Western Times News

Gujarati News

ગુજરાતની આ સરકારી શાળામાં AC, કમ્પ્યુટર, પ્રયોગશાળા, પુસ્તકાલય અને સ્માર્ટ ક્લાસરૂમ

શાળા બહાર લાગ્યું ‘નો એડમિશન’નું બોર્ડ-વડોદરાની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશની તમામ બેઠકો ફુલ

કવિ દુલા કાગ પ્રાથમિક શાળા કેન્દ્ર સરકારની  પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM SHRI) યોજના હેઠળ સમાવિષ્ટ

શાળામાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ભારે માંગદર વર્ષે હોય છે લાંબું વેઇટિંગ લિસ્ટ

વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યોનેતૃત્વ ક્ષમતા અને  જવાબદારીની ભાવના વિકસિત કરવા માટે શાળાએ શરૂ કરી છે અનોખી ‘બાળ સંસદ’ પહેલ

વડોદરા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 23 જૂનથી 25 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. પ્રાથમિક શાળાઓમાં પ્રવેશપાત્ર એકપણ બાળક શિક્ષણનાં અધિકારથી વંચિત ન રહે તેવા ઉમદા આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની શરૂઆત કરી હતી.

આ કાર્યક્રમ નાના ભૂલકાંઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડે છે. જોકેશાળા પ્રવેશોત્સવ શરૂ થાય તે પહેલા જ વડોદરાની કવિ દુલા કાગ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટેની તમામ બેઠકો ભરાઈ ગઈ છેઅને શાળાના મુખ્ય દરવાજાની બહાર ‘નો એડમિશન’ એટલે કે પ્રવેશ બંધનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.

જ્યારે ગુણવત્તાસભર શિક્ષણની વાત આવે ત્યારે સામાન્ય રીતે ખાનગી શાળાઓનું જ નામ લેવામાં આવે છે. પરંતુવડોદરાની કવિ દુલા કાગ પ્રાથમિક શાળા સરકારી શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટતાનું અનોખું ઉદાહરણ બની છે. વર્ષ 2010માં સ્થાપિત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આ શાળાએ તેના સતત સારા શૈક્ષણિક પ્રદર્શનઆધુનિક માળખાગત સુવિધાઓ અને વિદ્યાર્થીઓના વિકાસ માટેના સર્વાંગી અભિગમ માટે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે.

શાળાની આ સિદ્ધિઓના કારણે તેને ગુજરાત  સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ શ્રી (PM SHRI – પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા) યોજનામાં પણ સામેલ કરવામાં આવી છે.

ખાનગી શાળાને સમકક્ષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ

શાળામાં અગ્રણી ખાનગી શાળાઓને સમકક્ષ આધુનિક માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્રણ ઇમારતો, 24 વર્ગખંડો અને 1,700થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં એર-કન્ડિશન્ડ કમ્પ્યુટર અને વિજ્ઞાન પ્રયોગશાળાઓઆધુનિક પુસ્તકાલયઇન્ટરેક્ટિવ પેનલથી સજ્જ સ્માર્ટ ક્લાસરૂમરમતગમતના મેદાનોઔષધીય વનસ્પતિ ઉદ્યાન તેમજ હરિત અને સુવ્યવસ્થિત કેમ્પસ જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો સમાવેશ થાય છે.

પીએમ શ્રી સ્કૂલનો દરજ્જો મળ્યા બાદ શાળાની સુવિધાઓમાં વધુ વધારો થશે. આ ઉપરાંતશાળાને વધારાના નવ વર્ગખંડો ફાળવવામાં આવ્યા છેજેના કારણે તેની વિદ્યાર્થી ક્ષમતા 2,000થી વધુ થવાની અપેક્ષા છે.

કવિ દુલા કાગ શાળામાં પ્રવેશ મેળવવા માટે દર વર્ષે હોય છે વેઇટિંગ લિસ્ટ

શૈક્ષણિક દ્રષ્ટિએ જોઇએ તોઆ પ્રાથમિક શાળાએ સરકારી મૂલ્યાંકનમાં નિયમિતપણે ઉચ્ચ ગ્રેડ મેળવ્યા છેતેમજ NMMS (નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશિપ), PSE, CET અને જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે.

