તનિષ્કે ‘સોલ્સ ઈન સિમ્ફની’ રજૂ કર્યુંઃ બહેનપણીના સંબંધને આધુનિક ઢબે બિરદાવતું નેચરલ ડાયમંડ કલેક્શન
- સુપ્રસિદ્ધ ફિલ્મમેકર શૂજિત સિરકર દ્વારા નિર્દેશિત આ કેમ્પેઈન અને કલેક્શન આજના જમાનાની અનોખી મિત્રતા, આત્મવિશ્વાસ અને મુક્ત મને જીવવાની શૈલીની ઉજવણી કરે છે.
તા. 16 જૂન, 2026: ભારતની અગ્રણી ટાટા ગ્રૂપની જ્વેલરી બ્રાન્ડ તાનિષ્કે તેનું લેટેસ્ટ નેચરલ ડાયમંડ કલેક્શન ‘સોલ્સ ઈન સિમ્ફની’ લોન્ચ કર્યું છે. 100 ટકા નેચરલ ડાયમંડ અને નેચરલ જેમસ્ટોન્સ (રત્નો)માંથી કંડારેલું આ કલેક્શન સ્ત્રીઓના જીવનને સમૃદ્ધ બનાવતા બદલાતા સંબંધો, સહિયારા અનુભવો અને અર્થપૂર્ણ જોડાણોને પ્રતિબિંબિત કરે છે. તે આજના સમયની અનોખી ‘સિસ્ટરહૂડ’ એટલે કે સખીના સંગાથની એક આધુનિક અભિવ્યક્તિ છે.
જ્યારે નેચરલ ડાયમંડ જ્વેલરી તરફ ગ્રાહકોનો રસ અને આકર્ષણ સતત વધી રહ્યું છે, ત્યારે તનિષ્ક તેની અસાધારણ કારીગરી, સમકાલીન સૌંદર્ય શાસ્ત્ર અને નેચરલ ડાયમંડના અવિરત આકર્ષણ દ્વારા આ ક્ષેત્રે પોતાનું નેતૃત્વ વધુ મજબૂત કરી રહી છે.
‘સોલ્સ ઈન સિમ્ફની’ એ એવી આધુનિક નારીઓ માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી છે, કે જેઓ એવી જ્વેલરી ઈચ્છે છે જે રોજિંદા જીવનથી લઈને ખાસ પ્રસંગો કે અંગત મેળાવડાઓમાં પણ સહજતાથી શોભી ઉઠે. મહિલાઓ વચ્ચેના આધુનિક સંબંધોની હૂંફ અને સરળતાથી પ્રેરિત થઈને આ કલેક્શનને સુંદર સિલુએટ્સ, ફ્લુડ ફોર્મ્સ, અને વર્સેટાઈલમાં ઢાળવામાં આવ્યું છે.
18 કેરેટ સોનામાં કંડારેલુ આ કલેક્શન વારસાગત કલાત્મકતાના લયમાંથી પ્રેરણા લે છે, જેનું સમકાલીન લેન્સ દ્વારા અર્થઘટન કરવામાં આવ્યું છે. જે ફ્લુડ મુવમેન્ટ, આર્કિટેક્ચરલ ડિટેઈલિંગ અને અભિવ્યક્ત રંગનું મિશ્રણ છે.
આ રેન્જ જટિલ ઓપનવર્ક પેટર્ન, કેસ્કેડિંગ સ્વરૂપો, ભૌમિતિક ફ્રેમિંગ, અલંકૃત જાળીની વિગતો અને શિલ્પોના સિલુએટ્સ તેમજ ફ્લોરલ અને મોટિફ્સથી સજ્જ છે, તેની ઝીણવટભરી ડાયમંડની કલાકારી, મેટલના લેયર, અને કુશન, પિયર, ઓવલ, એમરેલ્ડ અને રાઉન્ડ-કટ જેમસ્ટોન ડિઝાઈન તેને આકર્ષક બનાવે છે. દરેક ડિઝાઈનમાં પરિમાણીયતા અને ગતિશીલતા છે. વ્હાઈટ તનિષ્ક નેચરલ ડાયમંડ્સને નેચરલ જેમસ્ટોન્સના મિશ્રણથી તૈયાર અદ્ભૂત કારીગરી તેને અનેરી ઓળખ આપે છે.
આ કેમ્પેઈન માટે પહેલીવાર અનન્યા પાંડે, સુષ્મિતા સેન અને રાધિકા આપ્ટેને એકસાથે પડદા પર દર્શાવવામાં આવ્યા છે. ત્રણ અલગ-અલગ વ્યક્તિત્વ અને અલગ દ્રષ્ટિકોણ ધરાવતી આ ત્રણેય અભિનેત્રીઓ પરસ્પર આદર, સ્વીકૃતિ અને સહિયારા આનંદ પર આધારિત આધુનિક મિત્રતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. જાણીતા ફિલ્મ નિર્દેશક શૂજિત સિરકર દ્વારા નિર્દેશિત આ ટીવીસીમાં એવી આત્મીય અને વાસ્તવિક પળોને કેદ કરવામાં આવી છે, જે દર્શાવે છે કે જ્યારે મહિલાઓ એકબીજાની પ્રગતિમાં એકજૂટ થાય છે, ત્યારે તેઓ વધુ મજબૂતાઈથી ઉભરી આવે છે.
આ લોન્ચ અંગે તનિષ્કના ચીફ માર્કેટિંગ ઓફિસર પેલ્કી શેરિંગે જણાવ્યું હતું કે, “તનિષ્કમાં અમે હંમેશાં સ્ત્રીની સફરના વિવિધ પાસાઓ અને તેને ઘડનારા સંબંધોની ઉજવણી કરીએ છીએ. ‘સોલ્સ ઈન સિમ્ફની’ સાથે અમે બહેનપણી (સખી)ના સંગાથ અને તેમની મિત્રતાની સમકાલીન અભિવ્યક્તિ પર પ્રકાશ પાડવા માગતા હતા. જે રૂઢિચુસ્ત પરંપરાઓથી નહીં, પરંતુ સહિયારા મૂલ્યો અને પરસ્પર આદરથી વ્યાખ્યાયિત થાય છે.
આજની મહિલાઓ ઉંમર, પૃષ્ઠભૂમિ અને જીવનના તબક્કાઓથી પર થઈને એવા અર્થપૂર્ણ સંબંધો બાંધી રહી છે, જ્યાં દરેકની આગવી ઓળખની ઉજવણી થાય છે, અને એકબીજાની સફળતાને બિરદાવવામાં આવે છે. આ કેમ્પેઈન બદલાતી મિત્રતાની એ જ ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જેને અનન્યા, સુષ્મિતા અને રાધિકાએ પોતપોતાની આગવી અને પ્રમાણિક શૈલીમાં જીવંત કરી છે.”
તાનિષ્ક નેચરલ ડાયમંડ્સનું ‘સોલ્સ ઈન સિમ્ફની’ કલેક્શન તમામ તાનિષ્ક સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. રોજિંદા પહેરી શકાય તેવુ, યાદગાર ક્ષણો અને ખાસ તહેવારોની ઉજવણી માટે આ ડાયમંડ જ્વેલરી શ્રેષ્ઠ પસંદગી છે.
