માઇક્રોસોફ્ટમાં એક જ મહિનામાં ૫૭૦ અબજ ડોલરની માર્કેટકેપ સાફ
કંપનીના શેરે છેલ્લા ચાર વર્ષની નબળી કામગીરી
બિલ ગેટ્સની કંપનીએ ૨૦૦૦માં ડોટકોમ પરપોટો ફૂટયા પછીનું સૌથી ખરાબ પર્ફાેર્મન્સ નોંધાવ્યું
વોશિંગ્ટન,માઇક્રોસોફ્ટ માટે જૂન ૨૦૨૬નો મહિનો ૨૦૦૦ની સાલના ડોટકોમ પરપોટા પછીનો સૌથી ખરાબ મહિનો નીવડયો છે. એક મહિનામાં માઇક્રોસોફ્ટના શેરના ભાવમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે. તેના કારણે એક જ મહિનામાં માઇક્રોસોફ્ટના શેરના બજારમૂલ્યમાં ૫૭૦ અબજ ડોલર (૫૩.૮૮ લાખ કરોડ)નો કડાકો બોલ્યો છે.
તેના પગલે શેરે ગુરુવારે ૨૦૨૩ પછીની સૌથી નીચી સપાટી નોંધાવી હતી.ક્રેસેટ વેલ્થ એડવાઇઝર્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ જેક આલ્બિને જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટને બે બાજુએથી ફટકો પડયો છે. એક તો એઆઈ પાછળના ખર્ચની ચિંતા છે અને એઆઈ ડિસરપ્શન એટલે કે તેના કારણે પડનારી અસરની ચિંતા છે. તેમણે માઇક્રોસોફ્ટના શેરના ભાવમાં બોલેલા કડાકાનો ફાયદો ઉઠાવીને રોકાણકારોને તેમા રોકાણ કરવા સલાહ આપી હતી. વેચવાલીના લીધે માઇક્રોસોફ્ટનો શેર દાયકાના સૌથી સસ્તા ભાવે પહોંચી ગયો હતો.
આ શેર હાલમાં એસ એન્ડ પી ૫૦૦માં ૨૦ ગણા ડિસ્કાઉન્ટે ટ્રેડ થઈ રહ્યો છે. તેના ૧૦ વર્ષની ૨૭ની એવરેજથી પણ નીચા ભાવે છે. આ શેર ૨૫ જૂનના રોજે ૩૪૯.૨૦ ડોલરની સૌથી નીચી સપાટી નોંધાવી હતી.માઇક્રોસોફ્ટ એઆઈ પાછળ જંગી ખર્ચ કરી રહી છે, પરંતુ તેને જોઈએ તેવું અપેક્ષા મુજબનું વળતર મળી રહ્યું નથી તેવી વાતોએ આમ પણ વેગ પકડયો હતો. એઝ્યોર ક્લાઉડ કમ્પ્યુટિંગ બિઝનેસે અપેક્ષા કરતા નબળો દેખાવ કરતા આ વાતોએ વેગ પકડયો હતો.
માઇક્રોસોફ્ટ આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં ૧૯૦ અબજ ડોલરનો મૂડીખર્ચ કરવાની છે.આક્રમક રોકાણો માઇક્રોસોફ્ટ માટે જોખમકારક છે, કારણ કે તે તેની નફાકારકતાને જોખમમાં મૂકે છે, એમ સ્ટિફેલના વિશ્લેષક બ્રેડ રિબેકનું કહેવું છે. તેમણે માઇક્રોસોફ્ટના શેરની કામગીરી જોતા તેના શેરના ભાવનો અંદાજ ૪૧૫ ડોલરથી ઘટાડીને ૪૦૦ ડોલર કર્યાે છે.
જો કે માઇક્રોસોફ્ટમાં બધું જ નિરાશાજનક નથી. વર્તમાન નાણાકીય વષમાં તેના વેચાણમાં ૧૭ ટકા વૃદ્ધિ થઈ છે. આ વૃદ્ધિ ૨૦૧ પછીની સૌથી વધારે છે. ૨૦૨૮માં તે ૧૮ ટકા અને ૨૦૨૯માં તે ૨૦ ટકાના દરે વેચાણવૃદ્ધિ નોંધાવી શકે છે. આની સીધી તેના શેર પર હકારાત્મક અસર પડશે તેમ મનાય છે.SS1
