Western Times News

Gujarati News

ખેડૂતોની ગુપ્ત માહિતી રહેશે સલામત, વચેટિયાઓ અને છેતરપિંડી પર લાગશે નિયંત્રણ

ગુજરાતમાં ખેડૂતોનો ડેટા રહેશે 100 ટકા સુરક્ષિતકૃષિ વિભાગે કરી ‘વિભાગીય ડેટા સમિતિ’ની રચના

Ø  કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક અંતર્ગત DDCની રચના

Ø  લાભાર્થી ખેડૂતો સુધી રાજ્ય સરકારની સહાય વધુ ઝડપથી પહોંચશે

            ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને વેગ આપતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. કૃષિખેડૂત કલ્યાણ તેમજ સહકાર વિભાગે ખેડૂતોની માહિતીની સુરક્ષા માટે વિભાગીય ડેટા સમિતિ‘ (DDC)ની રચના કરી છે.

            કેન્દ્ર સરકારના ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમ, 2023 (DPDP Act)ની વિભાવના અનુસાર રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોનો વ્યક્તિગતનાણાકીય અને કૃષિ સંબંધિત ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહેતેનો ઉપયોગ નિયમો મુજબ અને ખેડૂતોની સંમતિથી જ કરવામાં આવે. વિભાગીય ડેટા સમિતિ કૃષિ વિભાગ અને તેનાથી સંકળાયેલા બોર્ડ-નિગમો તેમજ કૃષિ યુનિવર્સિટીઓના ડેટાનું વૈજ્ઞાનિકસુરક્ષિત અને પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરશે.

ખેડૂત-હિતને પ્રાથમિકતા

            ડિજિટલ યુગમાં ખેડૂતોનો ડેટા જમીન અને પાક જેટલો જ મહત્વપૂર્ણ છે. જો તે સુરક્ષિત રહેશેતો યોજનાઓનો લાભ પણ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચશે અને છેતરપિંડીની શક્યતા ઘટશે.

ઉચ્ચ કક્ષાની સમિતિ દેખરેખ રાખશે

            આ સમિતિનું નેતૃત્વ કૃષિખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવઅગ્ર સચિવ અથવા સચિવ કરશે. સમિતિમાં વિભાગીય ડેટા અધિકારીસભ્ય સચિવમુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO), નાયબ નિયામક (આઈટી)આઈસીટી અધિકારીકાયદાકીય અધિકારીઆઈટી નિષ્ણાત તેમજ વિભાગના તમામ બોર્ડ-નિગમોયુનિવર્સિટીઓ અને તાબા હેઠળની કચેરીઓના વડાઓને સામેલ કરવામાં આવ્યા છે.

ડેટાનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કરાશે

            કૃષિ વિભાગના તમામ ડેટાસેટનું ઓપનશૅરેબલપ્રતિબંધિતસંવેદનશીલ અને નેગેટિવ લિસ્ટએમ પાંચ શ્રેણીઓમાં વર્ગીકરણ કરવામાં આવશે. તેનાથી હવામાનકૃષિ ટેકનિકબજાર ભાવ જેવી જાહેર ઉપયોગની માહિતી ખેડૂતો સુધી સરળતાથી પહોંચાડાઈ શકાશેજ્યારે ખેડૂતોની વ્યક્તિગતબૅંકિંગ અને અન્ય ખાનગી માહિતીને સંવેદનશીલ શ્રેણીમાં રાખીને સંપૂર્ણપણે સુરક્ષિત કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના DPDP કાયદાનું કડક પાલન કરવામાં આવશે

            સમિતિ સુનિશ્ચિત કરશે કે ખેડૂતોના ડેટાનું સંગ્રહઉપયોગ અને પ્રક્રિયા સંપૂર્ણપણે DPDP Act તેમજ અન્ય સરકારી નિયમો અનુસાર કરવામાં આવે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂતોની વ્યક્તિગત માહિતીનો અનધિકૃત ઉપયોગ અટકાવી શકાશે તેમજ ડેટા સુરક્ષાને કાનૂની સંરક્ષણ મળશે.

ખેડૂતોની સંમતિ વિના ડેટાનો ઉપયોગ નહીં થાય

            આ વ્યવસ્થામાં નાગરિક સંમતિ (Consent Management)ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખેડૂતોના ડેટાના ઉપયોગ માટે તેમની સંમતિનો સંપૂર્ણ રેકોર્ડ સુરક્ષિતઑડિટેબલ અને ટ્રૅકેબલ રહેશે.

            જો કોઈપણ કક્ષાએ સંમતિ સંબંધિત નિયમોનો ભંગ થાયતો તેની તાત્કાલિક જાણ રાજ્ય ડેટા સત્તામંડળ (State Data Authority-SDA)ને કરવામાં આવશે.

ડેટા બ્રીચ પર તાત્કાલિક કાર્યવાહી

            સમિતિ ખેડૂતોના ડેટા સાથે સંબંધિત કોઈ પણ સુરક્ષા બનાવ અથવા ડેટા બ્રીચ પર સતત નજર રાખશે. જો કોઈ પણ પ્રકારનું ડેટા ઉલ્લંઘન થશેતો તેની તાત્કાલિક જાણ રાજ્યના મુખ્ય ડેટા અધિકારી તથા અન્ય સક્ષમ અધિકારીઓને કરવામાં આવશેજેથી ઝડપી કાર્યવાહી થઈ શકે. આ વ્યવસ્થા ખેડૂતોની ડિજિટલ સુરક્ષાને ચોવીસે કલાક મજબૂત સુરક્ષા કવચ આપશે.

ખેડૂતો માટે વધુ અસરકારક યોજનાઓ બનશે

            સુરક્ષિત,પ્રમાણભૂત ડેટા ઉપલબ્ધ થવાથી કૃષિ ક્ષેત્રમાં સંશોધનઇનોવેશન અને પુરાવા આધારિત નિર્ણય પ્રક્રિયાને વેગ મળશે.પરિણામે ખેડૂત કલ્યાણ યોજનાઓ વધુ અસરકારકચોક્કસ અને વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ બનશે.

નવી વ્યવસ્થાથી ખેડૂતોને શું લાભ થશે ?

Ø  ખેડૂતોની વ્યક્તિગતબૅંકિંગ અને અન્ય સંવેદનશીલ માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

Ø  ડેટાના દુરુપયોગઅનધિકૃત પ્રવેશ અને સાયબર જોખમો પર અસરકારક દેખરેખ રાખવામાં આવશે.

Ø  ભવિષ્યની કૃષિ નીતિઓયોજનાઓ વાસ્તવિક આંકડા તથા વૈજ્ઞાનિક વિશ્લેષણના આધારે તૈયાર થશે

Ø  કૃષિ સબસિડીપાક વીમોકુદરતી આપત્તિ રાહત તેમજ અન્ય સરકારી સહાયનું વિતરણ વધુ ઝડપીપારદર્શક અને ચોક્કસ બનશે.

Ø  પાત્રતા ધરાવતા ખેડૂતો સુધી સીધો લાભ પહોંચશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.