Western Times News

Gujarati News

AACA દ્વારા અમદાવાદમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

ભરતભાઈ અને હિતેશભાઈ શાહને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ

અમદાવાદ: AACAની ૩૫મી AGMમાં જામ્યો ત્રિવેણી સંગમ; વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થયા, સિનિયર્સનું સન્માન કરાયું

અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન, સીનીયર મેમ્બર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તથા AGMનો કાર્યક્મ આયોજીત થયો. તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખુબજ સુંદર ગીફ્ટસ હેમ્પરનું વિતરણ કરવામાં આવ્યું.
વધુમાં સંસ્થાના મંત્રીશ્રી જગતભાઈ ગાંધીએ જણાવેલ કે AACA નો વર્ષ 2026નો સીનીયર મેમ્બર લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સંસ્થાનાં સિનિયર મેમ્બર શ્રી ભરતભાઈ શાહ તથા શ્રી હિતેશભાઈ શાહને એનાયત કરવામાં આવ્યો.
શાલ ઓઢાળી તથા મોમેન્ટો આપી કારોબારી સભ્ય શ્રી સંદિપભાઈ શાહે તથા શ્રી પ્રતાપભાઈ નારેચાણીઆએ તેઓનું સન્માન કરેલ. આ સાથે AACAની 35મી વાર્ષિક સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવેલ હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મીડીયા જગતની અગ્રણી AACA સંસ્થા બીઝનેશ સંબંધિત કાર્યક્રમોની સાથે સાથે સમાજલક્ષી અને પરિવારલક્ષી કાર્યક્રમો પણ રજુ કરે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.