ભારતક્લાઉડે તેનો સૌપ્રથમ બ્રાન્ડ મેસ્કોટ ‘બાદલ’ લોન્ચ કર્યો, AI ક્લાઉડ વિઝનને આપશે મજબૂતી
-
ભારતક્લાઉડે તેનો પ્રથમ બ્રાન્ડ મેસ્કોટ ‘બાદલ’ લોન્ચ કર્યો. ‘બાદલ’ ક્લાઉડ અને AI ટેકનોલોજીને સરળ-સુલભ બનાવશે.
-
તે ‘મેડ ઇન ઇન્ડિયા’ અને સુરક્ષાના સિદ્ધાંતો દર્શાવે છે. મેસ્કોટ ગ્રાહકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ ઊભું કરશે.
-
તે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડિજિટલ ઝુંબેશોનું નેતૃત્વ કરશે.
નવી દિલ્હી, ૭ જુલાઈ ૨૦૨૬: ભારતના સાર્વભૌમ (Sovereign) AI ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર, ભારતક્લાઉડ (BharathCloud) દ્વારા આજે તેના સૌપ્રથમ બ્રાન્ડ મેસ્કોટ ‘બાદલ’ (Badal) નું અનાવરણ કરવામાં આવ્યું છે. કંપનીની વિકાસયાત્રામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે સમગ્ર ભારતમાં વ્યવસાયો અને વપરાશકર્તાઓ માટે ક્લાઉડ અને AI ટેકનોલોજીને વધુ સરળ, સુલભ અને ઉપયોગી બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ભારતક્લાઉડ જ્યારે કોર્પોરેટ વ્યવસાયો, સંસ્થાઓ, સ્ટાર્ટ-અપ્સ અને સરકારી ક્ષેત્રોમાં પોતાની હાજરીનો વિસ્તાર કરી રહ્યું છે, ત્યારે ગ્રાહકો માટે આ અત્યંત તકનીકી ક્ષેત્રને વધુ માનવીય અને સરળ બનાવવાના હેતુથી ‘બાદલ’ લોન્ચ કરવામાં આવ્યો છે. આ લોન્ચ એવા સમયે થયો છે જ્યારે કંપની પોતાના ગ્રાહકો અને વ્યૂહાત્મક ભાગીદારોની સંખ્યામાં ઝડપી વધારો જોઈ રહી છે અને વિવિધ હિતધારકો સાથેના સંબંધો મજબૂત કરવા ઈચ્છે છે.
ભારતની દેશભક્તિની ભાવના અને ક્લાઉડ ટેકનોલોજીના પ્રતીકોથી પ્રેરિત થઈને બનેલો ‘બાદલ’, ભારતક્લાઉડ દ્વારા ‘મેડ ઇન ઇન્ડિયા’ હોવાના ગૌરવ, સાર્વભૌમત્વ, વિશ્વાસ અને સુરક્ષાના સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતક્લાઉડ માટે મેસ્કોટ પસંદ કરવા પાછળનો વિચાર ક્લાઉડ ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વપરાશકર્તાઓ વચ્ચે એક મજબૂત જોડાણ સ્થાપિત કરવાનો છે.
ભારતક્લાઉડના સહ-સ્થાપક રાહુલ ટક્કલાપલ્લીએ જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની ક્લાઉડ ટેકનોલોજી ક્યારેય ડરામણી ન લાગવી જોઈએ. ‘બાદલ’ ના માધ્યમથી અમે ભારતક્લાઉડને એક માનવીય ચહેરો આપી રહ્યા છીએ અને ક્લાઉડ તેમજ AI વિશેની ચર્ચાઓને વધુ આકર્ષક, સર્વસમાવેશી અને સુલભ બનાવી રહ્યા છીએ. ભારત જ્યારે પોતાનું ડિજિટલ ભવિષ્ય બનાવી રહ્યું છે, ત્યારે અમારું માનવું છે કે ટેકનોલોજી સરળ, સુરક્ષિત અને સ્થાનિક જરૂરિયાતો તેમજ આકાંક્ષાઓ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી હોવી જોઈએ.”
‘બાદલ’ તમામ ગ્રાહકોને પ્લેટફોર્મ પર લાવવાની પ્રક્રિયા (Onboarding), ડિજિટલ ઝુંબેશો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ જગતના કાર્યક્રમો અને સામુદાયિક કાર્યક્રમો માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રતિનિધિત્વ કરશે. વાર્તાલાપ શૈલી અને અસરકારક પ્રભાવ સાથે, બાદલ ગ્રાહકોને ‘ક્લાઉડ જર્ની સિમ્પલીફાઇડ’ (સરળ ક્લાઉડ સફર) ના બેનર હેઠળ માર્ગદર્શન આપશે.
ભારતક્લાઉડના સહ-સ્થાપક અને ચીફ ટેક્નોલોજી ઓફિસર પદ્મા રેડ્ડી સામાએ જણાવ્યું હતું કે, “માત્ર એક મેસ્કોટ હોવા ઉપરાંત, બાદલ એ ભારતક્લાઉડનો ગ્રાહકો સાથે વધુ ઊંડું ભાવનાત્મક જોડાણ બનાવવાનો અને ભારતના સાર્વભૌમ AI-ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર તરીકે આપણી ઓળખને મજબૂત કરવાનો એક પ્રયાસ છે. વર્તમાન સમયમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે, જ્યાં મોટાભાગની કંપનીઓ વૈશ્વિક હાઇપરસ્કેલર્સના વર્ચસ્વવાળા તીવ્ર સ્પર્ધાત્મક વાતાવરણમાં કામ કરે છે.”
આ લોન્ચ ભારતક્લાઉડની વ્યાપક બ્રાન્ડ-બિલ્ડિંગ અને માર્કેટિંગ વ્યૂહરચનાનો એક ભાગ છે, જેમાં ક્લાયન્ટ એન્ગેજમેન્ટ, B2B આઉટરીચ, ડિજિટલ કેમ્પેઈન અને ફિઝિકલ અનુભવોનો સમાવેશ થાય છે. આ બાબત ગ્રાહકો સુધી સીધા પહોંચવાના કંપનીના ઈરાદાને પણ દર્શાવે છે, કારણ કે ક્લાઉડ ટેકનોલોજી હવે માત્ર બિઝનેસ પૂરતી મર્યાદિત ન રહેતા સામાન્ય જીવનમાં પણ મહત્વની બની રહી છે.
ભવિષ્યમાં, ભારતક્લાઉડ સોશિયલ મીડિયા સિરીઝ, શૈક્ષણિક કાર્યક્રમો, શાળાઓ સાથે જોડાણ, ટૂંકી ફિલ્મો અને ઇન્ટરેક્ટિવ અનુભવો દ્વારા ‘બાદલ’ નો વિસ્તાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેથી સાર્વભૌમ ક્લાઉડ સોલ્યુશન્સ વિશે લોકોની સમજણ અને સ્વીકૃતિ વધારી શકાય.
‘બાદલ’ ના લોન્ચ સાથે, ભારતક્લાઉડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની છબીને એક જટિલ ટેકનોલોજીમાંથી બદલીને માનવ-કેન્દ્રિત, ભરોસાપાત્ર અને સંપૂર્ણ ભારતીય ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તિત કરવાની આકાંક્ષા રાખે છે.
