વિજયનગરના સરોલીમાંથી ગાંજાના છોડ સાથે એક ઈસમ ઝડપાયો
(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) સાબરકાંઠા એસઓજીએ મંગળવારે બાતમીને આધારે વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરોલી ગામે રહેતા ઉનાજી દિનેશભાઈ ખરાડીએ ગેરકાયદે રીતે પોતાના ખેતરમાં પ્રતિબંધિત ગાંજાનું વાવેતર કર્યું
હોવાની બાતમીને આધારે એસઓજીના પીઆઈ એ.એમ.વાળા, પીએસઆઈ કે.યુ.ચૌધરી તથા તેમની ટીમે સરોલી ગામે પહોંચી જઈ ખેતરમાંથી અંદાજે ૧પ.પ૮૦ કિલો ગ્રામના ગાંજાના ૧૦ છોડ ઝડપી લીધા હતા
જેની કિંમત અંદાજે રૂ.૭.૭૯ લાખ આંકીને એસઓજીએ બે મોબાઈલ મળી રૂ.૭.૮૧ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ઉનાજી ખરાડી વિરૂધ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.
