અમેરિકાએ આઈફોનને જમીનમાં દાટયોઃ ૨૫૦ વર્ષ પછી ખુલશે
ટાઈમ કેપ્સૂલ ૨૨૭૬માં ખોલવામાં આવશે
૨૧મી સદીનો માનવી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો તે ૨૩મી સદીના લોકો જાણી શકશે
વાશિંગ્ટન, અમેરિકાએ સ્વતંત્રતાની ૨૫૦ વર્ષની ઉજવણી કરી. એ દરમિયાન એક અનોખો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. એક ટાઈમ કેપ્સૂલમાં અમેરિકાએ આજના સમયની અમુક ચીજો સાચવવાનું નક્કી કર્યું છે, એમાં આઈફોનનો પણ સમાવેશ થાય છે. એને જમીનમાં દાટી દેવામાં આવશે અને ૨૫૦ વર્ષ પછી ખોલાશે.૨૨૭૬માં જ્યારે અમેરિકા તેની સ્વતંત્રતાના ૫૦૦ વર્ષની ઉજવણી કરતું હશે ત્યારે એ સમયના અમેરિકનો જમીનમાં દાટવામાં આવેલી ટાઈમ કેપ્સૂલ બહાર કાઢશે.
૪૦૮ કિલો વજનના આ ખાસ પ્રકારના ડબ્બામાં એટલે કે ટાઈમ કેપ્સૂલમાં અમેરિકાની કલા-સંસ્કૃતિને લગતી ચીજવસ્તુઓ મૂકવામાં આવી છે, પરંતુ ચર્ચા આઈફોનની વધારે થઈ છે. આઈફોન અમેરિકાની ટેકનોલોજીની ક્રાંતિનું પ્રતીક છે. આ ટાઈમ કેપ્સૂલમાં આઈફોન-૧૭ પ્રો-મેક્સને મૂકવામાં આવ્યો છે.
જ્યારે ૨૫૦ વર્ષ પછી ૨૩મી સદીનો માનવી આ ટાઈમ કેપ્સૂલ ઓપન કરશે ત્યારે તેને આજના અમેરિકન સમાજ અને અમેરિકાની ટેકનોલોજીની જાણકારી મળશે.બીજું કોઈ મોડલ નહીં ને આઈફોન-૧૭ પ્રો મેક્સ જ કેમ પસંદ થયો તે બાબતે એક્સપટ્ર્સ કહે છે કે અત્યારે મળતાં તમામ સ્માર્ટફોનમાં આઈફોન-૧૭ પ્રો મેક્સ સૌથી આધુનિક છે. એ આજના જમાનાની ટેકનોલોજીનું પ્રતિનિધિત્વ કરે છે. ભવિષ્યમાં લોકોને આ ટેકનોલોજીના કારણે ખબર પડશે કે ૨૦૨૦ના દશકાના માનવીએ કેવી ટેકનોલોજી વિકસાવી લીધી હતી.SS1
