Western Times News

Gujarati News

ફિલ્મ મુપાપા ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે

યશ રાજ ફિલ્મ્સ હેઠળ સીઈઓ અક્ષય વિધાની નવી સર્જનાત્મક ભાગીદારીઓ દ્વારા સ્ટુડિયોનું વિસ્તરણ કરી રહ્યા છે

આયુષ્યમાન ખુરાનાની યશરાજ સાથેની ફિલ્મનું નામ ‘મુપાપા’

મુંબઈ,યશ રાજ ફિલ્મ્સ અને પોશમપા પિક્ચર્સના કોલબરેશનમાં બની રહેલી પહેલી થિયેટ્રિકલ ફિલ્મ ‘મુપાપા’ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૧૯ ફેબ્›આરી, ૨૦૨૭ના રોજ વર્લ્ડવાઇડ થિએટર્સમાં રિલીઝ થશે.યશ રાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધવાની આ ફિલ્મના નિર્માતા છે. તેમની આગળની ફિલ્મ સૈયારા ભારતીય સિનેમાનાં ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી રોમેન્ટિક ફિલ્મ તરીકે નોંધાઈ હતી.

ફિલ્મનું ડિરેક્શન સમીર સક્સેના કરી રહ્યા છે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર, ‘મુપાપા’ એક જોનર-બેન્ડિંગ, નવા પ્રકારની ફિલ્મ હશે, જે દર્શકોને અત્યાર સુધી ન જોયો હોય એવો વિઝ્યુઅલ અને થિયેટ્રિકલ અનુભવ કરાવશે. ફિલ્મમાં સસ્પેન્સ, રોમાંચ અને નવીન ફિલ્મ મેકિંગનો અનોખો સમન્વય જોવા મળશે. યશ રાજ ફિલ્મ્સ અને પોશમપા પિક્ચર્સ વચ્ચેની આ ભાગીદારી માત્ર એક ફિલ્મ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં બંને મળીને વધુ થિયેટ્રિકલ ફિલ્મોનું નિર્માણ કરશે.આ પહેલ આદિત્ય ચોપરાના નવા સ્ટુડિયો મોડેલના વિઝનનો એક ભાગ હોવાનું જણાવાયું છે.

યશ રાજ ફિલ્મ્સ હેઠળ સીઈઓ અક્ષય વિધાની નવી સર્જનાત્મક ભાગીદારીઓ દ્વારા સ્ટુડિયોનું વિસ્તરણ કરી રહ્યા છે. પોશમ પા પિક્ચર્સનાં ભાગીદારોમાં સમીર સક્સેના ઉપરાંત બિસ્વપતિ સરકાર, સૌરભ ખન્ના અને અમિત ગોલાણીનો સમાવેશ થાય છે. આ ટીમ અગાઉ કાલા પાની અને મામલા લીગલ હૈ જેવી લોકપ્રિય અને વખાણાયેલી ફિલ્મો સાથે સંકળાયેલી રહી છે.

અલગ વિષયો અને પ્રયોગાત્મક ફિલ્મોની પસંદગી માટે જાણીતા આયુષ્માન ખુરાના માટે ‘મુપાપા’ વધુ એક પડકારજનક પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. નિર્માતાઓનો દાવો છે કે ફિલ્મ શરૂઆતથી અંત સુધી દર્શકોને રોમાંચથી ભરપૂર અનુભવ કરાવશે અને ભારતીય સિનેમામાં એક નવો વિઝ્યુઅલ બેન્ચમાર્ક સ્થાપિત કરશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.