લોકસભાનાં ચોમાસુ સત્રમાં જસ્ટિસ વર્મા સામેનો રિપોર્ટ રજૂ થશે
જસ્ટિસ વર્માએ એપ્રિલમાં પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને સોંપ્યું હતું
રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા પછી આગળની કાર્યવાહીનો નિર્ણય સંસદ કરશે : ઓમ બિરલા
નવી દિલ્હી,જસ્ટિસ યશવંત વર્માની વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની તપાસ કરનાર ત્રણ સભ્યોની સમિતિનો રિપોર્ટ ૨૦ જુલાઇએ શરૂ થતા લોકસભાનાં ચોમાસુ સત્રમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે તેમ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એક નિવેદનમાં જણાવ્યું છે.તેમના રાજીનામાનાં નિર્ણય છતાં સંસદની તરફથી તેમને હટાવવાનો પ્રસ્તાવ લાવવાની સંભાવના છે.
પશ્ચિમ બંગાળના ધારાસભ્યોને સંબોધિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં ઓમ બિરલાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ અરવિંદ કુમારની અધ્યક્ષતાવાળી સમિતિએ તેમને જે રિપોર્ટ સોંપ્યો છે તેને રજૂ કરવામાં આવ્યા પછી આગળની કાર્યવાહીનો નિર્ણય સંસદ કરશે.ઓમ બિરલાએ જે રીતે આ વાત જણાવી છે તેના પરથી લાગી રહ્યું છે કે રિપોર્ટ સંસદનાં પ્રથમ દિવસે જ રજૂ કરવામાં આવી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે સત્તાધારી ગઠબંધન અને વિપક્ષ બંને દળોનાં સભ્યોએ જસ્ટિસ વર્માને હટાવવાનાં પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતાં.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચમાં આગ લાગવાની ઘટના પછી ઇમરજન્સી રિસ્પોન્સ અધિકારીઓએ તેમના નવી દિલ્હી સ્થિત બંગલાનાં એક આઉટહાઉસમાં નાશ કરવામાં આવેલા ચલણી નોટોનાં બંડલ મળ્યા હતાં.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર હાઇકોર્ટની કાર્યરત જજોની યાદીમા જસ્ટિસ વર્માનું નામ બતાવી હજુ પણ બતાવવામાં આવી રહ્યું છે. રાજીનામા પછી પણ તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ પૂર્ણ કરવાનું કામ ચાલુ રાખ્યું હતું અને તપાસનો રિપોર્ટ ઓમ બિરલાને સોંપ્યો છે. જસ્ટિસ વર્માએ એપ્રિલમાં પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને સોંપ્યું હતું.SS1
