Western Times News

Gujarati News

સુરતના ઘોડદોડ રોડ ખાતે બનશે રૂ. ૧૬ કરોડના ખર્ચે નારી સંરક્ષણગૃહ

માહિતી બ્યુરો,સુરત:શનિવાર: સુરત ખાતે રૂ.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણગૃહનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઘોડદોડ રોડ ખાતે કલામંદિર જવેલર્સની સામે G+2 માળનું નવું નારી સંરક્ષણગૃહ બનશેજેમાં ૧૦૧ પીડિતશોષિત મહિલાઓ આશ્રય લઇ શકશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘારીમહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ શંકરવિભાગના નાયબ કમિશનરશ્રી મનીષાબેન પટેલનાયબ નિયામકશ્રી ડી. બી. પંડ્યાનિયામકશ્રી (મહિલા કલ્યાણ) શ્રીમતિ પી. એ. નિનામાપ્રાંત અધિકારી વી.જે. ભંડારીજિલ્લા પૂરવઠા અધિકારી દર્શન શાહ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન નારી સંરક્ષણ ગૃહમાં હાલ ૨૪ મહિલા બહેનો અને ૧ બાળક એમ કુલ ૨૫ આશ્રિતો આશ્રય મેળવી રહ્યા છે

જનનીધામ કેમ્પસઆંબોલીતા.કામરેજ ખાતે હાલ કાર્યરત નારી સંરક્ષણ ગૃહમાં ૧૮ થી ૫૯ વર્ષની વય ધરાવતી કોઈ પણ પ્રકારની ઘરેલું હિંસાજાતિગત હિંસા કે દુર્વ્યવહારથી પીડિત મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. હાલ ગૃહમાં ૨૪ મહિલા બહેનો અને ૧ બાળક એમ કુલ ૨૫ આશ્રિતો આશ્રય મેળવી રહ્યા છે. જેઓને નવું ગૃહ તૈયાર થયા બાદ શિફ્ટ કરવામાં આવશે.

        ખાસ કરીને ઘરેલુ હિંસાકૌટુંબિક સમસ્યાશોષણ કે આર્થિક સંકટથી પીડાતી મહિલાઓને તાત્કાલિક સુરક્ષાઆશ્રય અને સન્માનજનક જીવન આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.