Western Times News

Gujarati News

ઓનલાઇન છેતરપિંડી કે UPI ફ્રોડમાં ગુમાવેલા પૈસા હવે RBIના નવા નિયમ મુજબ પાછા મળશે!

ઓનલાઈન ફ્રોડમાં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ.૨૫૦૦૦ સુધીનું વળતર

  • જો તમારી ભૂલથી પણ OTP શેર થયો હશે, તો પણ અમુક શરતો સાથે ₹25,000 સુધીનું વળતર મળી શકશે.

  • આ નિયમ 1 જાન્યુઆરી 2027થી લાગુ થશે. આ ઉપયોગી માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરો!

(એજન્સી)નવી દિલ્હી, વિચારો કે એક દિવસ અચાનક તમારા ફોન પર મેસેજ આવે છે કે તમારા બે ખાતામાંથી ૨૦,૦૦૦ રૂપિયા કપાઈ ગયા છે, જ્યારે તમે આવું કોઈ પેમેન્ટ કર્યું જ નથી કે નથી કોઈ મંજૂરી (અપ્રૂવલ) આપી! અત્યાર સુધી આવા ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં બે પણ લાચાર દેખાતી હતી અને સામાન્ય લોકોના પૈસા પાછા મળવા ખૂબ મુશ્કેલ બની જતા હતા.

પરંતુ હવે આવા ડિજિટલ સ્કેમનો ભોગ બનતા ગ્રાહકોની મદદ માટે દેશની કેન્દ્રીય બે એટલે કે ભારતીય રિઝર્વ બેન્ક આગળ આવી છે. ૨૪ જૂન ૨૦૨૬ના રોજ આરબીઆઈ દ્વારા એક નવો ઐતિહાસિક નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ જો હવેથી તમારી સાથે કોઈ પણ ઓનલાઇન ફ્રોડ કે યુપીઆઈ છેતરપિંડી થશે, તો રિઝર્વ બેન્ક પોતે તમને થયેલા નુકસાનનું વળતર ચૂકવશે.

આ નવો નિયમ સ્મોલ ફાઇનાન્સ બે, પેમેન્ટ બે, પ્રાદેશિક ગ્રામીણ બે અને લોકલ એરિયા બેને બાદ કરતાં તમામ કમર્શિયલ બે પર લાગુ થશે. આ નિયમ ૧ જાન્યુઆરી, ૨૦૨૭ કે તેના પછી થનારા તમામ ઇલેક્ટ્રોનિક બેગિં ટ્રાન્ઝેક્શન માટે લાગુ થઈ જશે.

સરળ શબ્દોમાં કહીએ તો, આમાં આજના સમયના તમામ ડિજિટલ પેમેન્ટ મોડ જેવા કે, યુપીઆઈ ટ્રાન્સફર, નેટ બેગિં, મોબાઇલ બેગિં, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ (પછી ભલે તે કાર્ડ સ્વાઇપ/ટેપ કરીને કરાયું હોય કે ઓનલાઇન ડિટેલ્સ નાખીને) વગેરે તમામ પ્રકારના ડિજિટલ વ્યવહારોને આવરી લેવામાં આવ્યા છે.

જ્યારે પણ કોઈ છેતરપિંડી થાય, ત્યારે બે એવું કહીને બચી નહીં શકે કે ગ્રાહકની બેદરકારી હતી, બે તે સાબિત કરવું પડશે.

આ માટે આરબીઆઈએ ૩ શરતો રાખી છેઃ

બેની ભૂલઃ જો ફ્રોડ બેની સુરક્ષા ખામી, સિસ્ટમની ગરબડ કે બે દ્વારા એલર્ટ ન મોકલવાના કારણે થયું હશે, તો બે ગ્રાહકને પૂરેપૂરા પૈસા પાછા આપશે, ભલે ગ્રાહકે તેની જાણ કરી હોય કે ન હોય.

થર્ડ પાર્ટીની ભૂલઃ જો ફ્રોડ કોઈ પેમેન્ટ એપ, પેમેન્ટ ગેટવે કે ટેલિકોમ પ્રોવાઈડર (થર્ડ પાર્ટી)ના કારણે થયું હશે, તો પણ ગ્રાહકને સંપૂર્ણ રિફંડ (શૂન્ય જવાબદારી) મળશે. પરંતુ આ માટે શરત એટલી જ છે કે ગ્રાહકે ફ્રોડ થયાના ૫ કેલેન્ડર દિવસની અંદર બેને જાણ કરવી પડશે. ૫ દિવસ પછી રિપોર્ટ કરવા પર બેની આંતરિક પોલિસી મુજબ નિર્ણય લેવાશે.

ગ્રાહકની પોતાની ભૂલ હશે તો પણ મળશે વળતર!ઃ આ નોટિફિકેશનનો સૌથી નવો અને મહત્ત્વનો ભાગ એ છે કે, જો ગ્રાહકની પોતાની બેદરકારીના કારણે ફ્રોડ થયું હશે (જેમ કે કોઈ ફિશિંગ લિંક પર ક્લિક કર્યું હોય કે ભૂલથી ઓટીપી શેર કરી દીધો હોય), તો પણ ગ્રાહકને વળતર મળી શકે છે! જો નુકસાન ઓછું હોય અને ગ્રાહકે તરત જ પગલાં લીધા હોય, તો આ નિયમ હેઠળ રાહત મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.