Western Times News

Gujarati News

આંધ્રનાં કડપ્પામાં કોરોનાનાં આઠ એક્ટિવ કેસ : બે લોકોનાં મોત

અસરગ્રસ્ત વિસ્તારમાંથી લેવાયેલા ૪૦ સેમ્પલમાંથી ૧૮ નેગેટિવ

કડપ્પા મેડિકલ કોલેજનાં ૨૫ વર્ષીય મેડિકલ વિદ્યાર્થીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આઈશોલેટ કરાયો

અમરાવતી,આંધ્ર પ્રદેશનાં કડપ્પા જિલ્લામાં કોવિડ-૧૯નાં કેસો ફરીથી સામે આવ્યા છે. બે દર્દીઓનાં મોત પછી આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે.રાજમપેટનાં એક ૫૨ વર્ષીય વ્યકિતનું મોત વેલ્લોર કિશ્રિયન મેડીકલ કોલેજ (સીએમસી)માં સારવાર દરમિયાન થયું હતું. તાવ અને ખાંસી પછી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.બીજા કેસમાં કડપા શહેરની ૪૩ વર્ષની વ્યકિતને સ્વાસ્થ્ય સંબધી તકલીફોને કારણે સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં.

તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને ત્યારબાદ કાવિડ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તેમનું મોત થયું હતું.કડપ્પા મેડિકલ કોલેજનાં ૨૫ વર્ષીય મેડિકલ વિદ્યાર્થીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ વિદ્યાર્થીની હોમ આઇસોલેશનમાં સારવાર ચાલી રહી છે.કોવિડનાં નવા કેસો સામે આવ્યા પછી આરોગ્ય વિભાગે કડપ્પામાં વિશેષ રેપિડ રિસ્પોન્સ ટીમ તૈનાત કરી છે. અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૦ સેમ્પલ લીધા છે.

તે પૈકી ૧૮ સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને બાકીનાં રિપોર્ટ આવવાના બાકી છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓએ તાજેતરમાં જિલ્લા પરિષદની બેઠકમાં જણાવ્યું હતું કે જિલ્લામાં હાલમાં કોવિડનાં આઠ એક્ટિવ કેસો છે. વાયરસનાં વેરિએન્ટની તપાસ કરવા અને તેના ફેલાવવાની રીતને સમજવા માટે સેમ્પલ પૂર્ણેની એક લેબમાં મોકલવામાં આવ્યા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.