Western Times News

Gujarati News

Lucknow Coaching Center Fire: ૧૫ ના મોત, ૨૫થી વધુ ઈજાગ્રસ્ત

કોચિંગ સેન્ટરમાં ભીષણ આગઃ ૧પના મોત -કોમ્પ્યુટર સેન્ટરમાં રપથી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા ઃ મુખ્યમંત્રી યોગી અલીગઢનો પ્રવાસ રદ કરી લખનઉ પહોંચ્યા ઃ રપથી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા-PM નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યકત કર્યું-લખનઉમાં સુરતની તક્ષશીલા જેવી ઘટનાનું પુનરાવર્તન

લખનઉ, લખનૌના અલીગંજના પૂર્ણિયા વિસ્તારમાં એક બિÂલ્ડંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ ફાટી નીકળવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને થોડીવારમાં જ આખી બિÂલ્ડંગ આગની લપેટમાં આવી ગઈ હતી.

આગમાં ૧પ લોકોના મોત થયાના અહેવાલ છે. શરૂઆતના અહેવાલોમાં કોચિંગ સેન્ટર અને લાઇબ્રેરી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે,ગ્રાઉન્ડ ફ્લોર પર એક પેટ શોપ હતી અને ઉપરના માળે ગેમિંગ ઝોન આવેલું છે.

આગ લાગ્યા બાદ ઉપરના માળે રહેલા લોકો ગભરાઈ ગયા હતા. લોકો બાથરૂમમાં ફસાયેલા હોવાના અહેવાલો હતા, પરંતુ બચાવ કામગીરી દરમિયાન તમામ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગનો કોલ મળતાં જ ફાયર અને પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોએ પણ બચાવ પ્રયાસોમાં મદદ કરી હતી. આગની તીવ્રતાને જોતાં ઘણા લોકો બિÂલ્ડંગમાંથી બહાર નીકળવા માટે છત પરથી કુદ્યા હતા. તો ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે.પીએમઓએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ.૨ લાખ અને ઘાયલોને રૂ.૫૦,૦૦૦ની સહાય આપવામાં આવશે.

અગ્નિશામકોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. હાલમાં કુલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બાબતની નોંધ લીધી અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવા નિર્દેશ આપ્યો. તેમણે વહીવટીતંત્રને સતર્ક રહેવા અને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી.

નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ ઘટના અંગે પૂછપરછ કરી અને રાહત પ્રયાસોનું નિરીક્ષણ કર્યું. પ્રારંભિક આશંકા વચ્ચે, ૪-૫ લોકો ફસાયેલા હોવાની શક્્યતા હોવાના અહેવાલો હતા. ઘટના બાદ વિસ્તારમાં ફેલાયેલી અરાજકતા ઓછી થઈ ગઈ છે અને પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

ઘટના બાદ પંદર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જોકે, બાળકો અને અન્ય લોકોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. અધિકારીઓનું કહેવું છે કે બચાવ કામગીરી પૂર્ણ થયા પછી અને તમામ ઘાયલોની સ્થિતિ સ્પષ્ટ થયા પછી જ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. જોકે, કેટલાક લોકોને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હોવાને કારણે, મૃત્યુઆંક વધવાની શક્્યતા નકારી શકાતી નથી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની કડક નોંધ લઈને ડીજીપી અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને સ્થળની મુલાકાત લઈને વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક, ડીએમ વિશાખ અને એડીસીપી નોર્થ Âટ્‌વંકલ જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યોની સીધી દેખરેખ રાખી હતી. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને તપાસ ચાલુ છે.

બપોર બાદ બનેલી આ ઘટનાથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી. બીજીબાજુ યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપી દીધો છે ત્યારે સૌ પ્રથમ આવી રીતે ગેરકાયદેસર ચાલતા કલાસીસોની તપાસ સમગ્ર રાજયમાં શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ ગુજરાતમાં સુરતની અંદર આવી જ ઘટના ઘટી હતી અને તેમાં વિદ્યાર્થીઓ તેનો ભોગ બન્યા હતાં.

આ ઘટના બાદ ગુજરાતમાં થોડા દિવસ ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ હવે ઉત્તરપ્રદેશમાં આ ઘટના બનતા દેશભરમાં સ્થાનિક સરકારો દ્વારા પોતાના રાજયોમાં આ અંગેની તપાસ શરૂ કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે જાણવા મળી રહયું છે. લખનઉમાં બનેલી આ ઘટનામાં તપાસનો રિપોર્ટ પણ જલ્દીથી આપવા યોગીએ આદેશ આપ્યો છે. એરકન્ડીશનથી લાગેલી આગના પગલે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.