Western Times News

Gujarati News

ગુજરાત ATSનો મોટો સપાટો: શાહીબાગમાં લક્ઝરી બસમાંથી 2 લાખથી વધુ નશાની ગોળીઓ જપ્ત, મુખ્ય સૂત્રધાર રાજસ્થાનથી ઝડપાયો

  • Ahmedabad: મેડિકલ સ્ટોકિસ્ટની આડમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક, ATS એ લક્ઝરી બસમાંથી ઝડપ્યું ₹8.32 કરોડનું ડ્રગ્સ!

  • Gujarat ATS Drug Case: બે મહિનામાં 62 લાખ ડ્રગ્સ ટેબલેટ્સ સપ્લાય કરનાર પરેશ જૈનની ધરપકડ, ચોંકાવનારા ખુલાસા

(એજન્સી)અમદાવાદ, શહેરના શાહીબાગ વિસ્તારમાંથી સ્ઇ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી આશરે રૂ.૮.૩૨ કરોડની કિંમતની ૨ લાખથી વધુ ટ્રામાડોલ ટેબલેટ્‌સનો જથ્થો ગુજરાત ATS એ ઝડપ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી પરેશ જૈનની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં કરોડો રૂપિયાના સાયકોટ્રોપિક ડ્રગ્સને ખોટા ઇન્વોઈસના આધારે રાજ્યમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે. Gujarat ATS Seizes ₹8.32 Crore Worth of Tramadol, Arrests Medical Stockist

ગુજરાત ATS ની ટીમને માહિતી મળી હતી કે, વલસાડના પારડીમાં રહેતો અને મૂળ રાજસ્થાનનો પરેશ પારસમલ જૈન લાંબા સમયથી ગેરકાયદેસર રીતે સાયકોટ્રોપિક સબસ્ટન્સ ટ્રામાડોલનો વેપાર કરી રહ્યો છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે છ્‌જીએ માહિતીની ખરાઈ કરતા જાણવા મળ્યું કે આરોપીએ અન્ય દવાઓના નામે ખોટા ટેક્સ ઇન્વોઇસ બનાવી ટ્રામાડોલનો જથ્થો અંકલેશ્વરથી રાજસ્થાન મોકલી રહ્યો છે.

આ માહિતીના આધારે છ્‌જીએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ર્જીંય્ની સંયુક્ત ટીમની મદદ લઇ શાહીબાગ ખાતેની સ્ઇ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ૬ મોટા બોક્સમાંથી ૪૧૬ નાના બોક્સ મળી આવ્યા હતા. જેમાંથી કુલ ૪,૧૬૦ સ્ટ્રીપ એટલે કે ૨,૦૮,૦૦૦ ટ્રામાડોલ ટેબલેટ્‌સ મળી આવી હતી. પોલીસે જપ્ત કરેલા આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ૮ કરોડ ૩૨ લાખ રૂપિયા હોવાનું ATS એ જણાવ્યું છે.

છ્‌જીએ અમદાવાદમાંથી ટેબલેટ્‌સ પકડી ત્યારે આરોપી રાજસ્થાન ફરાર થઈ ચૂક્યો હતો . મુખ્ય આરોપી પરેશ પારસમલ જૈન રાજસ્થાન ભાગી ગયો હતો. જોકે છ્‌જીની વિશેષ ટીમે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંડા વિસ્તારમાંથી તેની ધરપકડ કરી લીધી હતી. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર મે-૨૦૨૬થી અત્યાર સુધીમાં એટલે કે માત્ર બે મહિનામાં જ વિવિધ ૨૫ બેચમાં કુલ ૬૨ લાખ ૫૪ હજાર ટ્રામાડોલ ટેબલેટ્‌સ મંગાવી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સપ્લાય કરી હતી. એટલે કે હાલ પકડાયેલી ટ્રામાડોલ ટેબલેટ્‌સનો જથ્થો ૪૧૬૦ સ્ટ્રીપ એટલે ૨,૦૮,૦૦૦ નંગ જેની ૮.૩૨ કરોડ રૂપિયા થાય છે અને છેલ્લા બે મહિલામાં કુલ ૬૨ લાખ ૫૪ હજાર ટેબલેટ્‌સનો વ્યાપાર થયો છે, ત્યારે આ આંકડા પરથી અંદાજો લગાવી શકાય છે કે, આ કાળો કારોબાર કેટલો વિસ્તરેલો છે.

વધુમાં તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી પરેશ પારસમલ જૈન મેડિકલ સ્ટોકિસ્ટના લાઇસન્સની આડમાં મુખ્યત્વે ટ્રામાડોલના ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલો છે. તેનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે.

આરોપી પરેશ જૈન ઉત્તરાખંડના હરિદ્વાર અને મહારાષ્ટ્રના થાણેમાં કોડીન કફ સિરપના કેસમાં તે અગાઉ પકડાઈ ચૂક્યો છે. એટલું જ નહીં, ગત મહિને ATS દ્વારા વાપીમાં ઝડપાયેલા ૨.૩૮ કિલો મેફેડ્રોન કેસમાં પણ તેની સંડોવણી બહાર આવી છે. ATS હવે આ સમગ્ર ડ્રગ્સ નેટવર્ક અને સપ્લાય ચેઇનની વધુ તપાસ કરી રહી છે.

ગુજરાત ATS દ્વારા કરોડો રૂપિયાની ટ્રામાડોલ ટેબલેટ્‌સનો જથ્થો ઝડપાતા રાજ્યમાં ચાલતા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે. આરોપી હાલ રીમાન્ડ પર છે ત્યારે ડ્રગ્સના અન્ય રાજ્યો સુધી ફેલાયેલા નાર્કોટિક્સ રેકેટની વિગતો સામે આવવાની શકયતાઓ સેવાઇ રહી છે. ATS હવે આ કેસમાં અન્ય સંડોવાયેલા આરોપીઓ અને સપ્લાયર્સ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.