ભારતના 8500 સ્ટેશનોમાંથી કેમ ખાસ છે મથુરા જંકશન? 24 કલાક ધમધમતા આ સ્ટેશનનો રોચક ઇતિહાસ
મથુરા જંકશન ભારતનું એક માત્ર રેલવે સ્ટેશન જ્યાંથી આખા દેશમાં જવા માટે ટ્રેનો મળી રહે છે -આ સ્ટેશન ફકત મુસાફરીનું કેન્દ્ર જ નથી, પરંતુ ભારતીય રેલ નેટવર્કનું હૃદય પણ છે – અહીંથી કાશ્મીરથી કન્યાકુમારી, ઉત્તરપૂર્વથી પશ્ચિમ ભારત સુધી ટ્રેનો ઉપડે છે
(એજન્સી) નવી દિલ્હી, ખાલી કલ્પના કરો કે એક એવું રેલવે સ્ટેશન કે જ્યાં તમે દેશના ખૂણે ખૂણે જતી ટ્રેનો પકડી શકો છો. ટ્રેનોનો અવાજ કયારેય બંધ થતો નથી અને પ્લેટફોર્મ સવારથી રાત સુધી મુસાફરોથી સતત ભરેલા રહે છે. શું તમે કયારેય કલ્પના કરી છે કે ભારતના હજારો રેલવે સ્ટેશનોમાંથી એક એવું છે જે આખા દેશને જાડે છે ? આ સ્ટેશન ફકત મુસાફરીનું કેન્દ્ર જ નથી પરંતુ ભારતીય રેલ નેટવર્કનું હૃદય પણ છે.
ભારતનું અનોખું રેલવે સ્ટેશન: ભારતમાં લગભગ ૮પ૦૦ રેલવે સ્ટેશન છે જેમાં નાના અને મોટા બન્નેનો સમાવેશ થાય છે. દરેક રાજ્ય અને ખૂણામાં સ્ટેશનો છે પરંતુ એક સ્ટેશન જે સમગ્ર દેશને ટ્રેન સેવાઓ પૂરી પાડે છે તે મથુરા જંકશન છે.
દેશના ખૂણે ખૂણે જોડતું સ્ટેશન: મથુરા જંકશન દેશના સૌથી વ્યસ્ત અને મહત્ત્વપૂર્ણ રેલવે સ્ટેશનોમાંનું એક માનવામાં આવે છે. અહીંથી કાશ્મીરથી કન્યાકુમારી, ઉત્તર પૂર્વથી પશ્ચિમ ભારત સુધી ટ્રેનો ઉપડે છે. જો તમે કોઈ પણ રાજ્ય માટે ટ્રેન પકડવા માંગતા હો, તો મથુરા જંકશન સૌથી સરળ વિકલ્પ છે.
ર૪ કલાક ટ્રેનની અવરજવર મથુરા: સ્ટેશન દિવસ-રાત ટ્રેનોનો ધમધમાટ રહે છે. સવારથી રાત સુધી પ્લેટફોર્મ પર ગૂંજી ઉઠે છે. રાજધાની દિલ્હીથી આવતી ટ્રેનો અને ભારતના તમામ ભાગોમાં જતી પેસેન્જર ટ્રેનો નિયમિતપણે અહીંથી પસાર થાય છે.
ઈતિહાસથી વર્તમાન સુધી; ૧૮૭પમાં મથુરા જંકશનથી પહેલી ટ્રેન રવાના થઈ હતી ત્યારથી આ સ્ટેશનનો સતત વિકાસ થયો છે અને આજે તે ભારતીય રેલવે નેટવર્કનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે. સેંકડો ટ્રેનો અને મુસાફરોની ભીડ તેને જીવંત રાખે છે. મથુરા જંકશન કેમ ખાસ છે ?
મથુરા જંકશન ફકત ટ્રેન પકડવાનું કેન્દ્ર નથી. તે સમગ્ર દેશના રેલવે નેટવર્કનું હૃદય છે. જો તમે કોઈ પણ દિશામાં મુસાફરી કરી રહ્યા છો, તો આ સ્ટેશન તમને સીધા જોડે છે. વધુમાં મથુરા શહેરનું ધાર્મિક અને પર્યટન મહત્ત્વ પણ સ્ટેશનને વ્યસ્ત રાખે છે.
