Western Times News

Gujarati News

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી સાવરકુંડલા સ્ટેટ હાઈવેના બે કટકા થયા

કરેણ નદીમાં ઘોડાપૂર આવતા લાપાળીયા ગામ બેટમાં ફેરવાયું

વરસાદના કારણે નદીઓ અને હાઈવે પર પાણી ફરી વળતા જનજીવન અને વાહનવ્યવહાર પર ભારે અસર પડી

અમરેલી, અમરેલી જિલ્લામાં બે દિવસ અગાઉ ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની ભયાનક આવકના કારણે મોટી હોનારત સર્જાઈ હતી. વરસાદના કારણે નદીઓ અને હાઈવે પર પાણી ફરી વળતા જનજીવન અને વાહનવ્યવહાર પર ભારે અસર પડી.અમરેલી-સાવારકુંડલા સ્ટેટ હાઈવે પર ઓલિયા નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં હાઈવે માર્ગ ધોવાઈ ગયો. પાણીની પ્રચંડ ગતિના કારણે સ્ટેટ હાઈવેના બે ભાગ થઈ ગયા..

જેને પગલે હાઈવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો અને રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બીજી તરફ ભારે વરસાદના કારણે અમરેલી સ્ટેટ હાઈવે પર આવેલી કરેણ નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના પૂરના પાણી લાપાળીયા ગામમાં ઘૂસી જતાં આખું ગામ પાણી-પાણી થઈ ગયું. લાપાળીયા ગામ હાલમાં આસપાસ પાણીથી ઘેરાઈને બેટમાં ફેરવાઈ ગયું હતું. જો કે હાલ સ્થિતિ સામાન્ય કરવા પ્રયાસો ચાલી રહ્યા છે અને વરસાદની ગતિ ધીમી પડતા જનજીવન પાટે ચડી રહ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.