Western Times News

Gujarati News

બાંગ્લાદેશી યુવકે ગુગલની ૯ કરોડના પેકેજની નોકરી ઠુકરાવી

બાંગ્લાદેશના યૂસુફ ઈમરાને સોફ્ટવેર એન્જિનિયર ન હોવા છતાં ગૂગલના અનુભવથી એઆઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યું

એઆઈના કારણે છટણીના સમાચારો વચ્ચે એક અજબ કિસ્સો

નવી દિલ્હી,બાંગ્લાદેશમાંથી અમેરિકા સ્થાઈ થયેલા યૂસુફ ઈમરાને વર્ષાે સુધી સેલ્સની નોકરી કરી હતી. એ પછી ૨૦૨૦માં તે ગૂગલમાં જોડાયો હતો. ગૂગલમાં તે કંપનીઓને ગૂગલના એઆઈ ટૂલ્સ વેચવાનું અને એ કંપનીઓને ટેકનિકલ મદદ કરવાનું કામ કરતો હતો. એ જ અરસામાં તેને એઆઈમાં રસ પડયો હતો. હવે તે ઊંચા પગારની નોકરી મૂકીને પોતે જ એઆઈ સ્ટાર્ટઅપનો માલિક બની ગયો છે.યૂસુફ ઈમરાન બાંગ્લાદેશના રેફ્યૂજી પરિવારમાંથી આવે છે.

તે પાંચ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર અમેરિકા સ્થાઈ થયો હતો. તેણે સ્ટડી કરીને પછી સેલ્સની નોકરી શરૂ કરી હતી. ૧૫ વર્ષ સુધી સેલ્સનો અનુભવ લીધા બાદ તેને ગૂગલમાં કામ કરવાની તક મળી હતી. તે ગૂગલમાં અકાઉન્ટ એક્ઝિક્યૂટિવ હતો. ગૂગલના એઆઈ ટૂલ્સ ખરીદતી કંપનીઓ સાથે સોદો કરવાનું અને તેને વેચવાનું કામ તે કરતો હતો. ગૂગલમાં તે વર્ષે ૧૦ લાખ ડોલર એટલે કે અંદાજે ૯.૩ કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરતો હતો.પણ ગૂગલમાં છટણીનો સિલસિલો ચાલ્યો ને બીજી એઆઈ કંપનીઓએ પણ આ રીતે કર્મચારીઓને કાઢી મૂકવાનું શરૂ કર્યું પછી યૂસુફને કંઈક જુદું કરવાની ઈચ્છા થઈ.

તેણે ગૂગલની નોકરી મૂકીને સાહસ કર્યું. તેણે વિચાર્યું કે ૯ કરોડની નોકરી કરતાં સ્ટાર્ટઅપમાં હિસ્સો હોય એ વધારે સારી સ્થિતિ છે. તેને એન્થ્રોપિક અને ઓપનએઆઈ જેવી કંપનીઓ પણ મોટું પેકેજ ઓફર કરતી હતી, જેનાથી તેની જિંદગી બદલાઈ ગઈ હોત.પણ તેને એઆઈમાં ઊંડો રસ હતો. સોફ્ટવેર એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ ન હોવા છતાં ક્લાઉડ, ચેટજીપીટી અને જેમિનાઈની મદદથી એપ્સ અને સાઈડ પ્રોજેક્ટ બનાવ્યાં.

મહેનત પછી આખરે તેણે નોકરી છોડીને મેંગોસ્ટીન સ્ટૂડિયો નામની કંપની બનાવી. આ કંપની સેલ્ફ પ્રોફેશનલ્સને એઆઈ ટૂલ્સ ઓફર કરે છે. તેણે કહ્યું હતું કે કંપનીને ચલાવવા માટે તેણે લગભગ બે કરોડ રૂપિયાનું ફંડ રાખ્યું છે. તે ઉપરાંત પોતાના માટે દોઢ કરોડ રૂપિયા રાખ્યા છે. યૂસુફે કહ્યું હતું કે એઆઈ માત્ર નોકરી જ ખતમ નહીં કરે, એઆઈથી નવી નોકરીઓનું સર્જન પણ થશે. તે પોતાના બિઝનેસ માટે નવી તકો પણ સર્જે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.