Western Times News

Gujarati News

આધુનિક RTO સેવાઓથી નાગરિકોને પારદર્શક અને ઝડપી સુવિધાઓ મળશે: હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદની નવનિર્મિત આરટીઓ કચેરીનું લોકાર્પણ

Ahmedabad, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિતપારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. નવી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.

તેમણે જણાવ્યું કે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાયસન્સ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને માત્ર યોગ્યતા ધરાવતા અરજદારોને જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે. સરકારની તમામ સુવિધાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને તંત્રે સંકલનથી કાર્ય કરવું જરૂરી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને નવી આરટીઓ કચેરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા અપીલ કરતાં જણાવ્યું કે જાહેર સંપત્તિનું જતન કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.

ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નિર્માણ પામેલી આ આધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

વાહનના નોન-ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ સંબંધિત કામોનવા વાહનની નોંધણીપરમિટફિટનેસબ્લેકલિસ્ટલાયસન્સડી.એલ./ચલણ શાખાઆર.એમ.એ., AMC ટેક્સ તથા કેશ શાખા સહિતની વિવિધ સેવાઓ માટે અલગ-અલગ ટેબલો દ્વારા નાગરિકોને સરળઝડપી અને સુવ્યવસ્થિત સેવાઓ મળી રહે તેવી સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેનાથી વિવિધ સેવાઓ એક જ સ્થળે વધુ સરળઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલામેયર શ્રી હિતેશભાઇ બારોટસાંસદ શ્રી દિનેશભાઇ મકવાણાશહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહધારાસભ્યો સર્વ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ (ભગત)અમિતભાઇ ઠાકરકૌશિકભાઈ જૈનહર્ષદભાઈ પટેલડૉ. હસમુખભાઈ પટેલબાબુભાઇ પટેલબંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી હારીત શુક્લવાહન વ્યવહાર કમિશનર ડૉ. રાજેન્દ્રકુમાર સહિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓઅગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.