Western Times News

Gujarati News

સોનામાં કડાકો: ભારતીયોએ ૩ જ મહિનામાં વેચી નાખ્યું પ૦ ટન સોનું, જાણો શું છે કારણ?

પ્રતિકાત્મક

૧.૮૦ લાખવાળું સોનું ૧.૪૫ લાખે પહોંચ્યું: હજુ ભાવ ઘટવાની અટકળો વચ્ચે ભારતીયોમાં સોનું વેચવાનો નવો ટ્રેન્ડ

સોનું વેચીને લોકો કેમ કરી રહ્યા છે રોકડી? ૩ મહિનામાં રેકોર્ડબ્રેક પ૦ ટનનું વેચાણ, જાણો લેટેસ્ટ ભાવ

(એજન્સી)કોલકતા,  અમેરીકા-ઈરાન યુદ્ધ ભલે સમાપ્ત થઈ ગયું હોય છતાં અનેકવિધ વૈશ્વીક તણાવ પડકારો ઉભા છતાં છેલ્લા મહિનાઓમાં સોના-ચાંદીના ભાવોમાં ગાબડા પડયા છે.

ભાવ વધુ ઘટવાની આશંકાથી ભારતીયો ‘ઘરનું સોનુ’ વેચવા ઉતાવળા બન્યા હોય તેમ એપ્રિલથી જુનના કવાર્ટરમાં પ૦ ટન સોનું વેચી નાખ્યાનો અંદાજ છે. ગત વર્ષના આ ગાળાની સરખામણીએ ૪૩ ટકા વધુ સોનું વેચ્યું છે.

ઈન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશના રીપોર્ટ પ્રમાણે છેલ્લા મહિનાઓમાં સોનાના ભાવ ઘણા ઘટયા છે. હાલ ૧.૪પ લાખ આસપાસ અથડાઈ રહયા છે. આવતા સમયમાં ઘટીને ૧.ર૦લાખ થવાની અટકળોથી ઘરમાં પડેલું સોનુંવેચીને રોકડી કરી લેવાનો લોકોમાં ટ્રેન્ડ વધ્યો છે. અત્યાર સુધી જુના દાગીના સાથે નવા ઓર્નમેન્ટસ લેવાતા હતા.

હવે વધુ સંખ્યામાં લોકો રોકડ નાણાં મેળવી રહયાં છે. સંસ્થાના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહયુંકે વર્ષના પ્રારંભે સોનાનો ભાવ ૧.૮૦ લાખ હતો. હવે ૧.૪પ લાખ થયા છે. વધુ ઘટીને ૧.ર લાખ થઈ શકે તેવી ગણતરીએ લોકો સોનું વેચી રહયા છે. એક સારી વાત એ છેકે ઘરમાં પડેલું સોનું સરકયુલેશન આવવા લાગતા આયાત પરનું દબાણ ઘટી શકશે.

ગોલ્ડ કંપનીઓના અધિકારીઓએ પણ બદલેલા ટ્રેન્ડનો સ્વીકાર કર્યો હોય તેમ મુથુટ એકઝીમના અધિકારીએ કહયું કે જુના સોનાના કારોબારમાં ૪૦ ટકાની વૃદ્ધિ થઈ છે. કંપનીઓ ઝવેરીમાં જુના સોનાનું રીફાઈન્ડીગ કરીને ર૪ કેરેટ શુદ્ધ સોનામાં રૂપાંતર કરે છે. અને પછી દાગીના કે સિકકા બનાવવાના ઉપયોગમાં લે છે. આ ઘટનાક્રમની ભારતની સોનાની આયાત પરની નિર્ભરતા અમુક અંશે ઘટી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.