મહેસાણામાં બોગસ કંપની બનાવી દેશભરના લોકો સાથે છેતરપિંડી, બે શખ્સો સામે ગુનો
મહેસાણાના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનાં નાણાંની હેરાફેરીનું કૌભાંડ ખુલ્યું
-
મહેસાણામાં દેશવ્યાપી સાયબર ફ્રોડનું મોટું કૌભાંડ પકડાયું: એસબીઆઈના ખાતામાંથી આખા દેશના રૂપિયા સગેવગે કરાતા, 225 ફરિયાદો
-
ગુજરાત સાયબર ક્રાઇમનો મોટો સપાટો: સાયબર માફિયાઓનું મહેસાણા કનેક્શન: નિર્દોષ લોકોના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવા ખોલાવ્યું ‘મ્યુલ એકાઉન્ટ’, આ રીતે ફૂટ્યો ભાંડો
(એજન્સી)મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના બે શખ્સોએ મહેસાણામાં પેઢી બનાવી તેના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોનાં નાણાંની હેરાફેરી કરી હોવાનું ખુલ્યું છે. મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે આ સાયબર ફ્રોડ રેકેટમાં વપરાયેલા ‘મ્યુલ એકાઉન્ટ’નો પર્દાફાશ કરી આ કૌભાંડમાં સંડોવાયેલા બંને જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોકો સંદિપકુમાર અને તેમની ટીમને કેન્દ્રીય ૧૪સી સમન્વય પોર્ટલ પરથી કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓના ઇનપુટ્સ મળ્યા હતા. જેની ટેકનિકલ સ્ટાફ દ્વારા તપાસ કરાતાં ભારતભરમાં સાયબર ફ્રોડ આચરીને મોટી રકમની શંકાસ્પદ હેરાફેરી મહેસાણા જિલ્લાનાં મ્યુલ એકાઉન્ટ્સમાં થતી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
આ તપાસ દરમિયાન સમન્વય પોર્ટલ પરથી મહેસાણા એસબીઆઈનું એક ખાતું મ્યુલ એકાઉન્ટ તરીકે મળ્યું હતું. જે અંગે પોલીસે વધુ તપાસ કરતાં પાટણના દુનાવાડા ગામના ચૌધરી વિષ્ણુભાઈ જગમાલભાઈ અને બનાસકાંઠાના કુંભારડી ગામના ચૌધરી હિતેશકુમાર કાન્તિલાલે મહેસાણાના હબટાઉનના ડી બ્લોકના પહેલા માળના સરનામે ‘જુવોનેક્સીસ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ’ ના નામે એક પેઢી ઊભી કરી હતી,
આ કંપનીના નામે એસબીઆઈમાં આ કરંટ ખાતું ખોલાવવામાં આવ્યું હતું. આ ખાતાનો ઉપયોગ દેશના અલગ-અલગ રાજ્યોમાં સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નિર્દાેષ લોકોનાં નાણાંની હેરાફેરી કરવા માટે કરવામાં આવતો હતો. આરોપીઓ આ નાણાં તેમનાં ન હોવાનું જાણતા હોવા છતાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે ઉપાડી લેતા અથવા અન્ય મળતિયાઓને ટ્રાન્સફર કરી દેતા હતા.
પોલીસે પેઢીના પ્રોપરાઈટરો વિષ્ણુભાઈ જગમાલભાઇ ચૌધરી (રહે.ચૌધરીવાસ, દુનાવાડા, તા.જિ.પાટણ) તથા હિતેશકુમાર કાન્તીલાલ ચૌધરી (રહે. પટેલવાસ, કુંભારડી, જિ. બનાસકાંઠા) સામે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અન્ય કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધ કરવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની ટેકનિકલ ટીમે આ બેંક ખાતાનું નેશનલ સાયબર ક્રાઈમ રિપો‹ટગ પોર્ટલ પર વિશ્લેષણ કરતાં આ બેંક ખાતા વિરુદ્ધ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૨૨૫ જેટલી સાયબર ળોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું ખુલ્યું હતું. જે પૈકી કુલ ૪૪ ફરિયાદો એવી છે, જેમાં છેતરપિંડીનાં નાણાં સીધેસીધાં આ જ ખાતામાં ટ્રાન્સફર થયાં હતાં.