આ શાળાના શિક્ષણનો લાભ મેળવવા માટે દર વર્ષે શાળામાં પ્રવેશ મેળવવાની ભારે માંગ રહે છે અને વિદ્યાર્થીઓની લાંબી વેઇટિંગ લિસ્ટ જોવા મળે છેજે આ સંસ્થામાં વિદ્યાર્થીઓના માતા-પિતાએ મૂકેલા વિશ્વાસને દર્શાવે છે. કવિ દુલા કાગ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓમાં સોફ્ટ સ્કિલ્સ અને નેતૃત્વના ગુણો વિકસિત કરવા પર પણ વિશેષ ભાર મૂકે છે. પીએમ શ્રી યોજના હેઠળ સમાવેશ થતા હવે શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વધુ સક્ષમ બનશે.

વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે રમતગમત અને કળા ક્ષેત્રે શાળાનું નામ રોશન કર્યું

કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણની સાથે રમતગમત અને કળાના ક્ષેત્રે પ્રોત્સાહન આપીને તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવામાં આવે છે. ખેલ મહાકુંભજિલ્લારાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની વિવિધ પ્રતિસ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ખો-ખોલંગડીરોપ મલ્લખંભ અને અન્ય રમતોમાં વિદ્યાર્થીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને અનેક મેડલ અને સન્માન મેળવ્યા છે.

પીએમ શ્રી શાળા અંતર્ગત સમાવિષ્ટ થવાથી કવિ દુલા કાગ પ્રાથમિક શાળાને અલગથી સ્પોર્ટ્સ શિક્ષક ઉપલબ્ધ થશેજે વિદ્યાર્થીઓને વધુ સારી તાલીમ આપવામાં મદદરૂપ બનશે. આ સાથે શાળા વિદ્યાર્થીઓને તીરંદાજી (આર્ચરી)એથ્લેટિક્સ સહિતની અન્ય રમતોમાં પણ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયાર કરી રહી છે.

બાળ સંસદ: વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો અને નેતૃત્વ ક્ષમતા વિકસાવતી પહેલ

આ શાળાએ અનોખી ‘બાળ સંસદ’ની પહેલ શરૂ કરી છેજે વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યોનેતૃત્વ ક્ષમતા અને જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. બાળ સંસદના વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનપ્રાર્થનાસ્વચ્છતાબગીચોઆરોગ્યપાણીબુલેટિન બોર્ડ સહિતની વિવિધ સમિતિઓમાં પોતાનું યોગદાન આપે છે.

આ વ્યવસ્થા દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જવાબદારીઓ સક્રિય રીતે નિભાવી શાળાના વ્યવસ્થાપનમાં સહભાગી બને છે. આ ઉપરાંતઅઠવાડિયા દરમિયાન સમિતિઓ વચ્ચે સ્પર્ધા યોજવામાં આવે છે અને શ્રેષ્ઠ કામગીરી કરનારી સમિતિને સૌથી વધુ સ્ટાર્સ આપવામાં આવે છે. આ પ્રક્રિયા વિદ્યાર્થીઓમાં સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવે છે તેમજ શાળાના વિકાસ માટે સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે.

કલામહાકુંભમાં વર્ષ 2018થી 2025 સુધી શાળાની દીકરીઓએ રાસગરબાની સ્પર્ધામાં તાલુકા કક્ષાજિલ્લા કક્ષા તેમજ રાજ્ય કક્ષાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. લગ્ન ગીત જેવી અન્ય સ્પર્ધાઓમાં પણ શાળાની દીકરીઓ વિજેતા બની છે. પી.એમ.શ્રી શાળા તરીકે હવે શાળાને સંગીત શિક્ષકની પણ ફાળવણી થશે એટલે શાળાના બાળકો સંગીત સ્પર્ધાઓ માટે પણ તૈયાર થશે.

વિકસિત ભારતના ઘડવૈયાઓને તૈયાર કરવામાં શાળાનું નોંધપાત્ર યોગદાન

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હાલના શિક્ષણમંત્રી શ્રી રીવાબા જાડેજા તેમજ ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને કુબેર ડિંડોર એ પણ શાળાના ઉત્કૃષ્ટ પ્રયાસોની નોંધ લીધી છે. આ ઉપરાંતવરિષ્ઠ નેતાઓ અને મહાનુભાવો પણ સમયાંતરે શાળાની મુલાકાત લઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. તાજેતરમાં બ્રિક્સ (BRICS)ના પ્રતિનિધિએ પણ શાળાની મુલાકાત લીધી હતી. પીએમ શ્રી અંતર્ગત શાળાને વધુ બળ મળશે અને તે નવા સંસાધનો અને તકો સાથે વિકસિત ભારતના ઘડવૈયાઓને તૈયાર કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.