Western Times News

Gujarati News

ભારતીય મૂળના અનિલ મેનન મંગળવારે અવકાશમાં ભરશે ઉડાન, 8 મહિના સુધી સ્પેસ સ્ટેશનમાં કયા સંશોધનો કરશે?

  • Anil Menon NASA: ભારતીય મૂળના એસ્ટ્રોનોટ અનિલ મેનન સોયુઝ સ્પેસક્રાફ્ટ દ્વારા અંતરિક્ષમાં જશે; 8 મહિના ISS પર રહેશે.

મુંબઈ,  ભારતીય વંશના ‘નાસા’ના એસ્ટ્રોનોટ અનિલ મેનન તેઓ પહેલું સ્પેસ મિશન મંગળવારે શરૂ કરશે અને આઠ મહિના સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે. અનિલ મેનન રશિયાના રોસકોસ્પોસ સોયુઝ એમ.એસ. ૨૯ સ્પેસક્રાફ્ટ દ્વારા કઝાખસ્તાન સ્થિત બૈકનૂર-કોસ્મોડ્રોમ દ્વારા અંતરિક્ષમાં જશે. તેઓની સાથે રશિયાના બે અંતરિક્ષ યાત્રીઓ પીયોટર ડુબ્રોવ અને આન્ના કીકીના પણ તે યાનમાં હશે.

ભારતીય મૂળના અનિલ મેનન ઈમર્જન્સી મેડીસીન ફીઝીશ્યન છે. તેઓએ અમેરિકાના સ્પેસ ફોર્સમાં કર્નલ તરીકેની પણ ફરજ બજાવી છે. તેઓ તબીબી વિજ્ઞાાની હોવાથી તેઓની પસંદગી કરવામાં આવી છે. ૪૯ વર્ષના મેનન અંતરિક્ષમાં પણ આરોગ્ય વિષયક ઉપસ્થિત થતા પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કરશે.

Anil Menon launches on Soyuz MS‑29 at 10:47 a.m. EDT, beginning his first mission to the  @Space_Station  with Expeditions 74/75 and supporting human health and tech research in orbit. 

આ સ્પેસ ક્રાફ્ટ તેઓને માટે ઓર્બેટિંગ લેબોરેટરી બની રહેશે. તેમાં તેઓ વધુ સંશોધનો પણ કરશે, જેનો હેતુ ઊંડા અવકાશમાં ભવિષ્યમાં ઊભી થનારી આરોગ્ય વિષયક મુશ્કેલીઓ દૂર કરવાનો રહેશે.

અમેરિકાનાં મીનીયામોબિસમાં ભારતીય પિતા અને યુક્રેની માતાનાં સંતાન તેવા મેનનની કારકિર્દી પણ ભાતીગળ છે. તેઓએ મેડીસીન મીલીટરી અને સ્પેસ ઓપરેશન જેવા ક્ષેત્રોમાં કાર્યવાહી કરી છે.

નાસામાં જોડાયા પૂર્વે તેઓ અમેરિકન એરફોર્સમાં હતા. અને અફઘાનિસ્તાનમાં અમેરિકાએ હાથ ધરેલા ‘ઓપરેશન ફ્રીડમ’માં ફ્રન્ટ-લાઇનમાં સેવા આપી હતી. તેઓ હીમાલયન રેસ્ક્યુ એસોસીએશનમાં કામગીરી બજાવી છે, અને જે પર્વતારોહકો – માઉન્ટ એવરેસ્ટ ચઢવા જતાં હતા તેમની મેડીકલ કેર પણ રાખી હતી.

મેનને ભારત સાથે પણ સંબંધો જાળવી રાખ્યા છે. તેઓએ ‘રોટરી એમ્બેસેડરમાં સ્કોલર’ તરીકે ‘પોલિયો વેક્સિન’ ઝુંબેશમાં એક વર્ષ સુધી સેવા આપી હતી. ૨૦૨૧નું વર્ષ તેમણે ભારતમાં ગાળ્યું હતું. તેઓનાં પત્ની આન્ના વિલ્હેમ સપ્ટે. ૨૪માં સ્પેસ એક્સના પોલારિસ ડોન મિશન દ્વારા પાંચ દિવસ અંતરિક્ષમાં રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.