Western Times News

Gujarati News

યુરોપમાં ભીષણ ગરમી, લંડનથી મિલાન સુધીનાં શહેરોમાં હેલ્થ વોર્નિંગ

યુકેમાં રેડ હીટ એલર્ટ, શાળાઓ બંધ, ટ્રેન સેવાઓ પ્રભાવિત

ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાં પણ કરોડો લોકો માટે અતિશય ગરમીના જોખમ અંગે વો‹નગ જારી કરાઈ હતી

લંડન, પશ્ચિમ યુરોપમાં સર્જાયેલા ‘હીટ ડોમ’ને પગલે બ્રિટન, ફ્રાન્સ, ઇટલી અને સ્પેન સહિત સમગ્ર યુરોપ ખંડમાં પડી રહેલી ભીષણ ગરમી પગલે હેલ્થ વોર્નિંગ જારી કરવામાં આવી હતી. બ્રિટનના સત્તાવાળાઓએ મધ્ય અને દક્ષિણ ઇંગ્લેન્ડ તથા વેલ્સ માટે ‘રેડ હીટ હેલ્થ’ એલર્ટ જારી કર્યાે હતો. દેશમાં અત્યાર સુધી આપવામાં આવેલી આવી બીજી વો‹નગ છે. અગાઉ તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું ત્યારે જુલાઈ ૨૦૨૨માં આવી વો‹નગ જારી કરાઈ હતી.

ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાં પણ કરોડો લોકો માટે અતિશય ગરમીના જોખમ અંગે વોર્નિંગ જારી કરાઈ હતી. યુકે જૂનમાં અત્યાર સુધીના સૌથી વધુ તાપમાનનો સામનો કરી રહ્યું છે. મેટ ઓફિસે દક્ષિણ ઇંગ્લેન્ડમાં ૩૮ ડિગ્રી જેટલા ઊંચા તાપમાનની આગાહી કરી હતી. મંગળવારે લંડનના વાઇસલીમાં તાપમાન ૩૪.૬ ડિગ્રી પહોંચ્યું હતું. યુકે મેટ ઓફિસના ડેપ્યુટી ચીફ હવામાન નિષ્ણાત માર્ક સિડવેએ જણાવ્યું હતું કે રેડ વોર્નિંગ માત્ર અત્યંત ગંભીર પરિસ્થિતિઓમાં જ જાહેર કરવામાં આવે છે.

આ હીટવેવથી ગંભીર અને વ્યાપક અસર થવાની આશંકા છે અને ગરમીથી વધુ અસરગ્રસ્ત ગણાતા લોકો સિવાય અન્ય લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. ઇંગ્લેન્ડમાં કેટલીક સ્કૂલો બંધ રખાઈ હતી અને ઘણી ટ્રેન સેવા રદ કરાઈ હતી. મુસાફરોને બિનજરૂરી પ્રવાસ ન કરવાની અપીલ કરાઈ હતી. બ્રિટનની રેલવે નેટવર્ક સંચાલિત કરતી નેટવર્ક રેલે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં મોટા અવરોધની ચેતવણી આપી હતી. ગરમીને કારણે પાટા વાંકાચૂકા થવા અથવા વીજ તાર ઢીલા પડવાની શક્યતા ઘટાડવા માટે ટ્રેનોની ગતિ મર્યાદિત કરવામાં આવી છે.

યુરોપિયન ઇન્ટરનેશનલ હાઇસ્પીડ યુરોપિયન સર્વિસ યુરોસ્ટારે બુધવારે અને ગુરુવારે લંડન-પેરિસ વચ્ચેની ચાર ટ્રેન રદ કરવાની જાહેરાત કરી હતી. ફ્રાન્સમાં મંગળવારે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. એફિલ ટાવર અને લુવ્ર મ્યુઝિયમમાં મુલાકાતના સમય પર નિયંત્રણો મૂકાયા હતા. શાળાઓ અને પરિવહન સેવાઓના સમયપત્રકમાં પણ ફેરફાર કરાયાં હતાં. ફ્રાન્સના રાષ્ટ્રીય થર્મલ ઇન્ડિકેટર મુજબ સરેરાશ તાપમાન ૨૯.૮ ડિગ્રી નોંધાયું હતું, જે દેશના ઇતિહાસમાં સૌથી ઊંચો આંકડો છે. ઇટાલીના આરોગ્ય મંત્રાલયે બુધવારે મિલાન, ફ્લોરેન્સ અને ટુરિન જેવા મોટા શહેરો સહિત ૧૬ શહેરો માટે રેડ એલર્ટ જારી કર્યાે હતો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.