Western Times News

Gujarati News

આ રૂટ શરૂ થવાથી હોર્મુઝમાં ઈરાનની દાદાગીરી ખતમ થઈ જશે-ઓમાને મોટો ખેલ પાડતા ઈરાન વિફર્યું

મિસાઈલ ઝિંકવાની આપી ધમકી-હોર્મુઝમાં ફરી તણાવ ! 

(એજન્સી)તહેરાન, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્યા બાદ પણ ત્યાં તણાવ અને સંઘર્ષનું સ્તર બહુ ઓછું થયું નથી. ગુરુવારે હોર્મુઝમાં ઓમાન તરફથી પસાર થઈ રહેલા એક ઓઈલ ટેન્કરને ચેતવણી આપતા ઈરાની નેવીએ કહ્યું કે, તમે અમારી મિસાઈલની રેન્જમાં છો અને ઈરાની નેવી ગમે ત્યારે ફાયર કરી શકે છે. યુદ્ધવિરામ બાદ ઈરાનની આ ચેતવણીથી હોર્મુઝમાં ફરી એકવાર માહોલ તણાવપૂર્ણ બની ગયો છે.

ઓમાને સંયુક્ત રાષ્ટ્ર ના સહયોગથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પોતાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી જહાજો અને ઓઈલ ટેન્કરો પસાર થવા માટે એક નવો રૂટ એક્ટિવેટ કરી દીધો છે. આ રૂટ શરૂ થવાથી હોર્મુઝમાં ઈરાનની દાદાગીરી ખતમ થઈ જશે. ઓમાનના આ પગલાને અમેરિકાનો સાથ મળ્યો છે, પરંતુ તેનાથી ઈરાન ચિડાયેલું છે.

ગુરુવારે ઘણા ટેન્કરોએ સંયુક્ત રાષ્ટ્રની દરિયાઈ એજન્સી દ્વારા દર્શાવવામાં આવેલા નવા રસ્તા પરથી હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું હતું. ઈરાને ઓમાનના કિનારા પાસેથી પસાર થતા આ રસ્તાનો ઉપયોગ કરનારા જહાજોને ધમકી આપી છે. આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર વૈકલ્પિક રૂટ ખુલવાથી વિશ્વના અર્થતંત્ર પરનું દબાણ ઘટશે અને અમેરિકા સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં ઈરાનની સોદાબાજી કરવાની ક્ષમતા ખતમ થઈ જશે.

અમેરિકાના સહયોગી દેશોને ભરોસો આપવા માટે ખાડી દેશોના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી માર્કાે રુબિયોએ જણાવ્યું હતું કે, વોશિંગ્ટન આ નવા રસ્તા માટે પ્રતિબદ્ધ છે.આ સ્ટ્રેટ પરથી પસાર થતા ટ્રાફિકમાં વધારો થયો છે, પરંતુ તે હજી પણ યુદ્ધ પહેલાના સ્તર કરતા ઘણો નીચે છે. ગુરુવારે ઓઈલની કિંમત થોડા સમય માટે યુદ્ધ પહેલાના ૭૩ ડોલર પ્રતિ બેરલ કરતા પણ ઓછી થઈ ગઈ હતી.

આ એવો સંકેત છે કે, બજારને લાગે છે કે સ્થિતિ સુધરી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી હવે વધુ જહાજો પસાર થઈ રહ્યા છે, પરંતુ યુદ્ધ પહેલાની સરખામણીમાં તેમની સંખ્યા ઘણી ઓછી છે. ગુરુવારની સવારે, ‘સ્ટોઇક વોરિયર’ જહાજની આગેવાની હેઠળ ઓઈલ ટેન્કરોનો એક કાફલો સંયુક્ત આરબ અમીરાત અને ત્યારબાદ ઓમાનના કિનારાની સાથે-સાથે આગળ વધ્યો અને ઓમાનના મુસંદમ દ્વીપકલ્પની ખૂબ નજીકથી પસાર થયો.

આ રસ્તો ઓમાન અને સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશને નક્કી કર્યાે હતો.આ રસ્તાની ઉત્તરમાં ‘ટ્રાફિક સેપરેશન સ્કીમ‘ કોરિડોર છે, જે સ્ટ્રેટની મધ્યમાં છે. યુદ્ધ પહેલા અહીંથી જહાજો મુક્તપણે પસાર થતા હતા. ઈરાનનું કહેવું છે કે, ૨૮ ફેબ્›આરીના રોજ અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ તેણે એ રસ્તા પર દરિયાઈ સુરંગો (બારૂદી સુરંગો) બિછાવી દીધી હતી, અને ત્યાં ઓછામાં ઓછી એક સુરંગ જોવા પણ મળી છે.

જોકે અમેરિકી સેનાની મદદથી કેટલાક જહાજો તે સ્ટ્રેટમાંથી બહાર નીકળી રહ્યા હતા, પરંતુ ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનો આ પ્રયાસ સૌથી નવો ઉપાય છે. ઈરાનનું કહેવું છે કે, શિપિંગનો આ નવો રસ્તો તેને ‘મંજૂર નથી’. ઈરાનની રેવોલ્યુશનરી ગાડ્‌ર્સની નેવીએ નવા શિપિંગ રૂટ અને વધતા ટ્રાફિક પર પ્રતિક્રિયા આપતા ગુરુવારે એક ચેતવણી જાહેર કરી, જેને ઈરાનની સરકારી સમાચાર એજન્સી ૈંઇદ્ગછ એ પ્રકાશિત કરી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ નવો રૂટ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનને કોઈ માહિતી આપ્યા વિના અથવા તેમની સાથે તાલમેલ મિલાવ્યા વિના બનાવવામાં આવ્યો છે, અને તે અસ્વીકાર્ય અને અત્યંત જોખમી છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.