાણ કર્યાં
દરરોજ કશુંક નવું હોય છે : દીપિકા
તાજેતરમાં દીપિકાના પિતા અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના ટીમવર્કના વખાણ કર્યા હતા
મુંબઈ, દીપકા પાદુકોણ અને રણવીર સિંહ જાણે દીકરીના ઉછેરમાં નિષ્ણાત બની ગયા છે. તેમનાં વ્યસ્ત અને થાકી જવાય એવા ફિલ્મોનાં શીડ્યુલ છતાં તેઓ દિકરની પુરતો સમય આપે છે. તાજેતરમાં દીપિકાના પિતા અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણે દીપિકા અને રણવીરના ટીમવર્કના વખાણ કર્યા હતા. સાથે તેમણે નાના બનવાના આનંદ વિશે પણ વાત કરી હતી. પ્રકાશ પાદુકોણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “દીપિકા બિલકુલ ઘણું કરે છે પરંતુ રણવીર જ્યારે કામ પર ન હોય ત્યારે તે ઘણી મદદ કરે છે. બંને પરિવારો પણ મદદ માટે તૈયાર રહે છે.
એક પિતા તરીકે મને ખબર નથી કે બાળકોનો ઉચેર ક્યારે થયો અને હું એમના ઉછેરમાં એટલું ધ્યાન પણ આપી શકતો નહોતો કારણ કે હું મુશ્કેલીથી ઘરમાં રહી શકતો હતો. હા મને મહત્વની વાતો યાદ હોય છે, પરંતુ રોજિંદી બાબતો ચુકી જતો હતો. હવે દરેક નાના ફેરફાર પર મારું ધ્યાન રહે છે. દરરોજ કશુંક નવું હોય છે.”દીપિકા અને રણવીરની દિકરી દુઆ વિશે વાત કરતા પ્રકાશ પાદુકોણે જણાવ્યું, “એ બહુ મળતાવળું બાળક છે, એને લોકો સાથે રહેવું ગમે છે. એ બધાની સાથે વાત કરે છે. એ બહુ નાની ઉંમરથી ફરતી રહી છે. તેથી તેને લોકો સાથે ભળી જવામાં મદદ મળે છે. એ બહુ જલદી મોટી થઈ રહી છે અને હાલ એ બહુ જ રસપ્રદ તબક્કામાં છે.”SS1
