Western Times News

Gujarati News

કમાણી મામલે ગુજરાત સહિત ૫ રાજ્યો દેશમાં સૌથી આગળ, જાણો કયા રાજ્યના લોકો છે સૌથી ધનિક?

AI Image

  • ગુજરાતીઓની કમાણીમાં મોટો ઉછાળો! વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં ખુલાસો, વિદેશના આ દેશોને પણ રાખ્યા પાછળ-યુપી બિહાર સૌથી પાછળ

  • ભારતના આ ૫ રાજ્યો બન્યા સુપર-રિચ! વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં ગુજરાતનું નામ પણ સામેલ, જુઓ લિસ્ટ

  • બિહાર કરતા ૫ ગણી વધુ કમાણી! વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં ગુજરાત અને દિલ્હીના લોકોની આવક જોઈને ચોંકી જશો

નવી દિલ્હી, ભારતની સરેરાશ આવક ભલે હજુ પણ લોઅર-મિડલ ઇન્કમ કેટેગરીમાં હોય, પરંતુ દેશની અંદરની સ્થિતિ ઘણી અલગ છે. વર્લ્ડ બેન્ક ગ્રુપ દ્વારા ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ ‘કન્ટ્રી ઇન્કમ ક્લાસિફિકેશન’ રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં લોકોની માથાદીઠ આવક ૨,૭૬૦ ડોલર છે,

જે તેને હજુ પણ નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશોની શ્રેણીમાં રાખે છે. પરંતુ આ જ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે ગુજરાત સહિત ભારતના ૫ રાજ્યો હવે ‘અપર-મિડલ ઇન્કમ લેવલ’ ને પાર કરી ચૂક્યા છે.

આ એક સ્પષ્ટ સંકેત છે કે ભારતની આર્થિક ગાથા હવે એકસરખી રહી નથી; કેટલાક રાજ્યો ઝડપથી આગળ વધ્યા છે, જ્યારે કેટલાક હજુ પણ ઘણા પાછળ છે. આ રિપોર્ટ પ્રમાણે, દિલ્હી સૌથી આગળ છે, જ્યાં લોકોની માથાદીઠ આવક ૬,૨૧૭ ડોલર સુધી પહોંચી ગઈ છે.

ત્યારબાદ કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ અને ગુજરાતનો ક્રમ આવે છે.કેટલાક રાજ્યો ઉચ્ચ-મધ્યમ આવકની મર્યાદાની ખૂબ નજીક પહોંચી ગયા છે, પરંતુ હજુ થોડા પાછળ છે, જેમ કે – મહારાષ્ટ્રમાં લોકોની માથાદીઠ આવક ૪,૬૨૮ ડોલર, હરિયાણામાં ૪,૬૨૭ ડોલર અને કેરળમાં લોકોની માથાદીઠ આવક ૪,૬૧૦ ડોલર છે. આ ત્રણેય રાજ્યો અને વર્લ્ડ બેન્કની મર્યાદા વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો છે.

એટલે કે, આવનારા સમયમાં આ રાજ્યો પણ ઉચ્ચ-મધ્યમ આવક શ્રેણીમાં સામેલ થઈ શકે છે.આ રિપોર્ટમાં સૌથી ગરીબ રાજ્યોમાં બિહારમાં માથાદીઠ ૯૮૪ ડોલર, ઉત્તરપ્રદેશમાં ૧,૪૦૩ ડોલર અને ઝારખંડમાં ૧,૪૭૦ ડોલરની માથાદીઠ આવક છે. રિપોર્ટ મુજબ, બિહારની માથાદીઠ આવક માત્ર ૯૮૪ ડોલર છે. તે માત્ર ભારતની સરેરાશ કરતા ઘણી ઓછી નથી,

પરંતુ નેપાળ અને ઘણા ગરીબ આળિકન દેશો કરતા પણ ઓછી હોવાનું જણાવાયું છે. આ તફાવત દર્શાવે છે કે ભારતની અંદર વિકાસની ગતિ સમાન રહી નથી. એક તરફ કેટલાક રાજ્યો વૈશ્વિક સ્તરના ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતા સમૂહમાં પહોંચી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક રાજ્યો હજુ પણ પાયાની આવક સ્તર માટે સંઘર્ષ કરી રહ્યા છે.

રિપોર્ટનો સૌથી મહત્વનો ભાગ છેલ્લા ૩૦ વર્ષનો બદલાવ છે. ૧૯૯૪માં ભારતનું કોઈ પણ મોટું રાજ્ય મધ્યમ આવકના સ્તરે નહોતું. પરંતુ ૨૦૨૫-૨૬ સુધીમાં ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આજે ઘણા રાજ્યોની માથાદીઠ આવક અમુક દેશોની સમકક્ષ અથવા તેનાથી પણ વધારે છે. જેમ કે કર્ણાટક અને તેલંગાણાની આવક ઈન્ડોનેશિયા (૫,૧૨૦ ડોલર) અને વિયેતનામ (૪,૯૭૦ ડોલર) કરતા વધી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.